સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ભગવતીકુમાર શર્મા


કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા 4

મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દુલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો, આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી, બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેીક જણની પાસે કંઈક ને કંઈક મહત્વની બાતમી હતી ‘ડિડન્ટ આઈ ટેલ યુ?’ નો ભાવ સહુ કોઈના ચહેરા પર વર્તાતો હતો.

મંજરી મહેતાએ હજી ગઈકાલે સાંજે બરાબર ૭ ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિ શીલા શ્રીવાસ્તવને અથવા એમના જેવા કોઈકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયાં હતાં ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શિલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઈ હતી.


દાપું.. (વાર્તા) – ભગવતીકુમાર શર્મા 6

‘જ્યોતિર્ધર’ સામયિકના દીપોત્સવી અંકમાં છપાયેલ શ્રી ભગવતિભાઈની પ્રસ્તુત વાર્તા ચંદુલાલ માસ્તરના જીવનની એક અનોખી ઘટનાને વર્ણવે છે. તદ્દન નવો જ વિષય, અનોખો પરિવેશ અને વિષયવિશેષની પ્રસ્તુતિની ખાસીયતને લીધે આ વાર્તા અલગ તરી આવે છે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ નિમિષાબેન દલાલનો અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આદરણીય શ્રી ભગવતિકુમાર શર્માનો ખૂબ ખૂબ આભાર.


ડાઘ – ભગવતીકુમાર શર્મા 4

અમુક રચનાઓ લેખકના જીવનમાંતો સીમાસ્તંભ રૂપ કૃતિ હોય જ છે, પરંતુ સાહિત્યની એક અખંડ પરંપરા માટે પણ તે એવો જ એક જાળવી રાખવા જેવો ખજાનો હોય છે. શ્રી ભગવતિકુમાર શર્મા આપણા આવાજ એક આદરણીય અગ્રગણ્ય રચનાકાર છે જેમની કૃતિઓ ખૂબ ઉમંગથી વંચાય છે, માણી શકાય છે. આજે પ્રસ્તુત છે તેમની એક સદાબહાર સુંદર ગદ્યકૃતિ. આ વાર્તા એક સમાજજીવન અને તેની રૂઢીઓનું પ્રતિબિંબ પાડે છે. સુંદર પ્રસંગવર્ણન, ધારદાર શરૂઆત, વાર્તાતત્વની વિશેષતા અને એવો જ સુંદર અંત આ ગદ્યકૃતિની વિશેષતા છે.


માં = મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા 10

મા મારી પહેલી મિત્ર અને શ્રેષ્ઠ મિત્ર અને છેલ્લી પણ બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થનું, નહીં તો અપેક્ષાનું વાળ જેવું બારીક પણ એકાદ કણ તો આવી જાય, પછી લસરકો, ઉઝરડો, તિરાડ ઉદારતાથી ક્ષમા કરીએ કે કોઈ આપણને ક્ષમા કરી દે તે વાત જુદી પણ થીંગડુ અને ભીંગડુ બંને ઉખડે, સ્ત્રી પુરૂષની મૈત્રી ઘણું ખરું પ્રેમમાં પરિણમે અને પ્રેમીજનો પતિ – પત્નિ બને, ન પણ બને, પતિ – પત્નિનો મિત્ર કે મિત્ર જેવા બનવું, આદર્શ તો પણ અતિ દોહ્યલું, ચડસા ચડસી, હું પદ, આળાપણું, ચામડીની જેમ ચીટક્યા તે ચીટક્યા, નખ જરાક અડી જાય, કે લોહી નીકળ્યું જ સમજવું હીંડોળાની ઠેસમાં, પાનનાં બીડામાં, ખબે મૂકાતા હાથમાં, બાળકો પ્રત્યેની મીટ માં, નેજવાની છાજલીમાં, પતિ – પત્નિ પણું ઓગળે તો ઓગળે નહીંતર પરસેવાની ગંધ નોખી તે નોખી મા ને તો આકાશ જેટલુ ચાહી શકાય, દેવમૂર્તિ જેમ પૂજી શકાય પણ એ એવું કશું માગે – ઈચ્છે – વિચારેય નહીં ! એટલે જ દોસ્તની જેમ એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય, ઝઘડીયે શકાય આપણાં હોઠો પરની દૂધિયા ગંધ, એની છાતીમાં અકબંધ, એના ખોળામાંની આપણા પેશાબની દુર્ગંધ એ સાથે લઈને જ જાય, ભગવાનની પાસે અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ, (ભગવાનની યે માં તો હશે જ ને?)  – ભગવતીકુમાર શર્મા