બે ભજનરચનાઓ.. – ધ્રુવ ભટ્ટ 9


ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા બે સુંદર ભજનરચનાઓ..

1.

પ્રેમે કરીને રેજો મારા ભાઈલા રે;
તમે સહુનો કરોને સ્વીકાર રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે;
તમે કરશો ક્યાં જુદા નિવાસ રે સાધો,
તાળાં અલગ ઘર એક ખૂલે છે રે..

શું કૈલાસે શું કાબે ફરવું રે;
તારો તારામાં છે કિરતાર રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે..

વેદ પુરાણ કુરાન ઉઘાડો રે;
બધી એમ વદે છે કિતાબ રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે..

ના કોઈ ઊંચ નીચું મારા ભાઈલા રે;
બધો એક જ છે પરિવાર રે સાધો,
કોણ અલગ કહો કોણ પરાયો છે?
આપ હી એક ભળ્યો છે મારા ભાઈલા રે;
જે છે તારી તે છે મારી નાત રે સાધો,
મનખો રતન તારો મેલો ન થાયે રે..

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે…

2.

ભાળો રે ભાઈ મારા ભાળો
નજરું ભીતર નાખ,
એમાં ભાળો રે સાધો
વણદીઠ્યાં હો જી..

હાલો હાલો રે ભાઈ મારા હાલો
ખોલો બંધ કમાડ,
મારગ લેજો રે સાધો
વણચિંધ્યા હો જી..

વરસો વરસો રે ભાઈ મારા વરસો
વરસો અનરાધાર,
કોઈ રહે ના સાધો
વણભીંજ્યાં હો જી..

ગાઓ ગાઓ રે ભાઈ મારા ગાઓ
ઝીણાં ગીત હજાર,
શબદ વણજો રે સાધો
વણકીધાં હો જી..

ભણજો ભણજો રે ભાઈ મારા ભણજો
શીખજો અકથ અવાક,
એવાં રહેજો રે સાધો
વણશિખ્યાં હો જી..

મળજો મળજો રે ભાઈ મારા મળજો
ક્યાં ક્યાં લેશું અવતાર,
એવાં રહેજો રે સાધો
વણછૂટ્યાં હો જી..

 • ધ્રુવ ભટ્ટ

સદભાવના યાત્રા દરમ્યાન ધ્રુવભાઈએ હિન્દીમાં સાંભળેલા અને તેમને ખૂબ ગમી ગયેલા ભજનને તેમણે ગુજરાતીમાં મૂકવાનો યત્ન કર્યો છે. હિન્દીમાં આ ભજનો લોકોને ખૂબ ગમ્યા હતા. ગુજરાતીમાં પ્રસ્તુત થયેલા આ ભજનોને જન્મેજય વૈદ્ય દ્વારા સ્વરાંકિત કરવામાં આવ્યા છે જેનો ઑડીયો પણ ધ્રુવભાઈએ પાઠવ્યો છે. રતનપર, સણોસરા અને ઉંઝાની કોલેજમાં આ ભજનો પ્રાર્થના સમયે ગવાઈ રહ્યાં છે. પ્રસ્તુત ભજનરચનાઓ અને તેના ઑડીયો અક્ષરનાદને પાઠવવા બદલ ધ્રુવભાઈનો આભાર. આશા છે વાચકોને સાથે સાથે સાંભળવાની પણ મજા આવશે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “બે ભજનરચનાઓ.. – ધ્રુવ ભટ્ટ

 • Ninad Vora

  ઓડિયો કેવી રીતે સાંભળી શકાય,
  મેં પ્રયત્ન કર્યો પણ ઓડિયો ચાલુ થતો નથી

 • Dhruv bhatt

  આ હિન્દી ભજનનો અનુવાદ નથી ગુજ્રરાતીમા જ રચાયેલ ક્રુતી chhe.
  Marta raag (Dhaal) Hindi Rajasthan marvaad nana bhajan no chhe.
  Dhruv

 • nirupam chhaya

  આદરણીય ધ્રુવભાઈ, ખરેખર આનંદ આનંદ વર્તાય છે. સદભાવના યાત્રા વિષે વાત કરતા તમે કચ્છમાં પણ આ યાત્રા થશે એની વાત કરી. અત્યારથી રોમાંચ અનુભવું છું , કારણકે હું કચ્છમાં રહું છું. આ યાત્રામાં દરેક રીતે સહભાગી અને સહયોગી થતાં પ્રસન્નતા અનુભવીશ. મારું સરનામું આ પ્રમાણે છે: નિરુપમ છાયા , ૮૧/એ , મારુતી પ્લોટ્સ, શેરી નં . ૪ ,નવા સ્વામીનારાયણ વિદ્યાલય પાસે , સંસ્કારનગર, ભુજ-કચ્છ. દુરભાષ ૦૨૮૩૨- ૨૫૩૯૦૬ . ભ્રમણભાષ ૯૪૨૭૨૩૫૧૮૯.
  પ્રતિભાવ પાઠવશો તો ધન્યતા અનુભવીશ.

 • nirupam chhaya

  આ બંને ભજનો ધ્રુવભાઈની વિશિષ્ટ શૈલીને જાણે ઘૂંટે છે. માનવ દેહ મળ્યો છે તો તેને ઉજ્જવળ કરવા અને અંતરમાં રહેલાં તેજને ઓળખવાની સુંદર વાત કરતા જે પમાય છે તે પણ વ્યક્ત કર્યું છે -” તાળાં અલગ ઘર એક ખુલે છે હો જી….” અદ્વૈતભાવનાં દર્શનનું તાળું ખોલવાની કેવી અદભૂત ચાવી અહીં આપી છે! એજ રીતે બીજી ભક્તિ રચના તો લયસભર કાવ્યાત્મક રીતે પ્રગટ થાય છે! વણભીંજ્યા , વણકીધા, વણ ચિંધ્યા , કેવા શબ્દ લાલિત્ય સાથે રચનાની ભીતરના ભાવને સાકાર કરે છે!

 • Kalidas V. Patel { Vagosana }

  લય તાલમાં ગાઈ શકાય એવી સુંદર ભજન રચનાઓ આપી, આભાર ધ્રુવભાઈ
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}.

  • Dhruv Bhatt

   વરસે જાન્યુ
   Dear Tumulbhai
   Insted of crying about in-tollrance and other issues, why should nor we work silently to create Sadbhavvnaa among people?
   That was the main idea behind this 5 days yatra in north Gujrat.
   Sanjay and Tulaa of Vishvagram (mehsana) has arranged Kbir Gaan and Sufi Samvad at Mehsana, Palanpur, Sendrana squers, Ratanpar, Unza, Palanpur Deesa Modasa and Gandhinagar.
   Shabnam Virmani and Vipul rikhi of Kbir project sung Kbir at all the placex and People discussed about Sufivaad and Sudbhavnaa.
   As this was a silent effort, it was not publisized, or reported to media,
   Again in November we wish to go for such yatra in Surashtra and Kutch singing Ganga Sati, Dasi Jivan, Dhira Bhagat, Kabir bulle shah and Others – Hope you got the point.
   forgive me for mistake in typing.
   Dhruv Bhatt