સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જયંત શુક્લ


બે ઢીંગલી ગીતો – સંકલિત 7

બાળક એટલે આજ, એની જરૂરીયાત કાલ પર ઠેલી શકાય જ નહીં. આવા ગીતો બાળકને લયબદ્ધ – તાલબદ્ધ બનાવે છે, શ્રવણ શક્તિ અને અભિનયશક્તિનો વિકાસ કરે એ, શબ્દભંડોળ વધારે છે, લાગણીઓનો અનુભવ આપે છે અને સૌથી વધુ તો બાળકોને જ્યારે સમૂહ વચ્ચે ગાવાની તક મળે ત્યારે તેમની શરમાળવૃત્તિ – સંકોચ દૂર થાય છે. ભાવોને પ્રગટ કરવાનું એ માધ્યમ છે, ભાષાને ભાવમય અને રસમયા કરવાનું કામ આવા સુંદર ગીતો સહજતાથી કરી આપે છે. બાળકની કલ્પનામાં વસતા ઢીંગલા ઢીંગલી જેવા મિત્રોની સાથે તેમની વાતચીતને, તેની કાલી ભાષામાં ગવાયેલા ગીતને પણ અભિવ્યક્ત કરવાની આપણી ભાષાએ પૂરી વ્યવસ્થા આપી છે. એનો પૂરાવો આજે પ્રસ્તુત કરેલા આ ઢીંગલી ગીતો છે. શ્રી ધનસુખલાલ પારેખ અને શ્રી જયંત શુક્લની પ્રસ્તુત ખૂબ સરસ રચનાઓ બાળકના આ નિરાળા મિજાજને આબેહૂબ ઝીલે છે. પ્રસ્તુત બંને ગીતો શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા દ્વારા સંચય પામેલ બાળગીતોનો સંગ્રહ, ‘ડૂગડૂગિયાં’માંથી લેવામાઁ આવ્યા છે.


બાળ નાટકો એટલે ભણ્યા વગરનું ભણતર – જયંત શુક્લ 2

આપણે એમ માનીએ કે બાળક વાંચતા લખતા શીખે તો જ તેનું ભણતર શક્ય બને. પણ લેખક કાંઈક જુદું જ કહેવા માંગે છે. પાટી-પેન, નોટ-પુસ્તક એ સિવાય પણ શિક્ષણના અનેક માધ્યમો છે, એ સિવાય પણ બાળકો ભણતાં જ હોય છે. બાળક પોતાના પર્યાવરણમાંથી ભાષા શીખે છે, સમજતા, બોલતા અને સાંભળતા શીખે છે. જીવન વિકાસ માટેનું આ ખરું ભણતર રીતસર ભણ્યા વિના પણ સહજ સાધ્ય બને છે. નૂતન બાલ વિકાસ સંઘ, લોક સેવક મંડળ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય દ્વારા પ્રકાશિત બાલમૂર્તિ સામયિકમાં પ્રકાશિત લેખોનો સંચય છે પુસ્તક “ભણ્યા વગરનું ભણતર”. તેમાંથી બાળ નાટકોની ક્ષમતા અને ઉપયોગીતા વિશે સમજાવતો શ્રી જયંત શુક્લનો આ લેખ ખરેખર ખૂબ સરળ અને સમજવાયોગ્ય છે. પુસ્તક ખરેખર ભણ્યા વગર બાળકની ભણવાની, શીખવાની શક્તિઓ ખીલવવાની અનેક રીતો, પધ્ધતિઓ વિશે ચર્ચા કરે છે.