વાચકોની રચનાઓ – સંકલિત
૧. ક્યારેક – કુસુમ પટેલ
ક્યારેક મળીશ તું તો પૂછીશ,
કે મેં ખોટું શું કર્યું ?
તું જેવી હતી એવી અપનાવી,
તારા હર ઝખમ, હર નાઝ ને ઉઠાવી,
તો મેં ખોટુ શું કર્યું?
તું રોવડાવતી રહી,
હું હસતો રહ્યો.
તારા જીદ્દી સ્વભાવને,
નમતો રહ્યો.
તો મેં ખોટું શું કર્યુ?
તને રાજી રાખવા,
હું મુખોટે બંધ રહ્યો.
સંગદિલી તારી સહી,
એક શબ્દ પણ ન કહ્યો.
તો મેં ખોટું શું કર્યુ?
તારા અઘરા સવાલનો,
સરળ જવાબ દીધો.
જાણી જોઈ પછાડ્યો તેં,
મેં ઠેંસ વાગ્યાનો દંભ કીધો.
તો મેં ખોટું શું કર્યુ?
હવે ફરી ફરી,
એજ ઝખમ, એજ સિતમ.
એજ નાટ્ય, એજ રુદન.
તને ક્યારેય મારી દયા નથી આવી?
બસ મેં ખુદને સમજાવ્યે કર્યું.
તો મેં ખોટું શું કર્યુ ?
તારી ચાહતનો હું ,
ભિખારી થયો.
વધુ નહી બસ સ્વપ્નની ,
બે ચાર પળો,
જીવવા દે મને પ્રેમથી હવે,
મૂકી દે અક્ક્ડ સ્વભાવ તારો,
માણવા દે જે,
રહી બસ બે ચાર ક્ષણો,
તને ચાહ્યું અખુટ દિલથી “જીંદગી”
તો મેં ખોટું શું કર્યું?
– કુસુમ પટેલ
૨. ગઝલ
મિશ્રવિકારી બહેર ‘લગાગા*૩ ગાગાગા’.
પ્રયાસો કરીનેય પામી ના શકતો,
ફરેબો કરીનેય ફાવી ના શકતો,
જરા હુંય નખરા કરું રીઝવવાને,
સનમને સ્વપ્ને પણ સતાવી ના શકતો,
સમી સાંજમાં મીંચતો આંખલડીને,
સવારેય સ્વપ્ન એક વાવી ના શકતો,
બધી લાગણીઓ તમારી થરથરતી,
હું મજબૂર કેવો તપાવી ના શકતો,
મને છીપ પણ હાથ ના લાગ્યાં દરિયે,
છતાં આશ રત્નની શમાવી ના શકતો,
‘કરમ કર સદા આશ ફળની છોડીને’,
ખબર તોય લાલચ દબાવી ના શકતો..
– નરેશ સાબલપરા
નવા નવા રચનાકારોને પ્રથમ અને તે પછી અનેકવિધ પ્રસિદ્ધિ માટે માધ્યમ ઉપલબ્ધ કરાવવા અક્ષરનાદ સદાય તત્પર હોય છે. આ વાતના અનુસંધાનમાં આજે માણીએ શ્રી કુસુમ પટેલની એક રચના, તો શ્રી નરેશભાઈ સાબલપરા દ્વારા લગાગા લગાગા લગાગા ગાગાગા સ્વરૂપમાં લખાયેલી સુંદર ગઝલ પણ આજે પ્રસ્તુત છે. વાચકોને જરૂરી પ્રોત્સાહન અને સૂચનો આપ સૌ તરફથી આવકાર્ય છે.
ખુબ સરસ વિચરો રજુ કરેલ ચે આવિ રજુઅતો કર્તા રહો
Pingback: » વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત » GujaratiLinks.com
Lessons from Gita are read and discussed by many but here poet shows so beautifully how hard it is for us mortals to practice it- Bravo
થૅંક્યું…..તમરા વીચારો મહત્વના બની રહેશે……..
સરસ
સારી રચનાઓ…આપણે ખોટું નથી જ કરતાં પણ …(હદ)
કરમ કર સદા આશ ફળની છોડીને,
ખબર તોય લાલચ દબાવી ના શકતો….
ખુબ જ સુંદર છે બન્ને રચનાઓ…..
આભાર્…….ધવલ્
તો મેઁ ખોટુઁ શુઁ કર્યુઁ? ગઝલ ખૂબ જ ગમી
ખુબ ખુબ આભાર્
Very nice poem, M/s. Kusum
I send one my poem as under, pls read if u can :
“હુ એક જ કેમ આનાથ?”
મારી નાનકડી નાનકડી આંગડીઓ નો સહારો હતો જે હાથ,
એ કેમ તે છીનવી લીધો તુ બોલ જગત ના નાથ.
શુ ભૂલ હતી મારી બોલ કે શુ મે કર્યો હતો અપરાધ,
કે મધ્યાહન ના રવિ ઉપર તે પ્રસરાવી દીધી અમાસ..
એ વહાલપ ભરેલો હાથ ને એમના સ્મિત નો અજવાશ,
એ સઘડુ શોધવાનો હુ કરુ છુ કાયમ નિષ્ફળ પ્રયાસ..
કોણ જાણે તુ કયા લઇ ગયો રંગ જીવન ના તમામ,
સુમસાન થઇ ગયુ છે જીવન આખુ જાણે કો હો સ્મશાન..
જોવું છું જ્યારે જ્યારે ક્યાક આગડી પકડેલો હાથ,
તો બસ એક જ પ્રશ્ન પ્રભુ તને, “હુ એક જ કેમ અનાથ?”.