અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકતી ચાલતી રહી છે, જો કે સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે. કેટલીક ઉપયોગી, માહિતિપ્રદ અને અવનવી વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ યાદીમાંની અમુક વેબસાઈટ્સ વેબવિશ્વમાં અગ્રગ્ણ્ય છે અને ખૂબ જાણીતી છે તો કોઈક નવી પરંતુ આશાસ્પદ પણ છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો. આ શૃંખલાની હવે પછીની કડીઓમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ વ્યવસ્થાની વિવિધ એપ્લિકેશન્સ વિશે જોઈશું.
વીડાઉનલોડર એપ્લિકેશનના નિઃશુલ્ક વર્ઝનમાં પ્રમુખ વિડીયો વેબસાઈટ્સ જેવી કે YouTube, Facebook, Blip, Vimeo, Metacafe, DailyMotion, Google Video, Yahoo Video અને Break જેવી અનેક વેબસાઈટ્સ પરથી વિડીયો ડાઉનલોડ કરી શકાય છે વળી તેમને AVI, MPEG જેવા અનેકવિધ ફોર્મેટમાં સંગ્રહી શકાય છે. આ ઉપરાંત આ જ એપ્લિકેશનને થોડાક ડોલર ખર્ચીને અપગ્રેડ કરાવી શકાય છે જેમાં અનેકવિધ સગવડો જેવી કે બફરીઁગ સિવાયનું ઝડપી વિડીયો ડાઉનલોડ, સિસ્ટમ આપમેળે ઓછા વપરાશના સમયે વિડીયો ડાઉનલોડ કરે, એક સાથે દસથી વધુ વિડીયો ફાઈલ ડાઉનલોડ તથા એચ.ડી વિડીયો ડાઉનલોડની સગવડો મળે છે. જો કે વીડાઉનલોડરનું નિઃશુલ્ક સંસ્કરણ પણ ખૂબ જ ઉપયોગી છે અને વિડીયો વેબસાઈટ્સ પરથી ડાઊનલોડની મૂળભૂત જરૂરતને સંતોષે છે.
મિત્રો – સબંધીઓને આપણે આપેલી અથવા તેમણે આપણને આપેલી રકમ અથવા વસ્તુઓ જેવી કે પુસ્તકો, ડીવીડી વગેરેને યાદ રાખીને પરત મેળવવું / આપવું મુશ્કેલ છે. સમયાંતરે આપેલી / લીધેલી વસ્તુઓ ભૂલાઈ જતી હોય છે. આવી વસ્તુઓ પરત થાય તે માટેની યાદી બનાવવાની ઓનલાઈન પદ્ધતિ એટલે આઈઓયુમેટ. અહીં કોઈ પણ એક નાનકડા રજીસ્ટ્રેશન પછી સરળતાથી માસિક ભાડુ, અઠવાડીક ખર્ચાઓ, બાળકોનો ખિસ્સાખર્ચ વગેરેનો તથા અન્ય વસ્તુઓનો લેવડ દેવડનો હિસાબ રાખી શકાય છે.
દિવસમાં સામાન્ય રીતે ઘણાં વેબપાનાઓ આપણે જોઈએ છીએ. આપણે જે વેબસાઈટ / બ્લોગ્સ સબસ્ક્રાઈબ કરેલ હોય તે બધા પણ વાંચવાનો સમય આપણી પાસે હોતો નથી. તો ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈક વેબ પાનું જોઈ રહ્યા હોય અને તેના પરનું લખાણ રસપ્રદ અને ઉપયોગી લાગે છતાંય એ સમયે તેને વિગતે વાંચવાનો સમય ઉપલબ્ધ ન હોય, એ પછીથી વાંચવા માટે તેની વેબકડી યાદ રાખ્યા સિવાય સાચવી રાખવાનો અને ફુરસદે વાંચી શકવાનો સૌથી સારો ઉપાય એટલે ઈન્સ્ટાપેપર. એક નાનકડી કડી જેને તમે બુકમાર્ક બારમાં સેવ કરી શકો છો. પછીથી કોઈ પણ વેબપાનું જોતી વખતે તેને પછીથી વાંચવા માટે સાચવી રાખવા ફક્ત એ કડી પર ક્લિક કરવાથી એ આપમેળે તમારા ઈન્સ્ટાપેપર ખાતામાં જમા થઈ જશે, સંગ્રહેલી એ કડીઓ ફુરસદે વાંચી શકાય છે. વળી આ સંગ્રહેલ વેબપાનાઓ કિન્ડલ રીડર, આઈ ફોન અને આઈ પેડ પર પણ વાંચી શકાય છે.
મનમાં ઉગીને તરત ગણગણવાનું મન થાય એવું સંગીત અથવા અન્ય કોઈ પણ ગમતા ઓરીજીનલ અવાજને કોઈ લાંબી અને કંટાળાજનક પ્રક્રિયા વગર એકદમ સરળતાથી રેકોર્ડ કરીને તેને સોશિયલ નેટવર્ક જેવા કે ટ્વિટર, ટમ્બલર, ફેસબુક અને ફોરસ્ક્વેર પર મિત્રો સાથે વહેઁચી શકવાની સરળ અને ખૂબ જ ઉપયોગી સુવિધા એટલે સાઉન્ડક્લાઉડ. રેકોર્ડ થયા પછી તેને વહેઁચતી વખતે સરસ વેવફોર્મ પ્લેયર દ્વારા તેને સાંભળી શકાય છે. ઉપરાંત એક વિશેષ સુવિધા તરીકે એ અવાજ સાભળતી વખતે કોઈ વિશેષ સમયે અથવા ક્ષણે તેના પર પ્રતિભાવ આપવાની સગવડ પણ અહીં અપાય છે. આઈ ફોન, એન્ડ્રોઈડ ફોન અને કોમ્પ્યુટર એમ બધે જ આ સુવિધાને લગતી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે. ટૂંકમાં આ વેબસાઈટ એક ખૂબ જ સરસ સુવિધા આપે છે.
૧૯૯૧ના એચટીએમએલ ૧.૦ થી લઈને આજની વેબજીએલ, સીએસએસ૩ વગેરે જેવી પ્રોગ્રામ અને વેબ ડેવલોપમેન્ટ દરમ્યાન ઉદભવેલી વેબ ટેકનોલોજીની વિવિધ ઉપલબ્ધિઓ અને વિવિધ બ્રાઊઝરોનો ક્રમબદ્ધ વિકાસ, જેમ કે ૧૯૯૩ના મોઝેઈકથી લઈને આજના ગૂગલ ક્રોમ સુધીના વિવિધ સ્તરે વિકસતા બ્રાઉઝરોનું મિશ્રણ દર્શાવતી સરસ ચિત્રરૂપ સરખામણી એટલે વેબનો વિકાસ દર્શાવતી આ વેબસાઈટ. ખૂબ સરળ, માહિતિપ્રદ અને ઉપયોગી એવી આ વેબસાઈટ એક વખત અવશ્ય જોવા જેવી છે.
Wery nice
http://jitenpatel.in/
this is a wonderfull hindi motivational website
this is awonderfull hindi website — jigneshbhai
બાળકો અને ફેમીલી માટે ઘણી ઉપયોગી ૨૦ વેબસાઇટ્સ:
વાંચન વિશેષ ના કિડ્સ ઝોન માં મુકેલ બાળકો અને ફેમીલી માટે ઘણી ઉપયોગી ૨૦ વેબસાઇટ્સ નું સંકલીત લીસ્ટ છે; જેમાં કાર્ટુન અને રમતો તેમજ સૌથી વધુ માહિતીપ્રદ અને શ્રેષ્ઠ મનોરંજન વેબસાઇટ્સ નું સંકલીત લીસ્ટ છે. વધુ માં તરુણો માટે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ છે, સર્ચ(શોધ) એન્જિન જે બાળકો સુરક્ષિત રીતે વાપરી શકે અને હોમવર્ક માટે ની સંદર્ભ સાઇટ પણ છે. વેબલીંક નીચે આપેલ છે.
http://www.vanchanvishesh.com/WEBPROTECT-1kidsfamilywebsites.htm
માહિતિ ખૂબ ઉપયોગેી લાગેી. આભાર સાથે
ખુબ સરસ,
instapaper jevi j ek web site chhe “READITLETTER” khub saras chhe ek vakhat upyog karava jevo chhe.
આદરણીયશ્રી. જીગ્નેશભાઈ
ખુબ જ સરસ માહિતી મજા પડી ગઈ
ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી માહિતી. ખાસ કરીને જેણે સર્ફિંગની ઝાઝી ટેવ નથી એના માટે તો રસથાળ પીરસી દીધો છે. થેન્ક્સ.
very very helpful information Jigneshbhai…….Thanx a lot………
અત્યારે તો આ (ઉડતી) મુલાકાત તમારી પોસ્ટ પૂરતી સીમિત છે પણ નિરાંતે તમે આપેલ સાઈટ્સ પર પણ ‘મૂકાલાત’ કરવી રહી
જીગ્નેશભાઈ સરસ ઉપયોગી માહિતી આપવામાં આવી છે.
આજ રોજ વેબ સાઇટ ની મુલાકાત લીધી.
બહુજ ગમી. મેઘાણીજી ની ઓડીયો સાભળી.
મજા આવી.
ધન્યવાદ ગુજરાતની યાદ અપાવી.
સરસ માહિતિ
વિડાઊન લોડર સરસ ચે. અન્ય પણ સારી હશે. એક ટીઈડી (TED) નામની સાઈટ ટેકનોલોજી એન્ટરટાઈનમેન્ટ એન્ડ ડીઝાઈન નામની ચ્હે. તે નવુ જાણવા માટે સારી રહેશે. http://www.TED.com…અથવા.. ગુગલ ઊપર ખાલી TED લખીને સર્ચ કરી શકાય.
વાહ વાહ સરસ
ઘણી ઉપયોગી માહિતી છે. આભાર!
ઉતાવળે લખેલ અભિપ્રાય માટે ક્ષમા કરશો. ઉપયોગી
વેબસાઈટ્સ સન્કલન કરીને મૂકેલ છે જ, આભાર !
માહિતી ઉપયોગી છે. તેમ છતા (વધુ વેબસાઇટ)યે દિલ
માન્ગે મોર !
ઘણી ઉપયોગી માહિતી છે. આભાર!
Please provide the addresses of such a legitimate and genuine sites by which one can generate income working from home from Internet as this the need for senior citizen having lot of spare time in the house with computer knowledge.
Thanks
Dear,
Visit http://www.vanchanvishesh.com website, you can find list of your interested websites.
ખુબ ખુબ અભાર
વિજય જોશેી