કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 7 (dSLR Digital Photography) 8


ડીજીટલ કેમેરાથી ફોટો પાડ્યા પછી તેના એડીટીંગ અને અપલોડીંગ વિશે શોધ કરતા કેટલીક અત્યંત સરસ ડીજીટલ સીંગલ લેન્સ રીફ્લેક્સ (dSLR ) કેમેરા તથા ઓનલાઈન ફોટો સ્ટોરેજ અને એડીટીંગ તથા માહિતિ માટે કેટલીક સરસ વેબસાઈટસ મળી, આજે આ કડીમાં થોડીક આવીજ વેબસાઈટસ વિષે….

www.dpreview.com

ડીજીટલ ફોટોગ્રાફી અને કેમેરા તથા સોફ્ટવેર ના અપડેટેડ સમાચારો, લેટેસ્ટ ડીજીટલ કેમેરાઓ અને એસેસરીઝના રીવ્યુ અને તેના વિશે ચર્ચા કરવા માટેની ફોરમ, કેમેરાને કંપની પ્રમાણે ગોઠવી તેના દ્વારા લીધેલા ફોટોગ્રાફ્સની વિશાળ અને સરસ સેમ્પલ ફોટો ગેલેરી, કેમેરા ખરીદવામાટેની મદદ માટે ખરીદનારાઓની ગાઈડ, કંપની પ્રમાણેનો કેમેરા ડેટાબેઝ વગેરે ૧૯૯૫થી ચાલતી આ વેબસાઈટને ઘણી રીતે ખાસ બનાવે છે. કેમેરાની સરખામણી પણ ખૂબ સરસ રીતે અને વ્યવસ્થિત મળે છે. ટિશ ફીલ એશ્કી તેના સાથીઓ અને હજારો ચાહકો અને વિઝિટર્સની મદદથી આ સરસ વેબસાઈટ ચલાવે છે અને કોઈ પણ ડીજીટલ કેમેરા માટે તેનો રીવ્યુ અચૂક મનાય છે. આ વેબસાઈટ હવે એમેઝોન.કોમ ખરીદી ચૂક્યું છે.

www.shutterbug.net

જૂના ફોટોગ્રાફીક બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરાથી લઈને રોલ વાળા કેમેરા અને હાલનાં ડીજીટલ કેમેરા સુધી બધી માહિતિ અહીં મળશે. ડીપીરીવ્યુ.કોમની જેમ અહીં પણ ફોરમ મુખ્ય સાધન છે જે માહિતિનો અખૂટ ભંડાર આપે છે. ફોટોગ્રાફી માટેના પ્રખ્યાત શટરબગ મેગેઝીનનો આ સાથીદાર છે. ડીપીરીવ્યુ.કોમમાં ફક્ત ડીજીટલ કેમેરાનાં જ રિવ્યુ મળશે પણ અહીં લેન્સ, સાદા કેમેરા, પ્રિન્ટર, કેમેરા બેગ, કે કલર મેનેજમેન્ટ પર પણ માહિતિ મળશે. ટૂંકમાં એક સરસ અને મુલાકાત લેવા લાયક, રેગ્યુલર વપરાશની વેબસાઈટ.

www.popphoto.com

પોપ્યુલર ફોટોગ્રાફી અને ઈમેજીંગ મેગેઝીન પ્રોફેશનલ અથવા અનુભવી કે સીરીયસ ફોટોગ્રાફરો માટે માહિતિનો ખજાનો મારી ઉંમરથી પણ વધુ સમયથી આપી રહ્યું છે. હબર્ટ કેપ્લર ૧૯૫૦થી ફોટોગ્રાફી, કેમેરા, અમેચ્યોર થી પ્રોફેશનલ ફોટોગ્રાફરો સુધી આ માહિતિ આપી રહ્યા છે કારણકે આ આખી ફોટોગ્રાફી ઈન્ડસ્ટ્રીને તેમણે વિકસિત થતાં જોઈ છે. તેમની ઝીણામાં ઝીણી માહિતિ આપવાની કળા ઘણા મુખ્ય ફોટોગ્રાફરો માટે ગાઈડની ગરજ સારે છે. એટલે આ વેબસાઈટ પ્રોફેશનલ ફોટોગ્રાફરો પણ માનથી અને ઉત્સાહથી વિઝિટ કરે છે.

www.luminous-landscapes.com

ફક્ત લેન્ડ્સ્કેપ ફોટોગ્રાફીની આ વેબસાઈટ ફોટોગ્રાફીનો એન્સાઈક્લોપેડીયા છે. તેની Understand સીરીઝ કેમેરાથી ફોટોગ્રાફી વિશે બધુંય ધરાવે છે. સેન્સર કેમ ક્લીન કરવું, માસ્કીંગ કે શાર્પનીંગ કેમ કરવું જેવી માહિતિ પણ અહીંના ૨૦૦૦થી વધુ પેજીસમાંથી મળશે. સાથે ફોરમ અને કેમેરા રીવ્યુ તો ખરાં જ

www.pbase.com

અહીં તમે દરેક ફોટોની Exif (Image data) પેરામીટર સેટ કરી શકો છો જેથી જોનારા તમે જે સેટીંગ સાથે ફોટો મૂક્યો છે તે અનુભવી શકે. ગૂગલ ઇમેજ કે અન્ય કોઈ પણ ઈમેજ હોસ્ટીંગ સાઈટ તમને એક પછી એક કે એક સાથે પાંચ દસ ફોટા અપલોડ કરવા કહી શકે પણ અહીં તમે . ફાઈલ બનાવી ઘણા ફોટો અપલોડ કરી શકો. તમારા ફોટોને કીવર્ડ આપી શકો અને અન્ય યૂઝર્સના ફોટો કીવર્ડથી શોધી શકો. તમારી બનાવેલી ગેલેરીઓને લીન્ક કરી શકો જેમ કે સ્પોર્ટસની ગેલેરી બનાવી હોય તેમાં ફુટબોલ, ક્રિકેટ જેવી સબગેલેરીઓ બનાવી લીન્ક કરી શકો. અન્ય ન્યૂઝગ્રૃપ પર તમારા ફોટોની લીન્ક અહીંથી આપી શકો. આ બધા ઉપરાંત પીબેઝ.કોમ જાણકારીનો ખજાનો છે, અહીં વપરાશકારો દ્વારા બનાવાતું મેગેઝીન દર મહીને પ્રસિધ્ધ થાય છે. ત્રીસ દિવસથી વધારે આ સગવડો વાપરવા ફી ભરવી પડે છે જે અન્ય ફ્રી વેબસાઈટસની સરખામણીમાં નબળું પાસુ છે.

આ કડીની પહેલાની પોસ્ટસ વાંચવા ક્લિક કરો

– Jignesh Adhyaru


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “કેટલીક ઉપયોગી વેબસાઈટસ – 7 (dSLR Digital Photography)