હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1 8
વડોદરાથી હરિદ્વાર જતાં રસ્તામાં ટ્રેન કોટા, રતલામ અને હઝરત નિઝામુદ્દિન સ્ટેશને લાંબા વિસામાં ખાતી, ધીમે ધીમે ચાલતી જ્યારે બપોરે ચાર વાગ્યે હરિદ્વાર પહોંચી ત્યારે અમે અમારી ધર્મશાળાની પાછળની તરફ આવેલ ઘાટ તરફ દોડ્યા, સામાનને રૂમમાં જેમ તેમ મૂક્યો, ટુવાલ, કપડાં વગેરે લઈ તરત ગંગા સ્નાન કરવા પહોંચ્યા. પાણીમાં પગ મૂક્યો તો જાણે બરફ પર પગ મૂક્યો. અને પાંચ મિનિટ પાણીમાં પગ બોળી પગથીયા પર બેસી રહ્યો તો પગ જાણે થીજી ગયા, પગ બહાર લઈ ઘાટની બહાર આવી ગયો, આ જોઈ બીજા બધાંય જે નહાવા આવી રહ્યા હતાં તે ખચકાયા. બાજુમાં બેસી ખેલ જોઈ રહેલા એક બહેન કહે, તમે આખે આખા એક વાર ઝબોળાઈ જશો પછી કાંઈ ઠંડુ નહીં લાગે. પછી જ અસલી મજા આવશે. મેં પાંચેક મિનિટ પછી માથાબુડ ડુબકી મારી અને ખરેખર મજા આવી, પણ પાણી બરફ જેવું ઠંડુ અને ખૂબ ઝડપથી વહેતુ હતું. ગંગામાં નહાવાનો આનંદ અનેરો છે, હર કી પેડી કે પૌડી પર નહાવા લાઈન લાગે છે પણ આ શાંત સ્વચ્છ અને ખાલી ઘાટ પર એકલા નહાવાનો આનંદ અનેરો હતો, ત્યાજ પાસે રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં થોડી વાર પૂજા કરી, અને પછી રૂમ માં પહોંચ્યો તો મારા એક સબંધીએ ચ્હા અને ગાંઠીયા મંગાવ્યા હતા, જલ્સા પર જલ્સા થઈ ગયા, જાણે ગુજરાતમાં મહુવામાં ચા ગાંઠીયા ખાતો હોઉં તેમ મજા આવી ગઈ. બીજા દિવસે હરિદ્વાર દર્શનના પ્રોગ્રામ માટે રીક્ષા ભાડે કરી, જમવા માટે ગુજરાતી થાળી ત્યાં ૩૦/- રૂપિયા માં મળતી હતી અને એ પણ ખૂબ સરસ, જમવાની પણ મજા આવી ગઈ. થાકને લીધે વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા ખબર ન રહી. બીજે દિવસે સવારે ચા નાસ્તો પતાવી […]