Daily Archives: December 29, 2008


બે છેતરામણા અનુભવો 11

અમારી હરિદ્વાર, દિલ્હી, મથુરા અને વૃંદાવન યાત્રા દરમ્યાન ઘણાં સારા નરસાં અનુભવો થતાં રહ્યાં. બધાં તો નહીં પણ બે છેતરામણા અનુભવો અહીં લખી રહ્યો છું. આ અનુભવો પછી લાગ્યું કે ફરવા માટે હોય કે રહેવા માટે, ગુજરાત જેવી જગ્યા ભારતભરમાં કોઈ નથી. કદાચ આપણને આપણા શહેર કે રાજ્ય પ્રત્યેના લગાવને લીધે આમ કહેવા પ્રેરણા થાય એમ પણ હોય. પ્રથમ પ્રસંગ છે અમારી મથુરા થી વૃંદાવન યાત્રાનો. વૃંદાવન જતાં રસ્તામાં એક જગ્યાએથી અમારી આગરા મથુરા, વૃંદાવન ટૂરના સંચાલકે એક ગાઈડને બસમાં લીધો. આવતાં વેત રાધે રાધે બોલીયે, મનકે દ્વાર ખોલીયે બોલતાં તેણે વાત શરૂ કરી. વૃંદાવનમાં કૃષ્ણ રાધાનાં પાંચ હજારથી વધુ મંદિરો છે, અહીં કૃષ્ણ ગાયો ચરાવવા આવતાં, રાધાજી સાથે રાસલીલા રચતાં અને જીવનલીલાઓ કરતાં વગેરે બોલતાં બોલતાં વૃંદાવનના રસ્તે આવતાં (ગાઈડના કહેવા મુજબ) અનેક અનાથાશ્રમો, ગાયોની ખૂબ મોટી ગૌશાળાઓ, વિધવાશ્રમો જેવા અનેક સંસ્થાનો તેણે બતાવ્યાં. અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે અને અહં ગૌદાન અને વિધવાઓ માટે દાન કરવાનું અનેરુ પુણ્ય છે વગેરે બોલતાં બોલતાં અને તાલી બજાઈએ હસતે જાઈએ જેવા તકિયાકલામ બોલતાં બોલતાં ખૂબ માહિતિ આપી. બસ વૃંદાવન પહોંચી એવો ગાઈડ કહે કે અહીં પાંચ હજારથી વધુ મંદિરો છે (આ વાત તેણે કલાકમાં નહીંતોય પંદરેક વાર કરી હશે …. આ આખો ફકરો) અહીંની ગલીઓ ખૂબ ભૂલામણી છે એટલે સાથે ચાલશો, આપને હું સમયના અભાવે ફક્ત રાધા કૃષ્ણનું મુખ્ય મંદિર બતાવીશ. કારણકે અહીં રાધા કૃષ્ણના પાંચ હજારથી વધુ મંદિરો છે…… આખા ગૃપે ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં એક અંડર કન્સ્ટ્રક્શન ઈમારત બતાવીને કહે કે આ મીનારો મહારાણા પ્રતાપે બનાવડાવ્યો હતો જે સાત માળનો હતો ને તેના પર દીવડાઓ થતાં જે છેક દિલ્હી થી દેખાતાં […]