Daily Archives: December 22, 2008


બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ) 3

હવે હું મૂકી રહ્યો છું દિલ્હી દર્શન તથા મથુરા આગરા યાત્રા દરમ્યાન જોયેલા અગત્યના સ્થળો અને કેટલાક વિશિષ્ટ અનુભવોની વિશદ માહિતિ. આ અંતર્ગત આજે બહાઈ ઉપાસના મંદિર કે લોટસ ટેમ્પલ તરીકે જાણીતા થયેલા મંદિર વિશે મારા અનુભવો અને જાણકારી. હે પ્રભુ! એવુ વરદાન આપો કે એક્તાની જ્યોત આખીય પૃથ્વીને આપ્લવિત કરી લે અને “સામ્રાજ્ય પ્રભુનું છે” એ ભાવ સમસ્ત જનમાનસ અને રાષ્ટ્રોના લલાટ પર અંકિત થઈ જાય. – બહાઉલ્લાહ ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે. બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે […]