નર્મદે અગણિત તુજ ઉપકાર 2


નર્મદે ! અગણિત તુજ ઉપકાર

અમરકંટકે જન્મી નીસરી સાતપુડાની ધાર

વિંધ્ય ચરણ પખાળી મળતી ભૃગુકચ્છને દ્વાર

નંદનવન ધરતીમાતા બનતી તું જ્યાં વહેતી

ભૂમિપુત્રની ઝોળી તું તો ભરતી અપરંપાર

પાપ પુણ્ય સરભર કરવા જો ગંગાસ્નાન કરાતું

તારું દર્શન પૂરતું માની ઉમટ્યાં નર નાર

કર્યો સર્વ ખંડિત મુંઝવી ગંગ, જટાની મધ્યે

વિસ્થાપિત શૂલપાણેશ્વર થઈ દીધો તુજને માર્ગ

સર્જાયા વર્તુળ ડિવિઝન, નિગમ, કમિશન ઝાઝાં,

શુષ્ક ખંડના નવસર્જનમાં હવે કેટલી વાર?

નર્મદે અગણિત તુજ ઉપકાર

શ્રી ચંદ્રશેખર પંડ્યા,

નિયામક, ગુજરાત ઈકોલોજી કમિશન

(સૃષ્ટિ સામયિક, અંક ૪૫માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “નર્મદે અગણિત તુજ ઉપકાર