હરિદ્વારથી ગઢવાલ, મસૂરી અને દહેરાદૂન – II 4
મસૂરી જવા માટે સવારે ૯ વાગ્યાની અમારી બસ હતી. સવારે ચા નાસ્તો કરી બસમાં ગોઠવાયા. સૌથી પહેલા દહેરાદૂન જવા નીકળ્યા અને ત્યાં રસ્તામાં આવતા પ્રકાશેશ્ર્વર મહાદેવના મંદિરે ગયા. ત્યાંની ખાસીયત છે કે ત્યાં કોઇ પણ પ્રકારની દાન દક્ષીણા લેવામાં આવતી નથી અને તમે સામેથી કઈ પણ આપવાની કોશીશ કરો તો ત્યાંના લોકો તમને હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી મૂકે છે. મંદિરમાં તમને ગરમ નાસ્તો, સફરજન અને ચા પ્રસાદ આપવામા આવે છે. ત્યાં મંદિરની બહાર આઈસક્રીમની દૂકાન છે જે મંદિરના ટ્ર્સ્ટ તરફથી ચલાવવામાં આવે છે, ત્યાંથી તમને આઇસક્રીમ ૪૦% ડીસ્કાઉટ્માં મળે છે. ત્યાં અમે પણ આઈસક્રીમનો લાહવો લીધો. પછી અમે મસૂરી જવા માટે નીકળ્યા, રસ્તામાં દહેરાદૂન માર્ક્રેટ્, સાઇટ સીન જોયા બસના ગાઇડે અમને મસૂરીનો રસ્તો બતાવતા કહ્યુ કે આ રસ્તાને સ્નેકરોડ કહેવાય છે, તે રસ્તાને ઊપરથી જોતાં સાપ જેવો દેખાય છે, ખીણ દેખાય છે. સાઈટ સીન જોતા જોતા અમે મસૂરી લેક પહોંચ્યાં ત્યાં તળાવમાં બોટીંગ થતુ હતુ અને ત્યાં ગઢવાલના પારંપારિક કપડાં મળતા હતાં જે પહેરી ફોટા પડાવવાથી મસૂરી ની યાદો તમે તમારી સાથે રાખી શકો . અમે ફોટા પડાવ્યા અને બોટીંગની પણ મોજ માણી . ત્યાર પછી અમે મસૂરી માર્કેટ ફર્યા, જમ્યાં, એક સરસ ઉંચી ટેકરી પરથી હિમાલયના દર્શન કર્યા અને કેમ્પ્ટીફોલ્સ તરફ જવા આગળ વધ્યાં. પહાડમાં દરીયાની સપાટીથી ૬૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલા આ ધોધ ખૂબ સુંદર છે, પહાડમાં ઉપરથી પાણીનો ધોધ પડે છે, અને સર્પાકાર રસ્તાથી તેનો ખૂબ સરસ દેખાવ તેની મૂળ ખાસીયત છે. ફોટોગ્રાફી કર્યા પછી અને ગરમાગરમ ચણા ખાધાં પછી ત્યાંથી પાછા નીકળ્યા, મોડી સાંજ થઈ ગઈ હતી, એટલે હરિદ્વાર જતાં મોડી રાત થઈ જવાની હતી એટલે રસ્તામાં એક ઢાબે જમ્યા. પહાડોમાં ઉલટીઓની પરંપરા કર્યા પછી અમારા ગૃપનાં બધાં […]