મુંબઈ મેરી જાન – હવે શું?


મુંબઈ આતંકવાદી હુમલાઓને દિવસો પર દિવસો જઈ રહ્યા છે. આપણે તેમાં શહીદ થયેલા ભારતના સાચા તારલાઓને, ભારતના સાચા સપૂતોને શ્રધ્ધાંજલી આપી ચૂક્યા છીએ. પણ હવે શું? તેમની કુરબાની પરથી આપણે શું શીખ્યા? તેમની કુરબાનીની આપણે શું કદર કરી? આપણે ઉપકારને ભૂલી જનારા લોકો છીએ, ગેંડા જેવી ચામડી વાળા આપણે ( જેમાં હું પણ છું) કઈ રીતે સાબિત કરીશું કે આપણે ખરેખર તેમનો ઉપકાર માનીએ છીએ. ઈનફ ઈઝ ઈનફના પોસ્ટર લઈને રેલી કાઢીને કે હ્યુમન ચેઈન બનાવીને આ થઈ શક્શે?

આપણે નફ્ફટ અને નપુંસક લોકો છીએ. કોઈક આવીને આપણા જ ઘરમાં આપણા જ લોકોને મારીને, આપણા જ અસ્તિત્વને હચમચાવીને જાય છે અને આપણે તે પછી થોડાક દિવસ ફુરસદે તેમને યાદ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. એક નહીં અનેક વખત આપણે આમ કરી ચૂક્યા છીએ. આપણે સિસ્ટમને ગાળો ભાંડીએ છીએ, રાજકારણીઓને બન્ચ ઓફ બાસ્ટર્ડ્સ કહીએ છીએ, શહીદો માટે બે મિનિટનું મૌન પાળીએ છીએ અને પછી પાછા કામે ચડી જઈએ છીએ. થોડાક દેશભક્તિના ગીતો યાદ કરીએ છીએ અને બસ ? આ જ આપણી દેશભક્તિ?

મુંબઈને આપણે ગમે તેવા હુમલાઓ, ગમે તેવી આપત્તિઓ પછી પૂર્વવત થઈ જતી નગરી કહીએ છીએ, કે આપણે મુંબઈને ગાળ આપીએ છીએ, મુંબઈ પૂર્વવત થઈ જતી નથી અમુક લોકો એવા રહી જાય છે જેમના માટે બધું પહેલા જેવું રહી જતું નથી. શું તે મુંબઈ નથી? મુંબઈ જ કેમ, અમદાવાદ, દિલ્હી, કે ભારતનું એક પણ નાનામાં નાનું નગર કેમ ન હોય …… પૂર્વવત કાંઈ રહેતું નથી. બસ જેમણે પોતાના ખોયા હોય એ જ યાદ રાખે છે બાકી આપણે પાંચ દિવસ તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ભૂલી જઈએ છીએ.

આપણા સાચા તારલાઓ આ લોકો છે, એ પોલીસ જવાન જેણે મુંબઈ છત્રપતિ શિવાજી સ્ટેશન પર આતંકવાદીની ગોળી મુસાફરોને બચાવવા પોતાના પર લઈ લીધી, શું તેને પોતાના પરિવાર, પોતાની ત્રણ પુત્રીઓની ચિંતા નહોતી? પોતાની અંગત જરૂરતો સામે તેણે દેશને, ફરજને મૂકી, તાજ હોટલ કે ઓબરોયનો સ્ટાફ જેમણે ભાગવાના બદલે હોટલમાં આવેલા વિદેશી મુસાફરોની મદદ કરી, એ નેવી કમાન્ડો જેમણે જીવસટોસટનો ખેલ ખેલી આતંકવાદીઓનું ઢીમ ઢાળ્યુ, અને એ પણ કેટલો લાંબો સમય લડીને …. નિર્દોષો વીંધાઈ ન જાય એ ધ્યાન રાખીને, ધીરજથી, મક્કમતાથી, હિંમતથી. ક્યારેય આ તારલાઓને આપણે એવી ખાત્રી આપી શકીશું કે હવે આપણે આવી કોઈ પણ ધટના વખતે દરેક રીતે તેમની સાથે છીએ, કે પછી આપણે આપણા ઘરમાં આવી મુસીબત આવે તેની રાહ જોઈશું. શું ભારત આપણું ધર નથી? તો આપણા ઘરમાં ઘૂસણખોરી કરી આપણા લોકોને મારનારને આપણે કેમ છોડી શકીએ?

હવે સમય છે, હવે મોકો છે, જવાબ આપો, સિસ્ટમ અને રાજકારણ એક સાથે જો ચાલે તો આ મુસીબત કાયમ માટે મિટાવી શકાય. જે એક આતંકવાદી પકડાયો છે તે, અફઝલ જેવાને જાહેરમાં ફાંસી આપો અને બધી ન્યૂઝ ચેનલોને તેનું લાઈવ કવરેજ કરવા દો. જો એક નિર્દોષના મૃત્યુનો તમાશો તમે લાઈવ જોઈ શક્તા હોવ તો આ તો થવું જ જોઈએ. પ્લીઝ ભારત, હવે સમય છે …. હવે નહીં તો ક્યારે?


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “મુંબઈ મેરી જાન – હવે શું?

  • Prabhulal Bharadia

    A very true and patriotic,but alas! What is said is gone in Mumbai Gutters!!!Nobody heed or take notice any of this expression of pain and grief,we all shed corcodile tears,weep like a widow,it was just like ‘SAMSAN VERAGYA’to all we ‘HIJADAS’!!!! We all are indulged in our day to day life,watching immoral TV serials,our politicians are crooked and thich skin ‘GENDAS’.Our media does not serve any true welfbeing to the people,only sensational,without any purpose, commentries on repeating same talks and scenes for hours and hours o
    n their TV channels,our society need drastic change,we only people can bring with that change, movements like THAI people brought down the government,can we do it? I am sure that will happen,but only after another lesson from Mumbai like terror attack may be more,who knows?
    Prabhulal Bharadia

  • Bhumit Shah

    I agree with all of you and We all agree that we should take some action Not just discussion……So let us decide what shall be our next step to prevent……Otherwise this article will also become just written text nothing else…….and we all will forget after few hours ………….

  • RAMESH K. MEHTA

    ENOUGH IS ENOUGH IS NOT ENOUGH
    TO WRITE ON A PAPER IS NOT A SOLUTION.
    WE MUST TAKE SEVERE ACTION AGAINST TERRORIST.
    WE HAVE CONCERN ONLY WITH THE RESULT.IT IS OUR
    DUTY TO FIND OUT OUR NEW LEADER LIKE SARDAR PATEL
    WHO CAN CONTROLL OUR POLITISIAN OR FIND OUT NEW
    YOUNG EDUCATED & DEDICATED POLITISIANS WHO ARE MR.CLEAN. VOTE 90% IN ELECTION SO AS TO FIND OUT WRITE LEADER.WE MUST PROVIDE LATEST VAPONS
    TO OUR SOLDIER AND POLICE STAFF.

  • hemant doshi

    it very true but when man like ram jatamalani who save kasab for money it time to take hard action agasit terrorist without delay.
    hemant doshi at mumbai

  • jhsoni

    Shi Jigneshbhai
    I have read your Mumbai Meri Jan, Heva Shoo?
    Actual fact you have given in this artical.Your each sentence is reality no doubt.Here is my example: My mother & I have experiance the reality of Shahid family actual difiiculty you have given in the article Heva pachi shu?. My younger brother Captain (IC42063)in 62, Field Regiment(Artillary)has secrified his life at 24 years age at our most difficult battle field ” Siacin Glaciers” Leh Ladakh on 12 th feb 1987 in Meghdoot Operation against Pakistan. My mother has given application to Gujarat state irrigation department(Gujarat Water Resources Corporation ) rgarding difficulties she suffering in Oct 2008. Just like your world in article no officer has taken pain to answer the problems. Solution of problems is far away just like Himalaya…..Jera Yad Kero Jurbani is nothing but decepation with Motherland,intrigue.. I hope this thing may not happen with wife, widow & femaly member of Bombay Terrorist attack after 5, 10 or 15 years when they really need help…
    Thks for article
    JHSONI 36, Datt Society, Paldi,Ahmedabad-7