હરિદ્વારથી ગઢવાલ, મસૂરી અને દહેરાદૂન – II 4


મસૂરી જવા માટે સવારે ૯ વાગ્યાની અમારી બસ હતી. સવારે ચા નાસ્તો કરી બસમાં ગોઠવાયા. સૌથી પહેલા દહેરાદૂન જવા નીકળ્યા અને ત્યાં રસ્તામાં આવતા પ્રકાશેશ્ર્વર મહાદેવના મંદિરે ગયા. ત્યાંની ખાસીયત છે કે ત્યાં કોઇ પણ પ્રકારની દાન દક્ષીણા લેવામાં આવતી નથી અને તમે સામેથી કઈ પણ આપવાની કોશીશ કરો તો ત્યાંના લોકો તમને હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી મૂકે છે. મંદિરમાં તમને ગરમ નાસ્તો, સફરજન અને ચા પ્રસાદ આપવામા આવે છે. ત્યાં મંદિરની બહાર આઈસક્રીમની દૂકાન છે જે મંદિરના ટ્ર્સ્ટ તરફથી ચલાવવામાં આવે છે, ત્યાંથી તમને આઇસક્રીમ ૪૦% ડીસ્કાઉટ્માં મળે છે. ત્યાં અમે પણ આઈસક્રીમનો લાહવો લીધો.

Himalaya from Masuriપછી અમે મસૂરી જવા માટે નીકળ્યા, રસ્તામાં દહેરાદૂન માર્ક્રેટ્, સાઇટ સીન જોયા બસના ગાઇડે અમને મસૂરીનો રસ્તો બતાવતા કહ્યુ કે આ રસ્તાને સ્નેકરોડ કહેવાય છે, તે રસ્તાને  ઊપરથી જોતાં સાપ જેવો દેખાય છે, ખીણ દેખાય છે. સાઈટ સીન જોતા જોતા અમે મસૂરી લેક પહોંચ્યાં ત્યાં તળાવમાં બોટીંગ થતુ હતુ અને ત્યાં ગઢવાલના પારંપારિક કપડાં મળતા હતાં જે પહેરી  ફોટા પડાવવાથી મસૂરી ની યાદો તમે તમારી સાથે રાખી શકો . અમે ફોટા પડાવ્યા અને બોટીંગની પણ મોજ માણી . ત્યાર પછી  અમે મસૂરી માર્કેટ ફર્યા, જમ્યાં, એક સરસ ઉંચી ટેકરી પરથી હિમાલયના દર્શન કર્યા અને કેમ્પ્ટીફોલ્સ તરફ જવા આગળ વધ્યાં.

Me and Gadhwali Dressપહાડમાં દરીયાની સપાટીથી ૬૫૦૦ ફીટ ઉંચાઈએ આવેલા આ ધોધ ખૂબ સુંદર છે, પહાડમાં ઉપરથી પાણીનો ધોધ પડે છે, અને સર્પાકાર રસ્તાથી તેનો ખૂબ સરસ દેખાવ તેની મૂળ ખાસીયત છે. ફોટોગ્રાફી કર્યા પછી અને ગરમાગરમ ચણા ખાધાં પછી ત્યાંથી પાછા નીકળ્યા, મોડી સાંજ થઈ ગઈ હતી, એટલે હરિદ્વાર જતાં મોડી રાત થઈ જવાની હતી એટલે રસ્તામાં એક ઢાબે જમ્યા. પહાડોમાં ઉલટીઓની પરંપરા કર્યા પછી અમારા ગૃપનાં બધાં મહિલા સભ્યો સપાટ રસ્તો શરૂ થતાં જ બસમાં ઘસઘસાટ સૂઈ ગયાં. હરિદ્વાર ખૂબ મોડા પહોચ્યા અને બીજા દિવસે મોડા ઉઠ્યા, સવારે હરિદ્વારના બજારોમાં ખરીદી માટે ફર્યાં. ગંગાસ્નાન કર્યું અને ત્યાંજ પૂજા કરી. બપોરે કનખલ તરફ હરિદ્વારથી ૨૨ કીમી આવેલા શ્રી રામદેવજીના આશ્રમે જવા નીકળ્યા, પતંજલિ યોગપીઠ અને તેની સાથે The Ganges from Mountainsઆવેલી અદ્યતન આયુર્વેદિક હોસ્પીટલ ખૂબ ધ્યાન ખેંચે એવી છે. અહીંનો ખૂબ સ્વચ્છ ખોરાક, યાદગાર લસ્સી, દરેક અસાધ્ય રોગોના યોગસાધના અને આયુર્વેદ દ્વારા ઈલાજની સગવડ જેનો ફાયદો વિદેશીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉઠાવતા જોવા મળ્યા, આખાંય પરિસરની સ્વચ્છતા અને વ્યવસ્થિતતા ઉડીને આંખે વળગે તેવી છે. અહીંથી પાછા વળતાં રસ્તે શનિદેવનું અતિ પ્રાચીન મંદીર જોયું, અહીં પૂજા કરી, દર્શન કરી પાછા હરિદ્વાર તરફ ચાલ્યા અને બીજા દિવસે સવારે દિલ્હી તરફ જવાનું હતું એટલે જ્યાં રોકાયા હતાં ત્યાં હિસાબ પૂરો કર્યો, ગંગાની અંતિમ આરતી કરી અને ભાવભર્યા મને અને અનિચ્છાએ વહેલી સવારે જનશતાબ્દિમાં હરિદ્વારથી દિલ્હી જવા નીકળ્યા.

દિલ્હીમાં પુરાની દિલ્હીથી ગુજરાતી સમાજ સામાન અને મહિલાઓને કારમાં મોકલ્યા અને અમે મેટ્રોની સવારી કરવા નીકળ્યા. અત્યંત ચુસ્ત અને કડક સિક્યુરીટી ચેકીંગ વચ્ચે ખબર પડી કે દિલ્હી રેડ એલર્ટ પર છે. ટ્રેનમાં પણ દરેક દરવાજા પાસે એક મશીનગન સાથેના કમાન્ડો જોવા મળ્યા, એવુંજ સ્ટેશન પર પણ હતું. પણ લાગે કે જાણે વિદેશના કોઈ સ્ટેશનપર હોઈએ. જેવી સ્વચ્છતા એવીજ વ્યવસ્થિતતા અને શિસ્ત. ખૂબ મજા પડી. ઓફ સીઝન હોવાના લીધે તરત રૂમ મળી ગયા અને અમે ત્યાંથી લાલકિલ્લો અને ગાંધીજીની સમાધિ જોવા નીકળ્યા રાજઘાટ પર કોઈ રાજકીય હલચલ ન હોવાના લીધે ગાંધીજી સાથે થોડોક સમય વીતાવવા મળ્યો. વિદેશીઓની પણ આ જગ્યા પ્રત્યેનો અહોભાવ અને આદર જોઈ ગર્વ થયો. અને સાથે આપણો તેમના તરફનો અ-ભાવ જોઈ દુઃખ પણ થયું. હવે આપણે તેમના સિધ્ધાંતોને તોડી મરોડી આપણી જરુરતો પ્રમાણે ગોઠવીને વાપરીએ છીએ, ખાસ કરી રાજકારણીઓ જેમને ગાંધીજીનો લેશમાત્ર આદર નથી. મોડી સાંજે ચાલતા ફરતા પાછા ગુજરાતી સમાજ આવ્યા, બીજે દિવસે દિલ્હી દર્શન કરવાની વ્યવસ્થા રૂપે બસમાં બુકીંગ કરાવી જમીને સૂઈ ગયા.A scene from Dehradun


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “હરિદ્વારથી ગઢવાલ, મસૂરી અને દહેરાદૂન – II