ખરાબ લોકો; સારા લોકો – આર્ટ બુકવોલ્ડ 3


થોડા દિવસ પર હું મારા દીકરાને સિનેમામાં લઈ ગયેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઓએ કેદ પકડેલા મિત્રરાજ્યોના ખલાસીઓની કંઈક વાત એ ફિલ્મમાં આવતી હતી. ઘેર પાછા ફરતી વખતે વાટમાં પુત્રે મને કહ્યું, “પેલા ખલાસીઓને આવી રીતે ત્રાસ આપતાં હતા તે જાપાનીઓ બહુ ખરાબ લોકો હતા – નહીં?”

“હા” મેં કહ્યું, “પણ હવે એ લોકો ખરાબ નથી, કારણ કે હવે તે એવું કરતા નથી.

એકાદ મિનિટ તે વિશે વિચાર કરીને એ બોલ્યો, “એવું બધું નઠારું કામ એ લોકો શીદને કરતા હતા?”

“કદાચ તે વખતે એમને ખબર નહીં હોય કે એ નઠારું કામ કરી રહ્યા હશે.”

“તો કોઈએ એમને કહ્યું કેમ નહીં?”

“આપણે કહેવાની કોશિશ તો કરી હતી” હું બોલ્યો, “પણ એ સાંભળે જ નહીં.”

“…જર્મનો બહુ ખરાબ છે – નહીં? પેલી કેદ છાવણી વિશેની ફિલ્મ આપણે જોયેલી, તે યાદ છે ને!”

“એ લોકો ખરાબ હતા.” મેં કહ્યું, “પણ હવે સારા છે.”

“હવે એ જુદા જ લોકો થઈ ગયા છે?” એને જાણવું હતું.

“ના; છે તો એ ના એ જ લોકો, મોટા ભાગના લોકો તો એના એ જ છે, લડાઈ પૂરી થઈ જાય ને પછી ખરાબ લોકોએ જે કહ્યું હોય તે ભૂલી જવાનું; ન ભૂલીએ તો વળી પાછી નવી લડાઈ થાય.”

શૂન્ય નજરે તે મારી સામે જોઈ રહ્યો.

“લડાઈમાં તમે કોઈ રશિયનને મારેલો ખરો?” એને એ જાણવાની ઈચ્છા થઈ.

“ના, કારણ કે લડાઈમાં તો તે આપણી પડખે હતાં.”

“પણ જો લડાઈ વખતે તે સારા લોકો હતા, ને ખરાબ લોકોને મારી નાખતા હતા તો હવે એ લોકો ખરાબ કેમ થઈ ગયા છે?”

“હવે એ લોકો ખરાબ થઈ ગયા નથી, મોટા ભાગના રશિયનો તો સારા જ છે. પણ એમના નેતાઓ જે કરે છે તેની સાથે આપણે સંમત નથી થતાં, અને એ લોકો આપણી સાથે સંમત થતા નથી એટલે જ આ બધી ભાંજગડ ઊભી થઈ એ, સમજ્યો?”

એણે કહ્યું, “ના”

“થયું ત્યારે-” હું બોલ્યો, “આટલા બધા મૂરખાઈ ભરેલા સવાલ પૂછનારો છોકરો તો મેં કોઈ દી’ જોયો નથી !”

– આર્ટ બુકવોલ્ડ

બિલિપત્ર

Then all is still, earth is wintry cold
But Spring wind, like a dancing Psalterest, passes
Over its breast to awaken it
Above birds fly in merry flocks, the lark
Soars up and up, shivering for very joy
Afar the ocean sleeps
– Robert Browning


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ખરાબ લોકો; સારા લોકો – આર્ટ બુકવોલ્ડ

  • ashvin desai

    કેત્લિ મોતિ વાત પન કેતલિ સરલતાથિ કહેવઐ શકે તેનો નમુનો એત્લે આ અર્થપુર્ન સમ્વાદ .
    દરેક સાહિત્ય – સર્જકોને સરસ તિપ આપિ શકે એવો પિસ મુકવા માતે દિલિ ધન્યવાદ .
    અશ્વિન દેસાઈ , ઓસ્ત્રેલિયા