ઝેન – જીવન જીવવાની એક અદભુત કળા.. – સં. જીજ્ઞેશ અધ્યારૂ 16


પાછલા દિવસોમાં ઝેન જીવનપદ્ધતિ વિશે ઘણું વાંચવા મળ્યું, નકારાત્મક વિચારો અને દ્રષ્ટિકોણને દૂર હટાવીને સંતોષ મેળવવાનો અચૂક માર્ગ એટલે ઝેન, ઝેન એ હવે કોઈ ધર્મ કે ધર્મની શાખાવિશેષ રહી નથી પણ સહજ જીવન જીવવાનો તથા સ્વને ખોજવાનો – સમજવાનો એક અનોખો માર્ગ બની રહે છે. ઝેન વિશે વધુ જાણવા સમજવાનો પ્રયત્ન શરુ કર્યો છે અને પરિપાક રૂપે વિચારપ્રવાહને એક નવો માર્ગ મળ્યો. નેટ પરના ઉપલબ્ધ સાહિત્યમાંથી, પુસ્તકોમાંથી અને ઝેન વિશે જાણનારાઓ સાથેના ઈ-મેલ સંપર્ક દ્વારા – એમ વિવિધ સ્ત્રોતો દ્વારા જે એકત્રિત થયું એ સઘળું આપ સર્વે સાથે વહેંચવાની આજથી શરૂઆત કરી રહ્યો છું. આ શ્રેણી ‘સ્વાન્તઃ સુખાય’ હેતુથી લખાઈ રહી હોવા છતાં સર્વેને ઉપયોગી બની રહેશે એવી અપેક્ષા છે.

મૂળભૂત પ્રશ્ન જે ઝેન શબ્દની સાથે જ ઉદભવે છે – ઝેન એટલે શું?

ચાઈનીઝ મૂળના શબ્દ ‘ચાન’ નો જાપાની ઉચ્ચાર એટલે ‘ઝેન’ – પણ આ ચાઈનીઝ શબ્દ મૂળે ભારતીય એવા ‘ધ્યાન’ પરથી આવ્યો હોવાનું મનાય છે. ધ્યાનનો અર્થ થાય છે કોઈ એક ભાવમાં એકાકાર થઈને અંતર તરફ એકાગ્ર થવું, સ્વ તરફની યાત્રા એટલે ધ્યાન – ઝેનનો અર્થ પણ કાંઈક આવો જ થાય છે. ઝેન પંદરેક સદી પહેલા ચીનમાં થઈ ગયેલા મહાયાન બૌદ્ધ પંથની એક શાખા હોવાનું માનવામાં આવે છે.

મૂળે રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમે જીવનની, માનવસંબંધો તથા ધર્મની ક્ષણભંગુરતાને અનુભવી અને સાચા ધર્મની તથા પરમ શાંતિની ખોજ કરવા રાજ્ય અને કુટૂંબ વગેરેનો ત્યાગ કર્યો, સ્વની ખોજ આદરી. લાંબા સમયના ગહન ધ્યાન તથા આંતરીક ખોજને અંતે તેઓ ‘બુદ્ધ’ અવસ્થાને પામ્યા, તેમના અનુયાયીઓ તથા સમગ્ર માનવજાતને દોરવણી આપવાના હેતુથી તેમણે કેટલાક સિદ્ધાંતો સ્થાપિત કર્યા, હિંદુ ધર્મના નકારાત્મક એવા અશ્પૃશ્યતાના દૂષણને દૂર કર્યો, કેટલીક ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોવાને લીધે બુદ્ધ ધર્મ ખૂબ પ્રસાર પામ્યો. બુદ્ધના નિર્વાણ બાદ તેમના ઉપદેશો અને પ્રસ્થાપિત સિદ્ધાંતોના ભિન્ન ભિન્ન અર્થો તારવવાને લીધે ધર્મ બે મુખ્ય શાખાઓમાં વહેંચાયો અને વિસ્તર્યો. આ બે શાખાઓ હતી થેરાવડા અને મહાયાન.

થેરાવડા શબ્દ મૂળે સંસ્કૃતના ‘સ્થવિરવાદ’ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે જ્ઞાનીઓની વાણી. બુદ્ધના મૂળ સિદ્ધાંતોની સૌથી વધુ નજીક આ પંથ હોવાનું મનાય છે. મહાયાન નો અર્થ થાય છે ‘મહાન વાહન’. બૌદ્ધ ધર્મની દીક્ષા લીધેલ સાધુઓના સંઘ પૂર્વમાં પહોંચ્યા અને બુદ્ધના સિદ્ધાંતોને તેમણે સમગ્ર એશિયામાં પ્રસરાવ્યા. પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મની જે શાખા ખૂબ પ્રચલિત બની એ હતી મહાયાન અને તેના જ અનેક સાધના પ્રકારોમાંનો એક પ્રકાર એટલે ઝેન.

આ રીતે ઝેનનો ઈતિહાસ છેક બુદ્ધ સુધી જાય છે, જેમણે અશાબ્દિક રીતે એ તેમના મુખ્ય શિષ્ય મહાકશ્યપને શીખવી હોવાનું મનાય છે. બુદ્ધના મૃત્યુ પછી મહાકશ્પયે સંઘના સંચાલનનો દોર સંભાળ્યો અને એ પછી ઝેન તેમના અઠ્યાવીસ શિષ્યોમાં ઉતરતી રહી, જે અંતે બોધિધર્મ સુધી પહોંચી. બોધિધર્મએ ઝેન પદ્ધતિને તેના વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડી. તેઓ બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે ચીન સુધી પહોંચ્યા અને ત્યાં સ્થાયી થયા. ચીનમાં તેમણે અનેક શિષ્યો બનાવ્યા જેમાં હ્યુઈ કો તેમના મુખ્ય અનુયાયી બન્યા. ઝેન ત્યાર પછી તેમના છ ચાઈનીઝ શિષ્યો મારફત હ્યુઈ નેંગ સુધી પહોંચી, ત્યાર બાદ તેનો ખૂબ જ વિસ્તાર – પ્રચાર – પ્રસાર થયો. આમ આજના ઝેનના મૂળીયા બોધીધર્મા અને સ્વયં ગૌતમ બુદ્ધ સુધી પહોંચે છે.

ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રસારને લીધે મૂળે પાલીમાં લખાયેલ ગ્રંથોના ચાઈનીઝ ભાષામાં અનુવાદો થયા, ચીનના જીવનની માન્યતાઓ અને જીવનપદ્ધતિ બૌદ્ધ ધર્મના આ સિદ્ધાંતો સાથે વણાતા ગયા, આ જોડાણને લીધે ગ્રંથો, મંત્રો, ચિંતનાત્મક ચર્ચાઓ અને લેખોના મહત્વ કરતાં ધ્યાન અને ઉપાસનાની પદ્ધતિઓનું મહત્વ વધ્યું. ચીનમાંથી આ પદ્ધતિ જાપાન, કોરીયા, વિયેતનામ અને સમગ્ર પૂર્વોત્તર એશિયામાં પ્રસરી. ઝેનનો વ્યાપ આજે પશ્ચિમમાં પણ ખૂબ વધ્યો છે, અને સ્વ ખોજની એક પદ્ધતિ તરીકે લખાણો અને ગ્રંથોના અવલંબનને બદલે પ્રાયોગીક ક્રિયાઓ પરના તેના ભારને લીધે તે ખૂબ વિસ્તરી રહેલી ધ્યાન પદ્ધતિ છે.

જાપાનમાં આજે મુખ્યત્વે બૌદ્ધ ઝેન પંથના ત્રણ મુખ્ય ભાગ છે, સોટો, રીન્ઝાઈ અને ઑબાકુ, આ સિવાયના અનેક નાના પંથ પણ ખરાં. ગઈ સદીમાં ઘણાં સોટો અને રીન્ઝાઈ સાધુઓ પશ્ચિમમાં ગયા અને ત્યાં પોતપોતાની શાખાઓનું અને બૃહદપણે ઝેન વિશેનું પશ્ચિમના લોકોનું જ્ઞાન વધાર્યું. આ બધામાં સૌથી વધુ અસરકારક કાર્ય સેન્બો ક્યોડન (Sanbō Kyōda) ૧૯૫૪માં શરૂ થઈ જે સોટો અને રીન્ઝાઈ બંનેના મુખ્ય ગુણો ધરાવે છે. તેની સ્થાપના બૌદ્ધ આશ્રમો અને ઋષિઓ સાથે સંપર્ક ધરાવતા નથી એવા સામાન્ય લોકોને ‘બેસીને થતા ધ્યાન’ નો વિગતે પરિચય અને પ્રશિક્ષણ આપવા માટે થઈ હતી. પશ્ચિમમાં ઝેન વિશેની જાણકારી અને પ્રસાર મહદંશે સેન્બો ક્યોડનને જ આભારી છે.

પશ્ચિમમાં ઝેન આજે ફક્ત ધ્યાનની એક પદ્ધતિ જ નથી, પરંતુ જીવનના દરેક પગલે માર્ગદર્શનનો સ્ત્રોત છે. ઝેન ભોજન, ઝેન જીવનપદ્ધતિ, ઝેન મેનેજમેન્ટ, ઝેન વ્યાપાર જેવી જીવનોપયોગી અનેક ક્ષેત્રોમાં ઝેન સિદ્ધાંત માર્ગદર્શક બની રહ્યા છે. એ વિશે વધુ જાણકારી ક્રમશઃ

– સંકલન – જીજ્ઞેશ અધ્યારૂ

બિલીપત્ર

ઝેન બુદ્ધિઝમ એવી શાખા છે જ્યાં માન્યતાઓ હોવી જરૂરી નથી.
– ડેવિડ સિલ્વિયન


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ઝેન – જીવન જીવવાની એક અદભુત કળા.. – સં. જીજ્ઞેશ અધ્યારૂ

 • Jigar Mehta

  i like your article and even read again and feel good…. specially when you write that the same ZEN’s branch is involving with management, eating method, business etc my curiosity is more develop for further good words flow from your article….. hope you write very soon ….

  Jigar Mehta / Jaigishya

 • ashvin desai

  આ LEKH ANEK VAAR VAANCHAVO PADYO .
  KHAREKHAR ZEN VISHE VAACHAVAATHI
  EK VIDHATAA BHARYAA BIBZZDHAAL JIVANMAA
  MOTO ‘ RELIEF ‘ MALAVAANO EHASAAS THAYO .
  MANE , KONE KHABAR KEM PRATIBHAAV
  CHHAPATAA AAJE VIXEP PADE CHHE .
  ASHVIN DESAI AUSTRALIA

 • Dipak Dholakia

  સારી લેખમાળા શરુ કરી છે. ઝેન વાર્તાઓ પણ બહુ સારી હોય છે.ટૂંકી ને ટચ તેમ છતાં બહુ ગહન. એ આપશો તો વાચકોને આનંદ આવશે.

  એક વાર્તા મને યાદ આવે છેઃ “એક માણસ ખાડામાં પડી ગયો.’બચાવો, બચાવો’નેી બૂમો પાડવા લાગ્યો. બીજો માણસ આવ્યો. એ પણ ખાડામાં ઊતરેીને પેલા સાથે સૂઈ ગયો.” વાર્તા પૂરી. સાર. કોઈ તમને બચાવી ન શકે. બધા પડેલા છે. એ શું તમને ઉગારવાના? (એટલે કે કોઈ ગુરુ ન બની શકે. આપણે જાતે જ માર્ગ શોધવાનો છે).

  ‘થેરાવડા’ શબ્દ જરા તપાસી લેજો. Theravada સ્પેલિંગ પરથી લીધો હોય તો એ ‘થેરવાદ’ (સ્થવિરવાદ) છે. કોઈ જાણકારને મોંએ સાંભળ્યો હોય તો મને નવું જાણવા મળ્યું.

 • M.D.Gandhi, U.S.A.

  ઘણી સરસ માહિતી જાણવા મળી. ઘણી બધી વસ્તુઓ અને આચાર-વિચાર, ધર્મ, જ્ઞાન, લેખન, એવું ઘણું બધું છે કે જેનું મુળ ભારત છે, પણ પરદેશવાળાએ જાહેરાત કરીને પોતાને નામે કરી નાંખ્યું.

 • Deepak

  Hello Jigneshbhai

  I am addicted to Aksharnaad… similiarly someone find same from wine ,…etc.
  You shake me up everyday with variety of subjects and interetsts.
  I am in Auckland ; and do not read any newspaper daily but your blog.

  yes, Dhyan is not allocating the time sitting in Samadhi but an awareness, which warns you from inside ( Pragna chakshu or inner eye or sparks at right time ) , what is right or wrong for you in “real “you and “relative ” you.

  I would also recommend all the readers to visit the website http://www.zenhabits.net , which is really mind blowing ; and one will find solution to any problems whatsoever.

  Deepeksha

  • Jignesh Adhyaru Post author

   Hello Deepakbhai,

   Glad to know that you like aksharnaad. It is our pleasure to know views and get appreciation from the readers like you.

   Zenhabits is one of my favourite website and Leo is one of the writers I follow.

   I Will try and elaborate the zen philosophy and practices in detail in coming days in this series.

   Thanks and Regards.

 • લા'કાન્ત

  Though, as a “KHOJEE” I am interested in ” MEDITAION” …Recently, I had an opportunity to visit WELKNOWN ‘OSHO INTERNATIONAL CENTRE/ASHRAM’ at Pine,Maharashtra ,after many years,along with three others. I believe ,Osho has experimented and followed many a things in this field ” especially ” Z E N ” and one can explore innumerable possibilities…..IF INTERESTED. A Lot of RELEVANT LITERATURE IS AVAILABLE ON THEIR WEBSITES.Mostly you must be aware of this ,I believe.
  -La’Kant /

 • hansa rathore

  હુ નિયમિતપણે તમારા લેખ વાંચું છું, આ લેખથી ઝેન સમ્પ્રદાયની જાણકારી મળી, ધન્યવાદ. અક્ષરો વચ્ચે જે લંબ કોર આવે છે તેનાથી વાંચવામાં બહુ અડચણ ઉભી થાય છે , એનો કોઈ ઈલાજ ણ થી શકે? રસભંગ થાય છે ..

 • Hemal Vaishnav

  Dear Jignesh:
  After visiting your blog on regular basis for more than two years, I found yourself “AATMIYA” to me and thus further on taking liberty to remove suffix “Bhai”after your name. Rest assured it does not diminish respect towards you or especially your work.
  I was always curious about “zen” philosophy/ religion but never got to explore it, your series of article on this( yes, I hope there is more to come…), will help in fulfilling one more untouched wish.
  Thanks a lot.

  • Jignesh Adhyaru Post author

   પ્રિય હેમલભાઈ,

   It is my utter pleasure that through a website, I can become Aatmiya to an eminent reader like you. Its your right to call me without any suffix / prefix and frankly I don’t like any such extensions.

   I too, was always curious about zen and the way of living. In last few months, I had oppertunity to read some of the notable literature about zen and this article and the series (Yes, It will be. This is just a beginner’s guide to zen) is result of that reading.

   Thanks for giving aksharnaad a chance to grow with you.