Daily Archives: June 21, 2013


જેલવાસના અનુભવો.. – કાકા કાલેલકર 10

પાછલા આંગણાની દીવાલ પર દયાભાજન હોલાઓનું જોડું ઘણીવાર આવીને બેસતું. કહે છે કે તમામ પ્રાણીઓમાં હોલો અત્યંત નિષ્પાપ અને ભોળું જાનવર છે. આખો દિવસ ‘પ્રભુ-તુ’, ‘પ્રભુ-તુ’ એમ રટ્યા કરે છે. મહારાષ્ટ્રમાં હોલાને ‘કવડા’કહે છે. અહીંના અને ત્યાંના હોલાઓમાં નામભેદ છે એટલું જ નહીં પણ શબ્દભેદ પણ છે. મહારાષ્ટ્રના હોલા ‘પ્રભુ-તુ’ બોલતા નથી. તેમનો અવાજ લગભગ ‘કુટુર્ર’, ‘કુટુર્ર’, ‘કુટુર્ર’ એવો થાય છે. આ ઉપરથી ત્યાંના ગામડાંના લોકોએ એક લોકવાર્તા ઉપજાવી કાઢી છે: કવડો પહેલાં માણસ હતો. તેના ઘરમાં એક તેની સ્ત્રી અને સીતા કરીને એક તેની બહેન હતાં. એક દિવસ તેણે બહેનને અને સ્ત્રીને શેર શેર ડાંગર આપી કહ્યું, મને આના પૌંઆ બનાવી આપો….