Daily Archives: October 8, 2012


બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે 4

ભાષા અને બોલી સમયાંતરે અપડેટ થતા રહે છે અને તેનું જીભવગું ઉદાહરણ, ‘બોલવું’તું ને મોબાઈલ મળ્યો !’ દોડવું હોય અને ઢાળ મળે એ હવે ઢળેલી વાત થઈ ગઈ કહેવાય. ગાંધીજી પહેલાં ભારેખમ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવવામાં આવતો હતો. હવે ભારતીયો ગૌરવભેર હિંગ્લિશ, બિંગ્લિશ, પંજલિશ, તમલિશ બોલે છે. ચટણીના ચટાકાના રસિયા છીએ એટલે આપણને ‘ચટણીફાઈડ’ ઈંગ્લિશ વગર કેવી રીતે ચાલે? જેટલો હિંગ્લિશનો ચાહકવર્ગ છે એટલો જ વિશાળ વર્ગ તેનાથી મોં મચકોડનારાઓનો ચે એ પણ એટલી જ વિચિત્ર છતાં સાચી વાત છે. શેરબજારના કૌભાંડો તથા ભ્રષ્ટાચારની જેમ હિંગ્લિશની લોકપ્રિયતા અને લોકબોલિતા સર્વત્ર દ્રષ્ટિગોચર થાય તેનું કારણ તેનામાં રહેલું નાવિન્ય, તેની સરળતા, બુદ્ધિમત્તા અને ભારતીયતા છે. તેથી જ તો તે આપણે રવાડે ચડી ગઈ !