ઈદના દિવસે કપાઈ રહેલ બકરી વિશે… – હાર્દિક યાજ્ઞિક 17


અછાંદસ –

આજે હું સવારથી તરફરડતી હતી,
સહેજ અવાજ સાંભળુ ને ખૂણામાં લપાતી
થતુ હજી હમણા સુધી તો હું ઘરનો હિસ્સો હતી
હવે કોને ખબર પળ વાર પછી તો હું હતી ન હતી
રોજ નિશાળથી ઘરે આવીને એ મને થોડી વાર વ્હાલ કરતી
પણ હમણાનું તો એ મારી સાથે રમતી પણ ન હતી.
મારી જોડે બેસી સતત માથુ પંપાળવાની ભાઇને ટેવ હતી
એટલે મનેય થયા કરતું કે હુંય આ ઘરનો હિસ્સો હતી
આજે ભાઇ આવ્યા…
એમના હાથમાં મારુ ખાવાનું ન હતું…
હતો એક મોટો છરો…
ને પળવારમાં હું પીંખાઈ ગઈ…
હવે જન્નતમાં હું અલ્લાહને શોધું છું
મારે પૂછવું છે “જો દરેકમાં તું છે તો પછી કેમ..???”

– લી. બકરી ઈદે કપાઇ ગયેલ બકરી

કુરાનના બીજા સુરાની ૧૯૬મી આયતમાં બકરી ઈદ માટે પ્રયોજવામાં આવેલ શબ્દ એટલે ઈદ–ઉલ–અદા જેને આપણે બકરી ઈદ તરીકે ઓળખીએ છીએ.

અબ્રાહમના જે દિકરાને જીવાડવા માટે અલ્લાહે પાણીનો સ્ત્રોત બનાવેલ તે ઝમઝમનો કે હાજીરનો કુવો, અને હાજીર જ્યાં મૃત્યુ પામેલ ત્યાં અલ્લાહની હાજરીની અને એની અનુપમ દયા આપણી પર છે જ તેની સતત પ્રતીતી કરવા અબ્રાહમ અને એના દિકરા ઇસ્માલએ બનાવેલ પવિત્ર કાબા – એ સતત દેખાડે છે કે અલ્લાહમાં વિશ્વાસ રાખનારને તે મદદ કરે જ છે.

આ દરમ્યાન અબ્રાહમની પત્નીને જ્યારે શેતાન અલ્લાહનો આદેશ ન માનવા સતત સમજાવે છે ત્યારે અબ્રાહમ તે શેતાનને પથ્થર મારીને દૂર કરે છે જેની યાદમાં આજે પણ ત્યા શેતાનને પથ્થર મારવાની પ્રથા છે. ખરેખરતો એ આપણામાં રહેલા શેતાનને સમજણનો પથ્થર મારી ને દૂર કરવા સમજાવે છે પણ લોકો ફકત દેખીતું કામ જ કરે છે.

આજ અબ્રાહમની ફરી એક વાર અલ્લાહ પરીક્ષા લે છે અને તે માટે એ સ્વપ્નમાં આવી પોતાની સૌથી પ્યારી ચીજ એટલે કે એનો દિકરો ઈસ્માઇલ પોતાને આપી દેવાનો આદેશ આપે છે. અલ્લાહનો આદેશ પાળવાની ઇચ્છા બાપ પુત્ર સામે મૂકે છે અને ત્યારે એક શબ્દનો જન્મ થાય છે “ઇન્શાહ અલ્લાહ”.. દિકરો ઈસ્માઇલ જગતના દરેક ધર્મોના નિચોડ સમું આ વાક્ય બોલે છે કે ઉપરવાળાની ઈચ્છા માણસે સહ્રદય સ્વીકારવી જોઇએ.

અબ્રાહમ પોતાના દિકરાને સૌની સામે લાવી અલ્લાહની ઈચ્છાથી તેની પર તલવાર ચલાવે છે ત્યારે એક બાપ તરીકે પોતાના દિકરા પર તલવાર ચલાવતા અબ્રાહમ અનાયાસે જ આંખો બંધ કરી દે છે. જ્યારે અલ્લાહને તેનો આદેશ ફળીભૂત થયો છે એમ કહેવા તે આંખો ખોલે છે ત્યારે સામે એનો દિકરો જીવતો હોય છે. નીચેની તરફ એક ઘેટું મરેલ પડ્યું હોય છે.

અબ્રાહમના આ બલીદાનની યાદમાં  ઈદ-ઉલ-અદા ઉજવવામાં આવે છે પણ સાવ સાચો તર્ક છે ‘ઉપરવાળાને પોતાના પ્રાણથી પ્રિય વસ્તુ ને કોઇપણ મોહ વગર સમર્પિત કરવી’. બાકી હજારો વર્ષોથી થતી જીવ હત્યાથીતો અલ્લાહ પણ ખુશ નહી થતા હોય ! એક મૂંગા પ્રાણીને મારીને તેની જયાફત ઉડાડવી એ ઉપરવાળાનો આદેશ તો ન જ હોઇ શકે !

આવી જ પણ કંઇક જુદી વાત યાદ આવે છે કે જુનાગઢના રા’ ડિયાસના દીકરા રા’નવઘણને બચાવવા જતા દેવાયત નામના આહિરે પોતાના સગા દિકરાને રા’નવઘણ સાથે બદલીને તલવારના એક ઝાટકે મારી નાંખેલો અને એની મા આયરાણીને એ રા’નવઘણ છે એની ખાત્રી કરવા મૃત્યુ પામેલ દિકરાની આંખો પરથી ચાલીને નીકળી જવાનુ કહેવામાં આવેલું. દેશદાઝ માટે પોતાના દિકરાનુ બલીદાન તેમણે આપેલ જેની યાદગીરીરૂપે આજેય આહિર કોમની બહેનો કાળા અને લાલ કપડાં જ પહેરે છે, એ છોકરાનો શોક પાળે છે, વીસ વર્ષ પછી રા’નવઘણ ગાદીએ આવે ત્યારે એનો શોક મનાવનાર એ આહીર માતાની વાતને – એ બલિદાનને સદાય યાદ રાખવા, કોમની મૂળ ભાવનાને જીવતી રાખવા આજે પણ એ શોક યથાતથ મનાવાય છે. પણ ક્યાંય એ બલીદાનને યાદ કરીને બીજા બલીદાન થતા હોય તેવુ જાણવામાં આવ્યું નથી.

ઈસ્લામ દયા, શ્રદ્ધા અને માણસાઇના પાયા પર ટકેલ એક અદભુત ધર્મ છે. મુસ્લીમોની પોતાના ધર્મ પ્રત્યેની લાગણી બીજા કોઇપણ ધર્મ કરતા અનેક ગણી વધુ છે જે એક વખાણવા લાયક વાત છે. સાચા મુસ્લીમ પોતાના નબી એટલે કે ઉપરવાળાના આદેશથી પોતાની કમાણીનો અમુક ભાગ ‘જકાત’ સ્વરૂપે ગરીબોમાં વહેંચે છે. ગમે તેટલી વધુ કે ઓછી કમાણી કરતો મુસ્લીમ પણ આ રીતે પોતાની કમાણીનો ભાગ જરૂરીયાતમંદને પહોંચાડે છે જે સલામ કરવા જેવી વાત છે. ફક્ત સર્વસ્વના બલીદાનની ભાવનામાં મૂંગા પ્રાણીનું બલીદાન કંઇક સમજમાં ન આવે તેવી વાત છે.

ઈસ્લામ પ્રમાણે ‘માલીકે નસીબ” કે જે વ્યક્તિને પોસાય તે બલીદાનના ત્રણ ભાગ કરીને એક ભાગ કુટુંબ માટે, એક મિત્રો અને સગા-વ્હાલા માટે અને ત્રીજો ભાગ જરૂરીયાતમંદને આપે છે.

અલ્લાહે તો પોતાનુ સૌથી વ્હાલી વસ્તુ કે વ્યક્તિના બલીદાનનું સ્વપ્ન અબ્રાહમને આપેલું જેના પરિણામે ઈસ્માઇલનુ બલીદાન આપવાનું નક્કી કર્યું પણ હાલમાં થતી મૂંગા પ્રાણીઓનુ બલીદાન આપવાની એક પ્રથા થઈ ગઈ છે. બલીદાન કરનાર ખરેખર એક વાત હૈયે પૂછી જુએ કે શું ખરેખર આ બકરી કે ઘેટું મારી વ્હાલી કે મારુ સર્વસ્વ છે? શું એના જવાથી મને દુઃખ થશે?

આમ જુઓ તો હવે બલીદાન એ ઉત્સવ થઇ ગયો છે, ખરો મર્મ ક્યાંક ખોવાયો હોય તેમ નથી લાગતું?

શું આ બકરી ઈદના દિવસે પોતાની સૌથી મનગમતી વસ્તુને કોઇ ગરીબ જરૂરીયાતવાળી વ્યક્તિને મનમાં સહેજ પણ દુઃખ રાખ્યા વગર આપી દેવાથી બલીદાન નહી થાય? અલ્લાહ ખુશ નહીં થાય?

– હાર્દિક યાજ્ઞિક

પ્રસ્તુત લેખ દ્વારા અમારો ઈરાદો કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી, પણ એક વિચારને તરતો મૂકવાનો છે – શું આ બલિદાન ખરેખર યથાર્થ છે? શક્ય છે કે અમારૂં જ્ઞાન અલ્પ હોય અથવા તર્ક પાયાવિહોણા અથવા અવિચારી હોય, પરંતુ આ પ્રશ્નો એક સામાન્ય વિચારવંત નાગરીકના મનમાં ઉઠેલ છે, એનો યોગ્ય ઉત્તર મળે અથવા પ્રતિભાવ મળે તો ઘણું માર્ગદર્શન મળ્યું ગણાશે.


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “ઈદના દિવસે કપાઈ રહેલ બકરી વિશે… – હાર્દિક યાજ્ઞિક

  • SIDDHARAJSINH

    Mari Request E 6e ke Mare Mara E-MAIL Par Gujaratima Varta , Avnava Jokes , Gujarati – Hindi Gito , Comedy Photos Ane Biju Je Kai Pan Navu Aavatu Hoy Te Mara MAIL Par Joiye 6e.

    TO MANE ETLU KAM KARI AAPO TO AAPNO KHUB KHUB AABHARI THAISH.

    SIDDHARAJSINH

  • Ravi Patel

    જીવનમા જાતે વિચારવા વાળા લોકો બહુ જુજ હોય. બધા પર થોડી કે વધારે જન્મ સાથે મળૅલા ધર્મ ની અસર રહેવાની.દરેક યાત્રી ને પોતાનો રસ્તો મળે.અહિંસા ની સાથે સાથે ઘણું બધુ કરવુ ઘટે.

  • PRAFUL SHAH

    SHRADHA..MAY BE “HIS WORD IS FINAL”
    MUSLIMS HAVE FAITH IN ALLAH AND OBEY TO HIS WORD AND FOLLOW , BUT AT THE SAME TIME THEY BELIEVE IN GIVING AND GIVE, I READ AND KNOW NEAKLY ALL MUSLIMS TRY THEIR UTMOST TO SACRIFY FOR THEIR POORS AS PER THEIR BELIEF THE NEED SALAM
    LEARN FROM THEM ..
    LIVE AND LET LIVE..
    N.B..I VAN NOT EDIT MISTAKES IN MWRITING
    SORRY NOT NEAKLY IT IS NEARLY.,,,ABD SO IN

  • farid

    હાદિર્ક ભાઇની વાત વાંચી, તર્ક અને વિચાર તરતો મુકયો એ સારી વાત છે, વાત સમજવા સમજાવવાની છે, પરં૫રાઓને આસ્થા અને તર્ક ભેગો કરીને અપનાવવાની હોય છે, ફકત આસ્થા કે ફકત તર્ક માણસને પદભ્રષ્ટ કરી દે છે.
    આ બાબત સામે રાખીને એક લેખની લિંક મોકલાવું છું.
    http://www.scribd.com/doc/111644946/Qurbani-Doordarshan
    કદાચ તમને સંતોષ થાય.
    આ૫નો ઇ મેઇલ મને મળે તો સારું…
    ફરીદ..
    Faridkavi@yahoo.com

  • સુભાષ પટેલ

    ગૈરમુસ્લીમોના પ્રતિભાવનો કોઇ અર્થ નથી કારણ કે દૃષ્ટિભેદ છે. હું સાઉદી અરેબિયામાં ઘણાં વર્ષો રહ્યો છું. અલી અસગરનો પ્રતિભાવ એ દરેક મુસ્લીમનો પ્રતિભાવ છે. મારા માટે આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી આ પ્રથા ચાલી રહી છે છતાં જો ખરેખર ખોટી હોય તો અત્યાર સુધીમાં ઇસ્લામ ધર્મનો નાશ થઇ જવો જોઇતો હતો. સાથે સાથે બકરી-ઈદના દિવસે મેં ઘણાં બકરી, ઘેટાં, ગાય અને ઉંટના બચ્ચાઓને બેં બેં કરતા, છટકવા મથતાં અને કપાતાં જોયાં છે અને રડ્યો છું. શું સાચું એ કદાચ ક્યારે ય નક્કી નહિં થાય.

  • અલી અસગર

    માફ કરજો, તેમાં પણ દાન ધર્મ જ સમાયેલો છે. બકરી ની કુરબાની આપી ને પણ જેને જમણ નથી મળતું તેમને તેના માંસ વડે જમણ પોહ્ચાવવાની જ વાત છે. હજ ના દિવસે મક્કા માં લાખો બકરી ની કુરબાની થાય છે પણ તેને પણ ખાસ મહેનત વડે ગરીબ દેશો માં પોહ્ચાડવા માં આવે છે જેથી ત્યાના લોકો ને જમવાનું મળી રહે. અમુક્ ખાસ નિયમ પ્રમાણે ની જ બકરી ની જ કુરબાની અપાય છે અને ક્યારે પણ તેને ફેકી નથી દેવાતું. દરોજ લાખો બકરી અને મરઘી ખવાય છે પણ તે ઓછી નથી પડતી અને કુતરા જેવા જનાવર નથી ખવાતા પણ તેની સંખ્યા વધતી નથી।

  • MARKAND DAVE

    कुर्बानी सिर्फ जानवर को जिबह करने देना नहीं बल्कि इसका मकसद
    अपने कीमती व महबूब चीज को अल्लाह की राह में कुर्बान करना है। कुरान पाक में अल्लाह ने फरमाया है कि ’’अल्लाह को आपके गोश्‍त यानि मांस और खून की हाजत व जरूरत नहीं है, अल्लाह तो आपके तकवे व दिल को देखता है। जिसका मिशाल इब्राहीम ने पेश किया है।’’ मौलाना खालिद खां बताते हैं कि ‘कुर्बानी का मकसद इंसान में अल्लाह की ऐसी मुहब्बत व ईश भय पैदा करना है ताकि इंसान अल्लाह की राह में पवित्र व कीमती चीज भी कुर्बान करने के लिए हमेशा तैयार रहे और बड़ी-बड़ी कुर्बानी देने के लिए हिम्मत व साहस रखे।’ ईदुल अजहा यानि बकरीद पूरी तरह से खुदा यानि ईश्वर के हुक्म का पालन करना तथा उसके लिए बड़ी से बड़ी और कीमती व अजीज चीज को न्यौछावर करने का संदेश देता है।

  • Dhiru Shah

    Very well drafted and nicely written article with thought provoking questions at the end. I guess the readers/members of this site may be of Hindu religion only and the message of this article is for followers of Muslim religion. So the question is how to convey this message to them? Another thing is that even in Hindus, so many communities still follow the system of “bali” of an animal on so many occasions even a marriage in the family. One more thing that they perform such acts as UTSAV and eat mutton of the dead animal. But what about Hindus who eat mutton and non-vegetarian items without witnessing a killing of an animal? What should we say to such people?

  • PUSHPA

    હુ ફક્ત એક ઇન્સાન ચ્હુ. મને ગમે એ હુ કરુ ચ્હુ. અને નામ અલ્લાનુ આપુ ચ્હુ કે અલ્લાહે મારા દિકરાને બચાવ્યો અને એજ સ્થાને ઘેટુ મરેલુ પડેલુ દેખાય ચ્હે. શુ અલ્લાહ ઘેટાના રુપમા તને નહિ દેખાણા. અલ્લાહે તો તને શિખ્વ્યુ કે તારા પ્યારો પુત્ર તને આપ્યો. ત્ેથિ હુ ત્ારા પુત્રનો બાપ ચ્હુ. મે તારા પુત્રને બચાવયો. લે આ તારિઇ ભવિશ્ય્નિ અમાનત જેથિ તારુ ભવિશ્ય તારુ બાળક ચ્હે. જે તારિઇ સેવા અને મ્હેનતને રુપે તને મુબારક. જો સાચો ધરમ હોય તો એમા અમન હોય, શાન્તિ હોય,એક બિઇજા પ્રત્યે પ્રેમ્ હોય, જો જે બલિદાન આપે તેીનિઇ વા વાહ થાય અને તે અલ્લાહનો પ્યાર વધેતો ઝઘડા કે કાપા કાપિ ઓચ્હિ થાય ધર્મનો જય થાય અને હર ઇન્સાન શુખ શાન્તિથિ જિવે.દેશનિઇ પ્રગતિ થાય સામપ્રદાય જેમકે મુસલમાનો નો જય જય કાર થાય્. મને માફ મારાથિઇ ખોટુ લખાયુ હોય તો..મારો ઉદેશ્ય ફક્ત બધાનુ શુખ એજ મારુ શુખ્.

  • Hemal Vaishnav

    100 percent agree with you,very nicely explained meaning of “real balidaan”.
    Too bad that society is so fakely sensitive that the author has to include foot note that there is no intention to hurt anybody’s religious feelings.

  • khorasia hasmukh

    ધર્મ્ ના નામે થતિ પ્રાનિઓનિ કતલને મુસ્લિમ બન્ધઉઓએ રોક્વિજ જોઇયે કોઇપન ધરમમ હિન્સાને સ્થાન ના હોઇ, આ પ્રકારનિ હિન્સાને જુસ્તિફઆય કરિ જ ના શકાય.હે ઇશ્વર મુન્ગા અબોલ પ્આનિઓ પર રહેમ કર,આ બાબતે હુ ઇશ્વરને પ્રર્થના સિવાય કૈ કરિ શ્ક્ઉ તેમ નથિ.

  • jagdish48

    પશુનું બલીદાન સો ટકા જરુરી નથી જ. અંધશ્રધ્ધા અને સ્વાર્થ માનવીને હિંસક બનાવે છે. દરેક પ્રવૃત્તિમાંથી આનંદ શોધવાની સ્વાર્થી વૃતિ (અહીં ભોજનનો) એ માનવ સહજ છે. આપની ભાવના સાથે સંપુર્ણપણે સહમત.

  • Gopal Parekh

    જીવ હિઁસાની ઇજાજત કોઇ જ ધર્મ ન આપે, આ પશુના બલિદાનની પ્રથા અઁગે સૌએ, અને ખાસ કરેીને મુસલમાનોએ ગઁભેીરતાથી વિચારવુઁ જોઇએ.