બંસી કાહે કો બજાઈ?… – કિશનસિંહ ચાવડા 6
‘અમાસના તારા’ પુસ્તક પરિચયમાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ એ જિપ્સીની કૃતિ છે, જિપ્સી એટલે પ્રાણશક્તિના ઉદ્વેકવાળો બહિર્મુખ માણસ. પણ જિપ્સીઓને માત્ર બહિર્મુખ લેખવામાં કદાચ અન્યાય થશે. બ્રાહ્ય જગતમાં ખોવાઈ જતા દેખાતા માણસો ક્યારેક ભીતરની સૃષ્ટિને શોધી રહેલા અંતર્મુખ યાત્રીઓઅણ હોય છે એ વાતનો અણસારો આ પુસ્તક આપે છે. ભાતભાતના ને જાતજાતના પાત્રો આ પુસ્તકમાં મળે છે, તેમાંથી શાળાજીવન દરમ્યાન, પાઠ્યપુસ્તકમાંથી જ મને સ્પર્શી ગયેલ ગુલબ્બોની અવિસ્મરણીય છબી, જીવનના આનંદને વર્ણવતી સમગ્ર કૃતિ અને તેમાં સાથે સાથે કુદરતનું મનોહર વર્ણન સદાય સ્મૃતિઓમાં રહ્યું છે. એ આજે આપ સૌની સાથે વહેંચવાનો આનંદ લેવો છે. ‘બંસી કાહે કો બજાઈ..’ સદાય મારો પ્રિય પાઠ રહ્યો છે.