Innocence of (Oh my) God !! – જીજ્ઞેશ અધ્યારૂ 13


છેલ્લા થોડાક દિવસોમાં બે ફિલ્મો જોવા – જાણવા – વિચારવા – માણવાનો અવસર મળ્યો. એક હતી વિવાદાસ્પદ અને ઘણાખરા દેશોમાં પ્રતિબંધિત ઈસ્લામ વિરોધી ફિલ્મ – ઈનોસંસ ઓફ મુસ્લિમ્સ અને બીજી કાનજી વિરુદ્ધ કાનજી / ધ મેન વ્હૂ સ્યૂઅડ ગોડ પર આધારીત પણ સંપૂર્ણપણે ભારતીય ‘ઓહ માય ગોડ’

ગત દિવસોમાં ઈસ્લામ ધર્મનું અપમાન કરતી એક ફિલ્મનો પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને અનેક અન્ય દેશોમાં થઈ રહેલ જોરદાર વિરોધ સમાચારોમાં જોયો. સમાચારમાં જણાવાયેલું કે એ ફિલ્મ સૌપ્રથમ યૂટ્યૂબ પર અપલોડ કરાયેલી. યૂટ્યૂબ પર તપાસ કરી તો ભારત અને અમુક અન્ય દેશોમાં તે જોઈ શકાતી નથી, પણ તેને હટાવાઈ નથી. વિકિ પર તેના વિશે વિગતે માહિતિ ઉપલબ્ધ છે, પણ ફિલ્મમાં એવું શું છે કે તેનો વિરોધ થઈ રહ્યો છે એ સ્પષ્ટ ન થયું – જો મોટા ભાગના મુસ્લિમ દેશોમાં, ભારત અને અન્ય અનેક રાષ્ટ્રોમાં એ જોઈ શકાતી ન હોય તો વિરોધ કરતા કેટલાએ એ ફિલ્મ જોઈ હશે એવો પ્રશ્ન પણ થયો.

વિરોધ કરવા માટે પણ એ વિશે માહીતી હોવી જોઈએ એમ વિચારીને નેટ પર વિગતે શોધતા એ ફિલ્મની એક સ્ક્રિપ્ટ મળી આવી (કડી અહીં છે) અને સ્ક્રિપ્ટ વાંચીને એક માણસની ધર્મ વિશેની માનસિક રુગ્ણતાનો ખ્યાલ આવ્યો, એક વિચારબિંદુ દર્શાવવાની – કોઈક ફિલ્મનો વિરોધ કરવાની લાલચે તદ્દન ખરાબ ક્વોલિટીનો, ધર્મવિશેષના લોકોની શ્રદ્ધાને તોડવાના બદઈરાદાથી જે વિચિત્ર વિડીયો બનાવાયો એણે અનેકોની ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડી, એના કાર્યએ ધાર્મિક ભાવનાઓ દુભવવાની સાથે સાથે લોકોના જીવ સુધીનું – લાખોની સંપત્તિનું નુકસાન કરવા સુધીનું હીન કૃત્ય કર્યું.

ફિલ્મોનો – કલાના કોઈ પણ પ્રકારનો હેતુ આવો તો ન જ હોઈ શકે. આંતરીક વિરુપતા કે વિરોધ દર્શાવવા આટલી નીચી કક્ષાએ ઉતરીને કોઈ ધર્મને અપમાનિત કરવાનો કોઈ પણ કલાનો ઉપયોગ ખૂબ જ હીન કૃત્ય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક હક પણ છે અને એક ફરજ પણ, દરેક સુવિધા સાથે, સ્વતંત્રતા સાથે એક જવાબદારી સંકળાયેલી છે અને તેની પાતળી લક્ષ્મણરેખા ઓળંગવી અવિચારણીય કૃત્ય થઈ શકે છે. આ એક ફિલ્મે એટલું તો સાબિત કરી જ આપ્યું કે ધર્મ આજે પણ સૌથી વધુ સંવેદનશીલ ક્ષેત્ર છે અને ધર્મના ક્ષેત્રમાં સહેજ પણ કાંકરીચાળો ઘાતક પુરવાર થઈ શકે છે, જો કે કેટલાક લોકો ઈરાદાપૂર્વક આવો કાંકરીચાળો કરવાનો યત્ન કરે છે. જૂતાં પર ભગવાનના ચિત્ર કે દેવી-દેવતાઓની અપમાનજનક છબીઓ એના ઉદાહરણો છે. પણ શું ધર્મ અથવા ઈશ્વરની પરિકલ્પના, તેનો વિચાર આવી બધી બાબતોથી ખરેખર અસર પામતો હશે? હજારો વર્ષ જૂનો ધર્મ – એના મૂળભૂત વિચારો – એની પદ્ધતિ અને આખીય સમાજવ્યવસ્થા શું આવા નાનકડા છમકલાથી અસરગ્રસ્ત થતી હશે? જો થતી હોય તો ખરેખર એ થવી જોઈએ? ધર્મ વિશેની માન્યતાઓ, ઈશ્વર વિશેની માન્યતાઓનો આધાર ભૌતિક હોવો જોઈએ કે આત્મીય?

આ વાતનો જવાબ કંઈક અંશે આપવાનો પ્રયત્ન એટલે ‘ઓહ માય ગોડ’. નામ ગમે તે આપો, ‘ધ મેન વ્હૂ સ્યૂડ ગોડ’, ‘કાનજી વિરુદ્ધ કાનજી’ કે ‘કિશન વર્સિસ કન્હૈયા’ મૂળ વાત તો બધે એક જ રહે છે. ધાર્મિક વિભાવના એટલા ખોટા રસ્તે અને એવા એવા નક્કામા વિશેષણો સાથે પ્રસ્થાપિત થયેલી છે કે ઈશ્વર તો આજે માર્કેટીંગની એક સ્ટ્રેટજી બની ગયા છે, શ્રદ્ધાને બદલે હવે વેપલો રહ્યો છે અને વિશ્વાસને બદલે એક્સચેન્જ ઓફર…

વડોદરામાં ‘કાનજી વિરુદ્ધ કાનજી’ આવ્યું ત્યારે મિત્ર શ્રી મેહુલભાઈ બુચે કહ્યું હતું કે ખાસ જોવા જેવું છે પરંતુ મહુવા હોવાથી હું એ જોઈ શક્યો નહોતો. મુંબઈની ગત અઠવાડીયાની મુલાકાત દરમ્યાન સતત બે દિવસ એક પછી એક સરસ ફિલ્મો જોવા મળી, ‘બરફી’ અને ‘ઓહ માય ગોડ.’ અને બંને ફિલ્મો પછી વિચારતંતુ વધતો રહ્યો.

કાનજી આમ તો સાવ નાસ્તિક માણસ છે, ભગવાનની મૂર્તિઓનો એ વેપાર કરે છે, અને એ પણ લોકોને એ મૂર્તિઓ ઐતિહાસીક છે, એન્ટિક છે એવું ઠસાવીને. પોતાની પડી ગયેલી દુકાનને એ ઈશ્વરનો પ્રકોપ સમજવા તૈયાર નથી,  ઈન્સ્યોરન્સ વાળા એ દુર્ઘટનાને ‘એક્ટ ઑફ ગોડ’ કહીને પૈસા આપવા ઈનકાર કરે છે, ઘર ગિરવે મૂકાયેલું છે અને પડી ગયેલી દુકાનની જમીનને પણ મૂર્તિઓ તૂટવાને લીધે અપશુકનીયાળ માનતા લોકો તેને લેવા તૈયાર નથી, એવા સંજોગોમાં પોતાનો પરિવાર રસ્તા પર ન આવી જાય એ માટે કાનજી ઈશ્વર સામે જંગે ચડે છે. એ કહે છે કે આજે ભલે આ જમીનને કોઈ લેવા તૈયાર ન હોય પણ વર્ષો પછી જ્યારે અહીંથી ભગવાનની તૂટેલી મૂર્તિઓ નીકળશે ત્યારે આ જ જમીનના ભાવ મોં માંગ્યા મળશે. ઈશ્વરના અસ્તિત્વને નકારતો એક નાસ્તિક ઈન્સ્યોરન્સવાળાઓના ક્લોઝ, ‘એક્ટ ઓફ ગોડ’ ને લીધે ઈશ્વર પર કેસ કરે છે, સાધુસંતોને એ ઈશ્વરના સેલ્સમેન કહે છે, મંડપને સ્ટોલ અને દાનને પ્રીમીયમ…. અને ઈશ્વરના બદલે કહેવાતા ધર્મગુરુઓ, ધર્મના હોલસેલ એજન્ટો પાસેથી એ પૈસા માંગે છે. ધર્મ અને રાજકારણની સાંઠગાંઠે જ્યારે તેના જીવ પર ખતરો આવે છે ત્યારે સ્વયં ઈશ્વર તેની મદદે આવે છે…

અને પછી શરૂ થાય છે એક અદભુત સિનેમેટીક ક્રિએશન – ધર્મને, શ્રદ્ધાને અને ઈશ્વરની સમગ્ર પરિકલ્પનાને કોઈ પણ ભારે સંવાદો અથવા તત્વજ્ઞાન વગર સાવ સહજ રીતે, રોજીંદા ઉદાહરણો દ્વારા સમજાવવાની અદભુત વ્યવસ્થા.

ધર્મની પ્રસ્થાપિત રૂઢીઓ પર કટાક્ષ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આ ફિલ્મમાં રેલના બે પાટાની જેમ સાથે સાથે ચાલે છે, ઈશ્વર પર કેસ માટે પહેલી વાર અદાલત જઈ રહેલ કાનજીને રસ્તામાં ગણપતિ લઈને આવતા લોકો મળે છે અને એ સારા શુકન કહેવાય એવું કહેતા તેના મિત્રના અને પોતાના કપાળેથી એ ચાંદલો ભૂંસી નાખે છે… પણ એ સફળ થાય છે, એ ખરેખર શુકન હતા કે નહીં? તેને અંતે ઈશ્વર દેખાય છે – એ ખરેખર ઈશ્વર હતા કે એક નાસ્તિકના મનમાં રહેલ આસ્તિકતાના, ઈશ્વરની સર્વવ્યાપકતા અને સામાન્ય લોકોની ઓછી અને પ્રાયોગિક સમજથી આગળ વધીને ખરેખર તેને સમજી શકવાની શક્તિ મળે એ શું સાબિત કરે છે?

‘ધ મેન વ્હૂ સ્યૂડ ગોડ’ માં એક સંવાદ છે –

The insurance industry reckons that the ‘Act of God’ is just a figure of speech… The churches can’t possibly agree with that.

– I suppose for legal purposes…

– What about for religious purposes? For moral purposes? For philosophical purposes? Is there such a thing as an ‘Act of God’ that isn’t meant to be taken seriously?

I shouldn’t think so. It means what it says, what else?

Do you think my boat was sunk by an ‘Act of God’?

Who can say with these things?

The insurance companies think they can. But we don’t go running around saying when the weather’s bad it’s an ‘Act of Insurance’. Did God make the bolt of lightning which struck my boat?

Yes, and no. These things do not have easy answers.

If you can’t tell me what’s an ‘Act of God’ and what isn’t, and these men can’t tell me, how can some shiny-arse with a diploma in accountancy? If God does exist, the Churches must be liable. The Churches can only win if they prove God does not exist.

તો આવા જ અનેક ચોટદાર સંવાદ ‘ઓહ માય ગોડ’ માં છે –

૧. મંદિર વાળા કહે છે શ્રદ્ધાથી દાન આપો, કદી ખરાબ નહિં થાય, ઈન્સ્યોરન્સ વાળા કહે છે, ટાઈમ પર પ્રીમીયમ ભરો, કંઈક ખરાબ થયું તો અમે છીએ ને… તો મેં તો દાન પણ આપ્યું, પ્રીમીયમ પણ ભર્યું અને આજે બંનેએ હાથ ઉંચા કરી લીધા. હું મધ્યમવર્ગનો માણસ છું, મારો પરિવાર તો રસ્તા પર આવી જશે..

૨. મઝહબ માણસો માટે બને છે, મઝબહ માટે માણસ નથી બનતો.

૩. તમે મીડીયા વાળા – સવાલ જ એવો પૂછો છો કે જવાબ આપતા પહેલા જ માણસ દોષી સાબીત થઈ જાય.

૪. તમે જ્યારે નાના હતા, ત્યારે તમારા પપ્પા પાસે ચોકલેટ માંગવા તમે શું કરતા? – પપ્પાના નામની માળા જપતા? પપ્પા પપ્પા ચોકલેટ દો, પપ્પા ચોકલેટ દો, કે પપ્પાની સામે અગરબત્તી કરતા કે ફૂલ ફેંકતા?
ના – હું આવું નહોતી કરતી, મારે જે જોઈએ એ હું માંગી લેતી..
ભગવાન સાથે એ જ હું કરી રહ્યો છું, બાળપણથી એવું જ શીખવ્યું છે કે ભગવાન તમારો બાપ છે… પણ હું કેમ માનું જ્યાં સુધી એ મારી સામે ન આવે?

૫. જ્યાં ધર્મ છે ત્યાં સત્ય માટે જગ્યા નથી, અને જ્યાં સત્ય છે ત્યાં ધર્મની જરૂર નથી.

૬. ધર્મ કાં તો માણસને બેબસ કરે છે અથવા આતંકવાદી…

ચોટદાર સંવાદો અને પરેશ રાવલની અથવા અક્ષય કુમારની અભિનય ક્ષમતાનો ફાળો ફિલ્મમાં મોટો છે, પણ એથીય વધુ અસરકારક છે ફિલ્મનો મુખ્ય વિષય, એક જ ધરી પર – ક્યાંય સહેજ પણ ખચકાટ કે અંતરાય વગર ચાલતી ફિલ્મમાં ઈશ્વરની એક નવી પણ સદીઓ જૂની વ્યાખ્યા રજૂ કરાઈ છે. ધર્મગુરુ કહે છે – લોકો ઈશ્વરને પ્રેમ નથી કરતા, એ ઈશ્વરથી ડરે છે. ફિલ્મના અંતમાં ઈશ્વરની યાદી રૂપે શ્રદ્ધાથી ખિસ્સામાં કિચેઈન મૂકતા તેને ઈશ્વર ફરી એ જ કહે છે – જે રોકવા માંગતો હતો એ જ તું કરી રહ્યો છે…

શક્ય છે કે ઈશ્વર ક્યાંક આપણી સાથે, આપણી આસપાસ જ હોય પરંતુ તેને જોવાની, ઓળખવાની દ્રષ્ટિ આપણે ન કેળવી હોય. અજાણ એવા ઈશ્વરને પામવાની લ્હાયમાં આપણી અંદર રહેલા સત્યને, સ્વત્વને, માણસને આપણે ઓળખી ન શક્તા હોય – કચડી નાંખતા હોઈએ એવું ન હોય? ઈશ્વરથી ડરવાને બદલે તેને પ્રેમ કરવાનો પ્રયત્ન ન કરી શકીએ? તેને જોવાનો મોહ રાખવાને બદલે તેને અનુભવવાનો પ્રયત્ન ન કરી શકીએ?

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “Innocence of (Oh my) God !! – જીજ્ઞેશ અધ્યારૂ

  • Bhole

    are…. Bhai.. mane ae nathi Samajatu ke…ae…ae…. Fakt ane Fakt…… Hinduo ni ke Hindu DHARM ni J kem Mazak Udavaay chhe??? Jyan Juo tyan.. Hindi Serials.. Moovies… ke Play..Natak ma Pan… Kem?? batavo mane.. ke Non Hindu… Dharm par… Ketali Moovie ke Serials bani chhe?? Shu Hindu Sahishnu nu LABEL chhe aetle ke…… Je Pehlana Hinduo je potana Gyati…. Dharam mate… mari Fitata hata… shu Have aa Noodles na jamana ma ane Videshi Cheezo khavama Multi national.. na Jem koi Dam nathi tem?? Hari Om.. Hari Om..

  • Toral Patel

    very nice Sir! liked the way you’ve presented….the reality!
    Thank you for sharing your beautiful thoughts with us!

    Also thanks to Hemant Solanki Sir! Oh My God what a detailed description in his comment!! the lines by different poets quoted in your comment was really touching!
    Hearty thanks to aksharnaad.com!!!
    I feel so connected to my rich native culture, also it has helped me improve my Gujarati!
    Thank you again!!!

  • La'Kant

    વર્સેટાલિટી ! ક્યાંક કંઈ નવું ભાળ્યું અને ચાર…ચિંતન…મનોમંથન…શરુ…
    જીગ્નેશ્ભાઈને અભિનંદન! ક્યાંકથી તો પ્રેરણા આપણી તરફ વહી આવે છેને ? આવું કંઈક વિચિત્ર લાગે તેવું કરવાની ?
    ખુબજ સેન્સિટીવ મુદ્દો છે…એક જાગરુકતાનું પ્રતીક….
    સમજદારી ઈશ્વર આપે છે કે કેળવેલી/ કાળક્રમે કેળવાયેલી હોય છે?
    બેઉ બાજુ, ” ‘હા ” કહેવું પડે તેવું ને? આ જાતને અને અન્યને કેળવવાનો જ પ્રયત્ન છે…. આ વાંચીને સમજે કેટલા ? આચરી /અમલમાં કેટલા મૂકી શકે? ” હું કરી કે કરાવી શકું છું ” એ માન્યતાકેટલી હદે સ્વીકાર્ય છે અને એમાં કેટલું વજૂદ છે? લગભગ તો આ એક મહાભ્રમ પણ હોઈ શકે કે નહિ?
    છતાં, નિષ્ઠાવાન પ્રયત્ન તો ગંભીરતાપૂર્વક કરી લેવો જરૂરી છેજ… કોને કેટલી અસર થાય છે તે આપણો વિષય/મુદ્દો ન બનાવીએ…ને ભીતરનો વિશ્વાસ દૃઢ હોય ત્યાં સુધી મંડ્યા રે’વું…,બીજું શું ?
    ભગવાન નું નામ આપણા સ્વાર્થ માટે વધુ વપરાય છે…એવું નથી લાગતું? અને શ્રધ્ધા અતિ અંગત વસ્તુ/વાત/મુદ્દો ગણાય…એ તો રાખનારની અંગત માન્યતા…..કંઈક,ક્યાંક,કોઈક માન્યતા તો અનુભવથી જ ઘડાતી રખાતી હોય છે ને? સાવ ન હોય એ કંઈક વિચિત્ર હકીકત ગણાય ને ? !
    શ્રધ્ધા તો આંધળી જ હોય એવું માનનારા “જડ” -/ ‘અજ્જડ’ -/ સમય સાથે બદલવા તૈયાર નથી એ જમાતના ગણાય…જે મને હજમ નથી થતું…
    શાસ્ત્રો ખોટા કે અસ્વીકાર્ય તો ન હોય…પણ,એ વખતના માહોલ માટે સાચું,અનુસરવા જેવું આજે પ્રેકટીકલી શક્ય ન પણ બને…એ વાતનો સ્વીકાર થવો ઘટે…એટલી માન્યતામાં બાંધછોડ/ફ્લેક્ક્ષિબિલિટી તો હોવી જ ઘટે…
    ને ઈમાનદારી…નિષ્ઠા… સમતોલ વિચારધારા ,બધી બાજુએથી વિચાર કરી લેવાય તો સમસ્યાઓની માત્રા અને તીવ્રતા ઓછા જરૂર થાયને?

  • harshad joshi

    જિગ્નેશભાઇ ઘણા વખતે તમારુ લખાણ બહુ જઝિણવટભરિ રીતેચિત્ર જોયુ હોય તેમ જ તમારા મુદાખૂબ તલ સ્પશીઁ જણાયા કોઇક વાર આવુ લખતા રહો તો આનંદ થાય અભિનંદન

  • PRAFUL SHAH

    yours is a studied review, .let us study more and have comments.poor and commonman and eavan rich all turn to god in calamity, whether they have seen, experienced or not with faith..and this faith is created by son, peganber, book or avtar or veda..all leads us to god. beleive in veda otherwise nastik, believe in god exist otherwise nastik. be muslim otherwise you are kafir,same way christi and so on . no universal rule. EACH ONE SAYS WE ARE RIGHT AND FOLLOW US.SO HARD TO JUDGE WHO IS RIGHT
    I CANNOT EDIT AS NOT WORKING SORRY
    EDIT AND PUBLISH THANKS

  • Vijay joshi

    Jigneshbhai,
    Very keen observations. I think it’s like someone claiming he has faith in his religion. I think faith is a double edge sword, it can easily be a blind faith fo someone else. One,s act of God is someone else’s God’s wrath.

  • Harshad Dave

    શ્રી જીજ્ઞેશભાઈ, તમારું અવલોકન અને વિચારો મનનીય છે. જે. કૃષ્ણમૂર્તિ કહે છે માણસે માન્યતાઓ ધરાવવી જ શા માટે જોઈએ. ભાષાની શોધ માણસે જ કરી છે તેથી દરેક શબ્દ માનવીએ જ શોધ્યો છે. ચેતના, લાગણી, મન અને ભાવના માનવીની આંતરિક શક્તિ દર્શાવે છે. તેનાથી ચમત્કારો પણ થઇ શકે અને સર્વનાશ પણ. એક ફિલ્મમાં રમૂજ પ્રેરક પણ વિચારવા જેવો સંવાદ સાંભળ્યાનું યાદ છે: ‘ખુદા જુઠ ન બુલવાયે …’ ખોટું આપણે બોલીએ અને તે બોલાવનાર ભગવાન છે તેમ કહીએ…! ઘણા લોકો ગમે તેવું કુકર્મ કરીને આતંકવાદીની જેમ કહે કે ‘હું તો નિમિત્ત માત્ર છું!’ તો કેટલાક લોકો કર્મકાંડ (અહીં ‘કાંડ’ પ્રત્યાય સમજવા લાયક છે! – સ્કેમ ?!) અને ત્રિપુંડનો દેખાડો કરે, માળા જપે તે પોતાને મોટા ધાર્મિક માને છે. ‘ધાર્મિક’ શબ્દનો અર્થ આપણે માનીએ છીએ તેવો નથી થતો. ‘રીલીજીઅસલી’ શબ્દનો અર્થ તો ખૂબ જ સમજવા જેવો છે. ધર્મના નામે બધું ચાલે પણ હવે તો રામનાં નામે પત્થરો તરતા નથી! (રામયુગમાં પણ બધા પથ્થરો નહોતા તરતા). રામરાજ્યનો આદર્શ અને કૃષ્ણનો ગીતાબોધ સાચી રીતે સમજાય તો હત્યાઓ, આતંકવાદ અને ભ્રષ્ટાચાર જેવા શબ્દોને શબ્દકોશમાંથી શબ્દવટો અને આપણા સમયના સામ્રાજ્યમાંથી સમયવટો શક્ય બને. મનની અને ટેકનીકલ શોધોની વિસ્મયકારક શક્તિઓનો ઉપયોગ સકારાત્મક કાર્યોમાં કરીએ તો વિકટ સમસ્યાઓની દેન નથી કે માનવી પાસે ફરકી શકે. -હદ.

  • Hemnat Solanki

    “उस दुर बस्तीयो में है भूखे बच्चे,
    लगता है तुझे भी दुर के चश्मे है इश्वर,
    कहेते है मंदिरों में तु है रहेता,
    क्या तु भी इस चकाचौउन्ध का दीवाना है इश्वर ?”

    आज एक फियर लेस फिल्म देख के आया हु. तो कवी सौम्य जोशी की लिखी कुछ पंक्तिया याद आ गयी जो यहाँ हिंदी में अनुवाद करके लिखी. ‘ओह माय गोड’ यानी की हिंदी में ‘हे भगवान’. ये फिल्म गुजराती नाटक ‘कानजी विरुद्ध कानजी’ से प्रेरित है. इस फिल्म की पूरी टीम गुजराती है इसलिए एक गुजराती होने के नाते मुझे इसका अभिमान है की ऐसी फिल्म को बनाकर उसे इस तहेवारो के सीज़न में दिखाने का साहस इन्होने किया और इसके लिए ये सब धन्यवाद के पात्र है. सबका नाम तो नहीं लिख़ुगा लेकिन दो लोगो का नाम ज़रूर लुँगा. एक तो इस फिल्म के लेखक भावेश मांडलिया और अभिनेता परेश रावल. एक के संवाद और दुसरे के अभिनय ने फिल्म को एक नया ही आयाम दिया है. आज कल चलती शीला और मुन्नियो की बदनाम और हलकट जवानी से तो ये फिल्म लाख गुना बहेतर है.
    फिल्म में कानजी (परेश रावल) एक नास्तिक है. जो भूकंप में तबाह हुई अपनी दुकान का मुआवज़ा लेने बिमा कंपनी के पास जाता है. वहा उसे कहा जाता है की ये तो कुदरती आपदा की वजह से हुआ है तो भुगतान नहीं मिलेगा. धर्म और भगवान के नाम पे चल रहे पाखंड और ढोंग से त्रस्त ये नास्तिक केस ठोकता है सीधा भगवान पे. की अब भगवान करेंगे इसका भुगतान. बिमा कंपनी जो भगवान के नाम पे भुगतान नहीं कर रही तो इस भगवान के नाम का जो व्यापार कर रहे है वो साधू और महंत दे ये पैसा. फिर शुरू होती है एक जंग. एक नास्तिक और भगवान के कहे जानेवाले आस्तिको के बीच में. जहा खुद भगवान (अक्षय कुमार) को भी उस नास्तिक के पास आना पड़ता है उसे मदद करने.
    ये फिल्म मुझे इस लिए भी अच्छी लगी क्योंकि मुझ जैसे कुछ लोगो के विचार भी इस फिल्म के नायक कानजी से मेल खाते है. फिल्म में मिथुन एक संवाद बोलता है. की धर्म और श्रद्धा वो अफीण / गांजे की तरह है . एक बार उसकी लत लग गयी तो वो फिर छुटती नहीं. हमारे देश में भी ऐसी ही श्रद्धा का अतिरेक देखने को मिलता है. जो कब अंधश्रद्धा का रूप ले लेता है ये हमे ही पता नहीं चलता. कोई कहेता है की इस जगह जाओ वहा भगवान का आशीर्वाद मिलता है तो ये सुन के मुझे उनकी अल्प बुद्धि पे तरस आता है. आज से १०-१२ साल पहेले की बात करू तो मैं लालबाग के गणपति के दर्शन बहोत आसानी से उनके मंडप में जाके करता था वो भी बहोत ही आराम से. वोही लालबाग के गणपति के दर्शन में आज अनंत चतुर्दर्शी को भी करने जाता हु तो भी मुझे घंटो तक इंतज़ार करना पड़ता है. वो भी जब वो आते है तब जैसे मैं किसी मिलटरी केम्प में आया हु ऐसा लगता है. मंडल के कार्यकर पूरी मूर्ति को ऐसे घेर के खड़े हो जाते है जैसे की इश्वर उनके खुद के हो और कोई बहार वाला उन् तक पहोचना नहीं चाहिए. वोही हमारे श्रद्धालु (??) भक्तजन भी जैसे होड़ मची हो इसतरह मूर्ति के चरणों को छुने का पूरा प्रयास करते है जिससे वहा भगदड की स्थिति रहेती है. इनको ये कौन समजाए की जिस गणपति के चरणों को छुने वो इतना प्रयास कर रहे है उससे अच्छा अगर अपने माता पिता के चरणों को छुवा होता तो गणपति ज्यादा प्रसन्न होते क्यूंकि गणपति तो माता और पिता को ही संसार समज के शिव और पार्वती की प्रदक्षिणा किया करते थे. यही गणेश मंडल गणेशोत्सव के बाद इन १० दिनों में मंडल को कितना दान मिला ये पेपर में छपवाते है. क्या वो छाती थोक के ऐसा लिखवा सकते है की ये दान में काले धन से की हुई कमाई नहीं ली गयी. शिर्डी का साईं तो एक फकीर था. फकीरी में जीता था. उसे सोने के मुगट और सिंहासन पे बिठाना ये उस फकीर का अपमान ही है. इतनी सीधी बात भी हम समज नहीं पाए तो हम मुर्ख ही कहे जाने चाहिए. हम सिर्फ कथाओ को सुनते है लेकिन उसे समजने का प्रयास नहीं करते. जिस प्रहलाद और उसके बाप हिरान्य्कशिपू की कथा हम सुनते आये है उसमे प्रहलाद स्वयं कहेता है की इश्वर तो सभी जगह है और उसकी सिर्फ इस बात को साबित करने भगवान स्तंभ को फाड़ के बहार आते है और असुर हिरान्य्कशिपू का वध करते है. तो भी हम ऐसे अन्धविश्वासो में जीते है की इश्वर किसी एक जगह पे ही मिल सकता है. कबीर ने तो पूरे विश्वास के साथ लिखा की ‘खोजी हो तो तुरंत मिल जाऊ, एक पल के प्रयास में, कहेत कबीर सुनो भाई साधो, मैं तो हु विश्वास में’. फिल्म में नायक कानजी ऐसी ही बातो को कोर्ट में उठाता है. शिवलिंग पे दूध चढ़ाना, दरगाहो पे चादर चढ़ाना, चर्च में मोम-बत्ती जलाना इन् सभी क्रियाकांडो पे वो प्रश्न उठाता है. वो कहेता है की मंदिर में चढ़ाया गया दूध किसी भूखे बच्चे को दिया जा सकता है, चादर से किसी नंगे फकीर का तन ढका जा सकता है और उसी मोम-बत्ती से किसी झोपड़ी में रौशनी लायी जा सकती है. इन् सब में वो इश्वर / अल्लाह / जीसस ज्यादा खुश होगा.
    कई दिनों से मैं एक प्रश्न पे विचार कर रहा था की हिंदुस्तान तो आर्य भूमि थी. आर्यो ने यहाँ पे हिन्दू धर्म की नीव रखी और पूरे आर्याव्रत यानी हिंदुस्तान में हिन्दू धर्म का प्रसार हुआ. तो फिर ये बाकी के धर्म, संप्रदाय हिंदुस्तान में या इस दुनिया में कहा से आये ? अगर हिन्दू धर्म को भी भूल जाये और सिर्फ इतना भी समजे की ये दुनिया जब शुरू हुई होंगी तब कोई एक धर्म या संप्रदाय या भगवान होगा जिनको लोग मानते होगे. तो फिर बाकी के धर्म, संप्रदाय इस दुनिया में कहा से आये ? इस प्रश्न का उत्तर मुझे इस फिल्म के एक संवाद में मिला. जहा कानजी से भगवान कहेते है की लोगो से उनका धर्म मत छीनो नहीं तो लोग तुम्हे ही अपना धर्म बना लेंगे. ये संवाद लगता तो है बहोत ही सीधा लेकिन कितनी बड़ी बात इसमें कही गयी है. इसमें ये कहा गया है की लोग सदियों से चले आ रहे धर्म / संप्रदाय के नियमानुसार चल रहे है. जब भी कोई व्यक्ति इन् नियमो के विरुद्ध में कुछ अलग बात करेगा तो लोग उसे भी भगवान का दर्जा देके उसके नाम का भी एक धर्म / संप्रदाय बना लेंगे. महम्मद पयन्ग्बर, तथागत बुद्ध, ईसाह मसीह, गुरु नानक देव इन् सभी ने उनके ज़माने में हिन्दू मान्यताओ और कर्मकांडो के विपरीत एकेश्वरवाद का समर्थन किया. यानी की इश्वर एक है. पयन्ग्बर उसे तौहीद कहेते तो साईं उसे सबका मालिक एक ऐसा कहेते. अब जिनको भी इन् सभी में चमत्कार दिखा वो इन् सभी को नमस्कार करने लगे. लेकिन उनके सही उपदेश को समजे बिना ही इन्होने इनके नाम के भी धर्म / संप्रदाय बना लिये. वहा से मुस्लिम, ख्रिस्ती, बौधि, जैन, सीख़ ये सभी धर्म / संप्रदाय अस्तित्व में आये. हिंदुस्तान पे कई बाहरी आक्रमण भी हुवे इसलिए कुछ उनका भी प्रभाव रहा. फिल्म में भी दिखाया गया की लोगो से कुछ अलग बात करनेवाले कानजी को भी लोग भगवान समज के उसके नामे से कानजी महाराज पंथ भी बना देते है और एक नया व्यापार शुरू हो जाता है. इशु जैसे विचारक को क्रोस पे चढाने के बाद उनके नाम पे संप्रदाय बना दिया गया. इसकोन संप्रदाय जो राम और कृष्ण के नाम पे बनाया गया ये सब जानते है. कबीर जैसा दार्शनिक जो पूरी ज़िन्दगी कर्मकांडो के विरुद्ध लोक जागृती का काम करते रहे उनके मरते ही उनके नाम पे ‘कबीर पंथ’ बनाया गया ये इसका प्रमाण है की लोग उस विचारक के उपदेशो को नहीं लेकिन उसके नाम से शुरू होनेवाले धर्म या पंथ में ज्यादा दिलचस्पी रखते है. ऐसा ही तथागत बुद्ध के साथ भी हुआ. कार्ल मार्क्स जिसको साम्यवाद का प्रणेता माना जाता है उसके जाने के बाद साम्यवादियों ने उसकी अंधी भक्ति ही की है. ज्यादा दुर ना जाऊ और इसका उत्तम उदहारण दू तो वो है महात्मा गाँधी और बाबासाहेब आंबेडकर. गाँधी ने अपने विचारो से लोगो में जागृती लायी. लोगो को अहिंसा का एक नया मार्ग दिखाया. लेकिन लोगो ने तो उसके नाम पे भी फायदे उठाने में ज़रा भी शर्म महेसुस नहीं की. कांग्रेस ने गाँधी के नामे पे जो किया वो पूरा देश जानता है. आम्बेडकर ने जिस बहुजन समाज की भलाई के लिये बौध धर्म अपनाया उन्होंने आम्बेडकर के जाने के बाद उस धर्म को कितनी ऊंचाई आज दे पाए है ये सब जानते है. आज हिंदुस्तान में जो परिस्थितिया है वो हमारे ही देशवासियों के धर्म के नाम पे चल रही अंधश्रद्धा की वजह से है.
    धर्म / सम्प्रदाय ये भारत की सबसे बड़ी मुनाफा करती कंपनी है . मेरे शिक्षक मुझे कहा करते थे की हिंदुस्तान या दुनिया में जो कई सम्प्रदाय है ये एक दुकान की तरह है. हर दुकान पे दुकानदार ये साबित करने पे तुला है की उसकी दुकान का माल बहेतर है. हम भी उसी दुकान पे जाते है क्यूंकि कही न कही हमे ऐसा सिखाया गया है की बाकी की दुकानों के माल में कुछ खोट है. इसीतरह बचपन से ही हमे धर्म या सम्प्रदाय का ज्ञान (??) दिया जाता है (हिंदुस्तान में जो भाषावाद है उसे भी इसी दृष्टी से देखे तो समजमें आएगा की हिंदुस्तान में प्रांतवाद और भाषावाद की समस्या क्यों है ). जिससे हम उन्ही सम्प्रदाय की दीवारों में कैद होके रह जाते है. साधू, पादरी या मुल्ला ये सब अपने वाडो में कुछ भेड़, बकरियों को बाँध के बैठे है और पूरी सतर्कता रख रहे है की कोई भी भेड़ या बकरी गलती से भी दुसरे वाडे में ना चली जाए. इस तरह ये व्यापार चलता जा रहा है. फिल्म में कानजी कहेता है की ये व्यापार तो ऐसा है की जिसे मंदी का भी डर नहीं उल्टा मंदी में तो ये व्यापार दुगना बढ़ जाता है.
    तो फिर सही धर्म क्या है? यही प्रश्न फिल्म में नायक कानजी को भी पुछा जाता है. जिसके जवाब में कानजी कहेता है की धर्म या तो आदमी को बेबस बनाता है या फिर आतंकवादी. धर्म में कर्मकांड को महत्त्व देनेवाला बेबस हो जाता है क्यूंकि वो समजता है की ये क्रियाकांड ही सही धर्म है और उसको अगर त्याग देगा तो वो बरबाद हो जायेगा. और उसी धर्म पे अंधे की तरह विश्वास करनेवाला आतंकवादी बनने में भी पीछे नहीं हटता. ये दोनों बाते धर्म के ऐसे प्रभाव को दर्शाता है जो इन्सान से उसकी सोचने की शक्ति को छीन लेता है. धर्म कोई सम्प्रदायिक नियमो में नहीं बंधा है. महाभारत में भीष्म धर्म की व्याख्या देते है की जो तुम्हे ठीक लगे वोही तुम्हारा धर्म है. जिस समय जो कार्य करना उचित हो वो उस इन्सान का धर्म बन जाता है. अपने कर्तव्यों का पालन ही धर्म है. इसका मतलब सांप्रदायिक कर्मकांडो पे अन्धविश्वास ना रखना ये भी हमारा धर्म है. एक देश के नागरिक होते हुवे उसके विकास के लिए समर्पित रहेना और कामचोरी न करना ये हमारा धर्म है. हम हिन्दु या मुसलमान हो ये हमारी अंगत बात है. इस प्रकार से सत्ता किसी मंदिर , मस्जिद या चर्च के पास नहीं लेकिन इंसान के ख़ुद के हाथो में रहेगी.
    फिल्म में भगवान को कानजी एक सवाल करता है की मैं तो एक नास्तिक हु फिर भी तुम मेरी मदद करने क्यों आये? तब भगवान कहेते है की तुम नास्तिक हो. यानी की किसी भी बात पे आँख बांध करके विश्वास नहीं करते. उस बात को तुम पूरा समजते हो और परखते हो बाद में ही विश्वास करते हो. मैं तुम्हारे सामने आया तब भी तुमने मुझे पूरी तरह परखे बगैर विश्वास नहीं किया की में भगवान हूँ. और अपने आप पे विश्वास रखते हुवे मेरे बताये रास्ते पे चले इसलिए मैंने तुम्हारी मदद की. फिल्म में कानजी की पड़ोसन भी कहेती है की जब से भगवान पे केस किया है तब से ये अकेले ही पड़ गए. तब भगवान कहेते है की इन् रास्तो पे तो अकेले ही चलना होता है. यानी जो इश्वर/ अल्लाह / जीसस को सचमे ही समजना चाहते है उन्हें ये (वैचारिक) यात्रा अकेले ही करनी पड़ती है. पूरी तरह परख के ही विश्वास करना पड़ता है. गाँधी ने भगवद गीता को पूरा परखने के बाद ही उसे अनासक्ति योग ऐसा नाम दिया था. गाँधी भी इसी यात्रा का प्रवासी था.
    अंत में तो यही कहूँगा की मानव धर्म के ऊपर कोई भी धर्म नहीं. इसलिए हम किसी भी संप्रदाय में विश्वास करते हो लेकिन मानवधर्म को कभी भी भुलना नहीं चाहिए.क्या पयन्ग्बर सिर्फ मुसलमानों के, महावीर सिर्फ जैनों के , बुद्ध सिर्फ बौधियो के, जीसस सिर्फ ख्रिस्तीओ के और कृष्ण सिर्फ हिन्दुओ के है ? इन् महा मानवों पे पूरी मानवजात का संपूर्ण अधिकार है. गीता. कुरान, बाइबल, समनसुतम, धम्मपद, ग्रन्थसाहेब जैसे ग्रन्थ सिर्फ घर में रख के पूजा करने के लिए नहीं. ऐसे ग्रन्थ कम पढ़े जा रहे है इसलिए धर्म जुनून और अंधश्रद्धा बढती जा रही है. कहेलाते धर्म का सच्चा स्थान किसी मंदिर, मस्जिद, चर्च या गुरूद्वारे में नहीं लेकिन इंसान के दिल / ह्रदय में मिलेगा. इसलिए वेदों में भी ‘समानाम हृदयानि’ कहा गया.
    भारतीय संस्कृति किसी एक धर्म या संप्रदाय की उपज नहीं है. ये तो एक ऐसा बगीचा है जिसमे तरह तरह के रंग , रूप और सुगंध वाले फुल खिले हुवे है. यहाँ धार्मिक संकुचितता अवश्य है लेकिन फिर भी स्वभाव में उदारता है इसलिए सभी सम्प्रदायों और पन्थो को वो अपने आप में समाके बैठी है.हिन्दुओ ने बुद्ध को विष्णु का दसवा अवतार मानके स्वीकार किया और शंकराचार्य को ‘प्रच्चन बुद्ध’ कहा. जैन धर्म का ‘अहिंसा परमोधर्म’ ये वाक्य मूल महाभारत का है. ‘शिख’ शब्द शिष्य शब्द से आया. भगवद गीता में अर्जुन जो ‘करिष्ये वचनं तव’ कहेता है वो अर्जुन का इस्लाम (शरणागति) है. इस तरह सभी धर्म और सम्प्रदायों ने एक दुसरे के पास से कुछ न कुछ अवश्य ही लिया है. ये देश एक समन्वय तीर्थ है . यहाँ बुद्ध की करुणा, महावीर की अहिंसा, जीसस का प्रेम, इस्लाम की बिरादरी, जरथ्रुष्ट की नीति, शकाराचार्य का अद्वेत ये सब फैला हुआ है. और यही हमारी विरासत है.

    साहिर लुधियानवी की लिखी कुछ पंक्तिया लिखके इस विचार मंथन को यहाँ समाप्त करूँगा.
    “मालिक ने हर इन्सान को इन्सान बनाया, हमने उसे हिन्दू या मुसलमान बनाया;
    अल्लाह ने तो बक्षी थी हमे एक ही धरती, हमने कही भारत कही इरान बनाया.
    तु हिन्दू बनेगा न मुसलमान बनेगा, इन्सान की औलाद है इन्सान बनेगा.”

    – हेमंत सोलंकी (६ /१० /२०१२ )

    • Pushpakant Talati

      શ્રિ હેમન્તભાઈ સોલંકીજી;
      આપની તલસ્પર્ષી તથા વિવિધતા અને ગહેરાઈ વાળી કોમેન્ટ બદલ ખુબ ખુબ ધન્યવાદ. આ આર્ટિકલ તેમજ તેમની પાછળની આટલી બધી વિવિધ છણાવટ નો અભ્યાસ તથા વાંચન બાદ મને લાગે છે કે હવે તો દરેકે આ ફીલ્મ જોવું જ રહ્યું.
      અને હા; – આ લેખ તથા કોમેન્ટ ને કારણે હવે આ પિક્ચર – ” ઓ માય ગોડ” – વધુ સરસ રીતે જોઈ સમજી તેમજ માણી શકાશે..
      આ બદલ અક્ષરનાદ તથા દરેક કોમેન્ટ લખનારનો હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું .
      – પુષ્પકાન્ત તલાટી

  • viranchibhai

    હુ ૨૫ વરસે પીક્ચર જોવ ગયો. થીઍટ્રર મા. બહુ જ મજા આવી સરસ છે. તમે સરસ વ્રુતાત રજુ કરેલ છે.પીકચર જોવ જેવુ ખરુ.