પાંચ લઘુકથાઓ – નિમિષા દલાલ 12
એક લેખક સતત એવી કૃતિઓ લખી શકે જે સંપાદક અને વાચક એમ બંનેને ગમે એ અનેરી ઉપલબ્ધી કહેવાય, સામાન્ય રીતે અક્ષરનાદ પર અનેક લેખકોની કૃતિઓ મળતી હોય છે અને એક-બે વધુ તો ત્રણેક કૃતિઓ પછી એક પ્રકારનો લેખન સંકોચ અથવા આંતરીક ઉદાસીનતા વ્યક્ત થાય છે. અક્ષરનાદ પર એવા વાચકોની / નવોદિત લેખકોની અનેક કૃતિઓ હશે જેની સંખ્યા બે-ત્રણથી વધી નથી. પોતાની કૃતિઓનું સ્તર વધુ ઉંચુ લઈ જવાની અભિલાષાએ લેખન છોડી બેઠેલા અનેક મિત્રો માટે પ્રયત્ન ન કરવાને કોઈ કારણ નથી. અક્ષરનાદ પર જેમના લેખ સતત મળતા રહે છે, પ્રસ્તુત થતા રહે છે તેમાં નિમિષાબેન દલાલ શામેલ છે. અહીં આજે તેમની દસમી કૃતિ છે. આજની આ સુંદર વાર્તાઓ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.