Daily Archives: January 21, 2013


સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી – લોકગીત 2

આપણા લોકસાહિત્યમાં અનેક વાતો, કથાઓ અને પ્રસંગો વણાયેલા છે જે ધીરે ધીરે હવે કંઠ:સ્થ સાહિત્યના લોપ સાથે ભૂંસાઈ રહ્યા હોય એમ અનુભવાઈ રહ્યું છે. ચેલૈયાનું ગીત અને પ્રસંગ આવો જ એક પ્રસંગ છે. જો કે આવા પ્રસંગોની હકીકત વિશે નિશ્ચિતતા ન હોવા છતા એ લોકસમાજમાં નિશ્ચિત મૂલ્યો પ્રસ્થાપિત કરવાની જવાબદારી નિભાવતા હોય એમ અનુભવાય છે. ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો. ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ પાસેનો શિયાળબેટ હોવાની માન્યતા છે અને એ વિશેના પુરાવાઓ પણ છે. અને પેલો ખાંડણીયો પણ અહીં બિસ્માર હાલતમાં હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પ્રચલિત ચેલૈયાનું હાલરડું પણ એક કરુણાસભર અને સબળ લોકસાહિત્યની રચના છે. આજે પ્રસ્તુત છે આવું જ એક લોકગીત. અત્રે નોંધનીય છે કે ચેલૈયાને ફરી જીવતો કર્યો હોવાની વાત આ ગીતમાં નથી.