સળગતો રહ્યો – પિયુષ આશાપુરી 3


પરિચય એમનો સદા કનડતો રહ્યો,
પળની ભીનાશે રોજ હું સળગતો રહ્યો.

પ્રેમ શું? સમજાયા છતાં શોધતો રહ્યો,
પ્રણયની કટારે રોજ હું પીગળતો રહ્યો.

એમની યાદોનો કાફલો સદા કણસતો રહ્યો,
ને મુજને મહેફિલમાં પણ એ એકલો કરતો રહ્યો.

વિષય નો’તો મારો પ્રણયનો છતાં પરખતો રહ્યો,
કે ફરી ફરીને ચાહવાની ભૂલ હું કરતો રહ્યો.

કેફિયતમાં મારી ખુદાને સદા ફરમાવતો રહ્યો,
કૈ ગુનો નથી તોય વિરહને સત્તત વહોરતો રહ્યો.

– પિયુષ આશાપુરી

મિત્ર શ્રી પિયુષ આશાપુરીની રચનાઓ, ખાસ કરીને તેમની પ્રેમપ્રચૂર ગઝલોનો ચાહક કોલેજના સમયથી રહ્યો છું. તેમના પત્નિ શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે, પિયુષની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આશા છે તેમની રચનાઓ આમ જ માણવા મળતી રહેશે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધિ અર્થે મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “સળગતો રહ્યો – પિયુષ આશાપુરી