બે કાવ્ય રચનાઓ – નીરજ પરમાર 5


1. તમારી ચાહતની અસર…

તમારી ચાહતની અસર,
અહીં જીવવા નથી દેતી,

જુદાઈ એવી તડપાવી મૂકે છે,
મરવા પણ નથી દેતી.

તમારી છબી મારી આંખોમાં સતત્ત,
મારી આંખે મને રડવા પણ નથી દેતી,

શું કરું, શું ન કરું, ખબર નથી પડતી,
તમારી યાદ મને કશુંજ કરવા નથી દેતી.

2. તારી તરફ…

મારી આંખોના પલકારા
તારી છબીને પકડી રાખે છે,

મારા દિલની ધડકન
તારી યાદોને જીવંત રાખે છે.

મન, મારા મનનું શું કહેવું?
તારા વિચારોને વાગોળે રાખે છે,

ના ચાહવા છતાંય મારા કદમ,
તારી તરફ વળવા માંગે છે.

– નીરજ પરમાર

પ્રણયભીના હૈયા અભિવ્યક્તિના કોઈ બંધનોમાં જકડાતાં નથી, તેમને શબ્દોની કારીગરી કરવી પડતી નથી, એ આપોઆપ સર્જાઈ જાય છે, આવી જ બે રચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી નીરજભાઈ પરમારનો આ સુંદર કાવ્ય રચનાઓ પ્રકાશન માટે અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ. આશા છે તેમની તરફથી આમ જ ભવિષ્યમાં પણ સુંદર રચનાઓ સર્જાતી રહેશે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “બે કાવ્ય રચનાઓ – નીરજ પરમાર