વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

man in checkered dress shirt sitting on a chair 20
"પણ એવી જગ્યાએ થઈ છે કે..." હરેશભાઈ ઢીલા અવાજે કરાંજ્યા. પછી તો તેમને બેસવાની તકલીફ વધવા માંડી અને ફોડકીએ મટવાને બદલે પોતાનો ઘેરાવો વધારીને ગૂમડીમાંથી ગૂમડાનું સ્વરૂપ ધારણ કર્યું.

ફોડકીએ કરી હાલત કફોડી..


6
'ઓથાર' વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.

ઓથાર : મીનળ દવે; પુસ્તકસમીપે – અંકુર બેંકર


fashion people woman art 9
પ્રેમ જેવી અદ્ભુત ઘટના અનાયાસ થઇ જાય છે, પણ ‘અપ્રેમ’ જેવી તુચ્છ ઘટના માટે પ્રયત્નો કરવા પડે છે, જીવનનો આ તે કેવો વિરોધાભાસ! તને ચાહતા જ હું મારા અસ્તિત્વને’ય ચાહવા લાગી છું..! તને હ્રદયમાંથી જાકારો આપીને હવે જાતને ચાહવું અશક્ય છે.

પ્રેમની લ્હેરખીઓ – મીરા જોશી



6
મનહર ઉધાસનો જમાનો હતો. અવસર અને આગમનની કેસેટ્સ ધમધોકાર વેચાતી. જય આદ્યાશક્તિ, ઉતરાયણની કેસેટ્સ, નવરાત્રી માટે ખેલૈયો ૧ અને ૨ - આ બધી સદાબહાર કેસેટ્સ હતી.

કેસેટ્સના કામણ – જિજ્ઞેશ અધ્યારૂ


9
વેદ સંપૂર્ણ રીતે સમજવા વેદાંગ ઉપયોગી છે. મંત્રોના ઉચ્ચારણથી લઈને ગ્રહ, નક્ષત્ર અને વૈદિક શબ્દોની ઉત્પત્તિ વિશેની વાતો પદ્ધતિસર રીતે શીખવતું શાસ્ત્ર એટલે વેદાંગ.

વેદાંગ – શ્રદ્ધા ભટ્ટ


2
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.

તરસ : હુકમસિંહ જાડેજા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી




Read this article on aksharnaad here.. https://www.aksharnaad.com/2020/12/16/lagnionu-gullak-1/ માનવ! કદાચ આપણે ક્યારેય એટલું ઊંડાણમાં નહીં વિચાર્યું હોય કે કેમ આપણે મનુષ્ય, હ્યુમન, ઇન્સાન કે માનવી કહેવાતાં આ સ્કેવર બોક્સમાં પેક છીએ. જો આપણે માનવ સહિત ઉપરનાં એકપણ શબ્દનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ તો કદાચ એવાં તારણ પર અટકીશું કે એ એવું સજીવ છે જે તેની આસપાસનાં સમાજ સાથે અવિનાભાવે સંકળાયેલું છે; કે સમાજ એની પર અહર્નિશ અને ઉંડી અસર કરે છે. કેવો સમાજ? કયો સમાજ? આપણી આસપાસનાં પ્રાણીઓ કે પક્ષીઓનાં કલબલાટ કે ઘોંઘાટવાળો સમાજ? આપણી આસપાસનાં સિમેન્ટ અને કપચીનાં બનેલાં મકાનો, ઓફિસો અને ગાર્ડનની દિવાલોનો સમાજ? અગણિત ટોળાંની ભીડથી અંજાઈ ગયેલો સમાજ? કે પછી આજનાં કોમ્પ્યુટર યુગનાં કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કે છેવટે રિપ્લેસ કીનો ઉપયોગ કરતો સમાજ?

Aksharnaad > Laagnionu Gullak : Arzoo Bhurani Ep. 1


mother helping her daughter use a laptop 7
પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? જવાબ છે 'હા'. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી.

કોરોનાએ બદલ્યું શિક્ષણનું સ્વરૂપ – હેમાંગી ભોગાયતા મહેતા




1
શાળા કૉલેજ અભ્યાસ શીખવાડી શકે, એને જીવનમાં વાપરવાની રીત નહીં. આપણે ચૅટમાં ઇમોજીનું પૂર લાવી શકીએ પણ મળીએ ત્યારે સરખી રીતે વાત પણ નથી કરી શક્તા.

શબ્દનો અરીસો! – આરઝૂ ભૂરાણી





latin american lady shooting vlog on phone with ring light 8
પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી

પ્રેમની પતંગ… – મીરા જોશી


2
Minari એટલે અમેરિકામાં સ્થાયી થવા મથતા કૉરિયન કુટુંબની કથા. ફિલ્મનો મુખ્ય વિષય છે - ઘર. ઘરથી દૂર હોવા છતાં સતત એને હૃદયમાં લઈને જીવતા લોકોની લાગણી મુખ્ય છે.

Minari : મૂળથી ઉખડેલા લોકોની કથા – નરેન્દ્રસિંહ રાણા



28
નૃત્ય કે અભિનય કરતી વખતે પાત્રમાં પ્રાણનો સંચાર કેવી રીતે થાય છે? આ માર્ગદર્શિકાની રચના કોણે કરી? સ્વર્ગની અપ્સરાઓનું પણ મૂલ્યાંકન થતું, કયા આધારે?

નૃત્યનિનાદ ૫ : પાત્રપ્રાણ – પરકાયાપ્રવેશ



10
બાળપણ, શાળાજીવન, હોસ્ટેલજીવન કોઈ પણ માણસ માટે યાદગાર હોય છે. બાળપણની ગળચટ્ટી યાદો હોય છે તો શાળાજીવનની ખાટ્ટી-મીઠ્ઠી યાદો. જોકે હોસ્ટેલજીવનની તો વાત જ સાવ નોખીં છે. 'રેન્ડિયર્સ' આવી જ હોસ્ટેલજીવનની રૉલર કૉસ્ટર રાઈડ છે.

રેન્ડિયર્સ : પરિભ્રમણ – હીરલ વ્યાસ



2
શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા - આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. - It is from books that wise people derive consolation in the troubles of life.

નીતિશતકના મૂલ્યો (૭) – ડૉ. રંજન જોષી


3
તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.

ઇન્દ્રધનુષની વચમાં રહેલો કોરોકટ્ટ હું.. – નેહા રાવલ


11
વેદ એટલે શું? વેદનો અભ્યાસ ખરેખર જરૂરી છે ખરા? શા માટે વેદ હજુ સુધી સામાન્ય જનની પહોંચથી દૂર જ રહ્યા છે? વેદ સૌથી કઠિન સાહિત્ય શા માટે ગણાય છે? થોડી કોશિશ મારા તરફથી આ બધા પ્રશ્નોના જવાબ આપવાની અને સાથે વેદના ચાર ભાગ અને એના વિશેની સંક્ષિપ્ત માહિતી.

વેદ દર્શન – શ્રદ્ધા ભટ્ટ




20
અહીંયાના ઘણાં લોકો માને છેકે જસવંતસિંહનો આત્મા હજુ આ વિસ્તારમાં ભમે છે. એમના સમાજના લોકો પત્ર પણ લખે છે અને ખાસ તો જો પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો પહેલી આમંત્રણ પત્રિકા આ જગ્યાએ મુકી શુકન કરે છે.

સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૨) – સ્વાતિ મુકેશ શાહ


20
મોટાં થતાં થતાં એ ડર અલોપ થતો ગયો પરંતુ પેલી જાદુગરણી અને એની મંત્રમોહિની વિદ્યા સ્મૃતિના કોક અવાવરુ ખૂણામાં સુપ્ત અવસ્થામાં પડ્યાં રહ્યાં. આજે પેલી કુમળી વિષવેલની ગંધથી એ જાદુગરણી સુપ્ત અવસ્થામાંથી આળસ મરડીને બેઠી થઈ ગઈ.

મારી કિરમજી રંગની લિપ્સ્ટિક – રાજુલ ભાનુશાલી



14
થોડી મારા ગાલની ગુલાબી સુરખી મોકલું છું, થોડું તારું ભૂખરી આંખોમાં ડૂબેલું મારી આંખોનું અજવાળું મોકલું છું, તારું નામ લેતા, બોલતા, લખતા કે શ્વસતા નીચી ઝૂકેલી પાંપણોની શરમ મોકલું છું, મારા સૂકાભઠ્ઠ ખાખરા પર ઉગેલા તારા અસ્તિત્વના કેસૂડાં મોકલું છું. આથી વિશેષ તે શું હોળી હોય, અસ્તિત્વને રંગી દે એવી!

તારા વિનાનો રંગોત્સવ… – નેહા રાવલ


2
કલાપ્રતિષ્ઠાન-કલાગ્રંથ, મમતા, એતદ્, સંચયન, શબ્દસૃષ્ટિ અને અભિયાન જેવા પ્રશિષ્ટ અને લોકપ્રિય સામયિકોમાં પ્રિયંકા જોષીની રચનાઓ પ્રકાશિત થઈ છે. ૨૦૧૮ માં અરસપરસ દ્વારા આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધામાં તૃતીય અને ૨૦૨૦ માં આયોજિત સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

પાંખો : પ્રિયંકા જોષી; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી


2
હા, હું એને બહુ પહેલાથી જાણતો હતો. હું જાણતો હતો એના સપનાને; ઊડી જવાના સપનાને. અમે બંને હંમેશા નદી કિનારે રમતાં. નદીનો જળ વિસ્તાર મને દરિયાની કલ્પનાએ લઈ જતો અને એ પાણીમાં પગ ઝબોળીને દૂર દૂર દેખાતી ટેકરીઓની ઝાંખીપાંખી આકૃતિઓ જોયા કરતી. એની કીકીઓમાં એ ટેકરીઓ વિશાળ પહાડોનું સ્વરૂપ લેતી. એ પહાડો પર પડેલી બરફની ચાદર એના નાના બાહુઓને કંપાવી દેતી.

પાંખો – પ્રિયંકા જોષી




seaside 7
દોસ્તીની બાબતમાં બાળપણ સૌથી વધુ સમૃદ્ધ હોય છે. દોસ્ત સજીવ છે કે નિર્જીવ, ગરીબ છે કે અમીર, દૂર છે કે નજીક, પોતે એને પ્રિય છે કે અપ્રિય.. કશુંયે વિચાર્યા વગર બસ દોસ્તી કરી બેસે છે. એટલે જ ક્યારેક નદી, ક્યારેક પર્વત, ક્યારેક પશુપંખી, ક્યારેક નદીઝરણાં તો ક્યારેક તપતો સૂરજ બાળકનો પ્યારો દોસ્ત બની જાય છે!

બાળકોનાં પ્યારાં દોસ્ત : દરિયો, દફ્તર ને દાદા-દાદી! – ભારતીબેન ગોહિલ


17
મગનલાલ માસ્તર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ભણાવે. વિદ્યાર્થીઓને કવિતા શીખવાતાં શીખવતાં તે પોતેય કવન કરતાં થઈ ગયા. "આ તો મારા ડાબા હાથનો ખેલ. આમાં શું? આવું તો હુંય લખી શકું." વિચારી માસ્તરના કરકમળોએ કવિતા-લેખન તરફ પ્રયાણ કર્યું.

સાંભળ કાં સાંભળનારો દે – સુષમા શેઠ