કોરા કાગઝ થા યે મન મેરા.. – હર્ષદ દવે 4


આરાધના બ્લોકબસ્ટર ફિલ્મ બની, બંગાળી ભાષામાં તેને ડબ કરવામાં આવી તો ત્યાં પણ તે એવી જ સુપર હિટ રહી. કુછ તો બાત હૈ ઇસમેં…! સિનેમાના સ્ક્રીન સિવાય, એટલે કે વાસ્તવમાં, પરસ્પર પ્રેમની આટલી સુંદર અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ પ્રેમી યુગલે કરી હશે! પ્રકૃતિએ પણ કેવું તાદાત્મ્ય સાધ્યું છે!

‘ગીતમાલા’ આજે વાત લઈને આવે છે કોરા કાગઝ જેવા અને ખાલી દર્પણ સરીખા મનમાં જેનું નામ લખાઈ ગયું છે તેની સામે છલકાતા પ્રેમની અભિવ્યક્તિની!

‘શોખિયોં મેં ઘોલા જાયે, ફૂલોં કા શબાબ,
ઉસમેં ફિર મિલાઈ જાયે થોડી સી શરાબ’
ફિર…?

તો પ્રેમનો કેવો નશો તૈયાર થાય! એવો જ કેફ ચડી જાય જો આનંદ બક્ષીના ગીત પર રાજેશ ખન્નાને કિશોર કુમારનો અને શર્મિલા ટાગોરને લતા મંગેશકરનો સ્વર મળે અને જો તેમાં સચિનદેવ બર્મન, રાહુલ દેવ બર્મન અને કિશોરકુમારનું સાગમટું સંગીત ભળે તો! હવે તમે સમજી ગયા હશો કે આપણે વાત કરવાના છીએ ‘કોરા કાગઝ થા યે મન મેરા...’ વિષે. પચાસ વર્ષ પહેલાની ફિલ્મ ‘આરાધના‘નું આ એવું ગીત છે કે જેનો નશો એમ ઉતરે તેમ નથી!

શક્તિ સામંતે હાવડા બ્રીજ, ચાઈના ટાઉન, કાશ્મીર કી કલી, એન ઇવનિંગ ઇન પેરીસ, આરાધના, કટી પતંગ, અમર પ્રેમ જેવી ક્લાસિક ફિલ્મો આપી છે. તેમાં તેની આરાધના (૧૯૬૯), અનુરાગ (૧૯૭૩) તથા અમાનુષ (૧૯૭૫)/(હિન્દી-બંગાળી બંને ભાષામાં) ફિલ્મોને શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આરાધના ફિલ્મમાં બેસ્ટ અભિનેત્રી તરીકેનો શર્મિલા ટાગોરને અને બેસ્ટ મેલ સિંગર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ કિશોરકુમારને મળ્યો છે.

આરાધના બ્લોકબસ્ટર ફિલ્મ બની, બંગાળી ભાષામાં તેને ડબ કરવામાં આવી તો ત્યાં પણ તે એવી જ સુપર હિટ રહી. કુછ તો બાત હૈ ઇસમેં…! સિનેમાના સ્ક્રીન સિવાય, એટલે કે વાસ્તવમાં, પરસ્પર પ્રેમની આટલી સુંદર અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ પ્રેમી યુગલે કરી હશે! પ્રકૃતિએ પણ કેવું તાદાત્મ્ય સાધ્યું છે! આહા…

aradhana Movie Song Review Poster Aksharnaad

‘હે હે હે હે, આહા હૂં હૂં, આહા…
કોરા કાગઝ થા યે મન મેરા મેરા મેરા
લિખ લિયા નામ ઇસ પે તેરા
સૂના આંગન થા જીવન મેરા
બસ ગયા પ્યાર ઇસ મેં તેરા

ટૂટ ન જાયે સપને મૈં ડરતા હૂં
નિસ દિન સપનોં મેં દેખા કરતા હૂં (૨)
નૈના કજરારે, મતવારે, યે ઇશારે
ખાલી દર્પણ થા યે મન મેરા
રચ ગયા રૂપ ઇસ મેં તેરા… કોરા કાગજ…

ચૈન ગંવાયા મૈને નિંદિયા ગંવાઈ
સારી સારી રાત જાગૂં દૂં મૈ દુહાઈ
કહૂં ક્યા મૈ આગે, નેહા લાગે, જી ના લાગે
કોઈ દુશ્મન થા યે મન મેરા… લિખ લિયા…

એ જ ટીમ સાથેની, આરાધનાનામની એ જ બંગાળી ફિલ્મમાં (એટલે કે ડબ થયેલી ફિલ્મમાં) ગીતના શબ્દો આ મુજબ છે:

આજ હ્રિદયે ભાલોબેસે લિખે દિલે નામ તુમિ એસે (૨)
જેનો સાગોરે નોદી મેસે ભોરે દિલે મોન તુમિ એસે
શેષ ના હોય આબેશ મોન સે તો ચાય
નિશિદિન સોપનો મોર દેખે સુધુય જાય
નોયન ચાય જારે પાથ તારે એ આધારે
સુનો જીબોને બોધુર બેસે લિખે દિલે નામ તુમિ એસે
જેનો સાગોરે નોદી મેસે ભોરે દિલે મોન તુમિ એસે

કોતો જે આલો ભોર સુદૂર ગગને
આજ ખેલે કાછે ઓગો એ શુભ લોગને (૨)
સૂર જે ડાકે ઓનુરાગે દોલા લાગે
જાય દૂરે મોને મન ઘેસે
મોયૂરપંખીતે સે દૂર દેશે
આજ હ્રિદયે ભાલોબેસે લિખે દિલે નામ તુમિ એસે

મિલોન પિયાસે યેયેછિ ઓ મોન જે
સે તો મોર સાધનાતે પેયેછિ ઓ મોન જે
આખિ આખિ પાટે મધુરાતે એકસાથે
લિખે નાઓ કાછે તુમિ એસે મોન નાઓ આરો કાછે એસે
આજ હ્રિદયે ભાલોબેસે લિખે દિલે નામ તુમિ એસે
આ આ આ આ ઓહ હોહો ઓ હોહો આ આ આ આ…

આ ગીતના શબ્દો પણ ઘણે અંશે પ્રેમપૂર્ણ હૃદય ઉપર પ્રિયતમાનું નામ લખાઈ ગયું છે એવું જ કહે છે. બધા દિગ્દર્શકો કલાકારો, ગીતકારો, સંગીતકારો અને અન્ય સહાયકોની ઉપાસના  વગર આ ‘આરાધના’ શક્ય નથી.

૧૯૬૯ થી ૧૯૭૧ સુધીમાં પોતાના અભિનયના જોરે જ ૧૫ હિટ ફિલ્મો આપનાર જતીનભાઈ, હા, રાજેશખન્નાની જ વાત ચાલે છે, મકર રાશિમાંથી ઊંચકાઈને તુલા રાશિમાં આવી ગયા! અને જો તમે તેને પ્રથમ ‘સુપર સ્ટાર’નો ખિતાબ આપશો તો કોઈ વાંધો નહીં ઉઠાવે. કારણ, એટલા સમયમાં એટલી હિટ ફિલ્મો આપવાનો તેનો રેકોર્ડ હજુ સુધી તો અકબંધ છે! તેની લોકપ્રિયતા, તેની અલવિદાને આઠ વર્ષ થયા પછી આજે ય બરકરાર છે, ઇનટેકટ છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર સાથે જેનો નાતો છે તે શર્મિલા ટાગોર લગ્ન પછી બની ગયા આયેશા સુલતાના ખાન.

શર્મિલા અને રાજેશખન્નાએ મળીને સાત હિટ ફિલ્મો આપી છે. બોમ્બે સિનેમા કહો, હિન્દી સિનેમા કહો કે બોલીવૂડ કહો તેમાં અને ટોલીવૂડમાં આ કલાકારોએ ધૂમ મચાવી હતી. આ બંને કલાકારોને ૨૦૧૩ માં ‘પદ્મભૂષણ’ થી સન્માનવામાં આવ્યા હતા. એવોર્ડ્સ આપીને તે આપનાર પોતાનું ગૌરવ વધારે છે. પુરસ્કાર હોય છે માન-સન્માન આદર, કદર અને પ્રેરણા માટે!

– હર્ષદ દવે

હર્ષદભાઈની કલમે અનેક સદાબહાર હિંદી ગીતોની મજા અને એના પ્રતિબિંબસમા બંગાળી ગીતોનો આનંદ મળશે તેમની કૉલમ ગીતમાલાના આવા અનેક લેખ પરથી જે અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કોરા કાગઝ થા યે મન મેરા.. – હર્ષદ દવે