Daily Archives: July 23, 2014


વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

અંગત વ્યવસાયિક જીવનની તકલીફો, અનુભવો અને રાજકારણ વિશે અંગત ડાયરીમાં લખવું અલગ વાત છે પણ એ જ જાહેર મંચ પર મૂકવું એ મુશ્કેલ છે. એમાં અનેક ભયસ્થાનો છે. લોકોની નજરમાં આળસુ, રઘવાયા, ગાંડા કે તકવાદી ગણાઈ જવાનો ભય, કોઈકની સામેના માનસિક વિરોધને શબ્દદેહ આપી બેસવાનો અને એ રીતે અંગત અણગમાને વ્યક્ત થઈ જવા દેવાનો ભય, પોતાની જાતને વધુ પડતી પ્રોજેક્ટ કરી બેસવાનો ભય, પોતાની ક્ષમતાઓને વધારે આંકી બેસવાનો ભય, વ્યવસાયિક ગુપ્તતા અને ‘ટ્રેડ સીક્રેટ’ના છત્તા થઈ જવાનો ભય, કોઈકના નજીકના ગણાઈ જવાનો ભય, કોઈકના તમારા પ્રત્યેના અકારણ અણગમા વિશે તમે જાણો છો એ બતાવવાનો ભય…. પણ છતાંય એક ત્રીજો પુરુષ એકવચનના સ્વરૂપે ૧૧થી વધુ વર્ષના વ્યવસાયિક જીવનમાં મેં જે અનુભવ્યું છે એ આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાય અને શોખને મેં અત્યાર સુધી પ્રયત્ને અલગ જ રાખ્યા છે, ક્યારેક સાહિત્યનો સહારો વ્યવસાયિક તકલીફોને હળવી કરવામાં ઉપયોગી થયો છે, પણ એ વિશે ઉપર બતાવ્યા એ બધાંય ભયસ્થાનોથી ઉપર જઈને લખવું એ મારૂ એક પ્રકારનું માનસીક દુઃસાહસ જ કહી શકાય…