તમારાં કર્મો થકી નામના તમારી વધે છે,
કરવાથી દાન, નામના તમારી વધે છે,
જીતવાથી જગમાં, નામના તમારી વધે છે,
કરો કંઇ નવી શોધ તો પણ નામના તમારી વધે છે,
તો લાજ મારી નાભિ નીચે શાને કાજ છે ?
જગ જીતવાથી ના નામના અમારી વધે છે,
અન્યાય સામે ઉઠાવું અવાજ, તો ય માન ક્યાં મળે છે?
કરું જો પ્રેમ રાત એક પૂરતો, લાજ મારી જાય છે,
દુરાચારીનાં આક્રમણ થકી લાજ મારી જાય છે.
સ્તબ્ધ હું પાષાણવત્…
મારાં એક અંગ માત્ર પર લાજ મારી નક્કી કરનાર કોણ તમે?
છે કોણ ઠેકો આપનાર એવો તમને?
પણ તમે…
મૂર્ખ તો નથી જ… છો મહાધૂર્ત,
જાણી-સમજી ચૂકી છું તમારા
આ પાખંડી ખેલને,
બનાવી મને બાંદી, રચી ષડયંત્ર.
કાઢી જંઘા વચ્ચેથી ફેંકી દઉં છું હું
હવે મારી તથાકથિત આ લાજને…
કૌમાર્ય મારું, છે મુક્તિ મારી,
એ કાંઈ નથી શરમ મારી.
કોઈ આક્રમણ મને હવે લજવી ના શકે,
હવે નહીં કોઈ લાજ મારી લૂંટી શકે,
નજર ઉઠાવી હવે કરી લાલ આંખ અને
માગીશ સઘળો હિસાબ આક્રમણોનો ત્યારે
પડશે ભારે મોં છુપાવવું આ સમાજ-સરકારને.
તમારે પણ શરમથી નતમસ્તક થવું પડશે!
છું હું ગૌરવાન્વિતા અને
કૈંક આક્રમણો પછી પણ રહેવાની
હું ગૌરવાન્વિતા!
– પલ્લવી ત્રિવેદી, અનુ. હર્ષદ દવે.
શ્રી પલ્લવી ત્રિવેદીનું આ કાવ્ય જેનો અનુવાદ હર્ષદ દવે દ્વારા કરાયો છે, એ આજના સમયની નારીનું, કદાચ સૌથી ધગધગતું અને પુરુષોને તેમની જ ભાષામાં કહેવાયેલું એક અનોખું સત્ય છે. આજકાલના વિશ્વમાં નારી પર થતા અનેક આક્રમણો, બળાત્કારો અને અન્યાયની ખબરોથી જ્યારે સમાચારપત્રો અને ટીવી વગેરે સતત ચમકતા રાખે છે એવામાં પ્રસ્તુત કાવ્ય એક અનોખી આભા સાથે એક નારીનો, એક ગૌરવાન્વિતા નારીનો વિશ્વની આંખમાં આંખ નાખીને અપાયેલ જવાબ છે. સર્જન બદલ પલ્લવીબેન અને અનુવાદ બદલ તથા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
This is very true in real sense. Its male predominant society had created sort of weaker image for woman- for what its been well documented in history for many many years. Also the body language play tremondous roll for woman safety more than man. Its a gender base vision & human related lifelong need.
A shocking reality, a bold truth, may we know in which language original poem was written?Marathi? Can we find it on android to read? Please guide,
May we expect more good poems, full of emotions, reality?,may be on different subject?
Beafore two three years, in AkhandAnand such a touchy poem was found, regarding mother &son relationship, by some lady poet, name fergotten, from Vyara, can somebody find out, put it here?Thanks
બહુ સરસ રચના છે.
ખુબ જ સરસ રચના. લેખિકા અને અનુવાદક બંને ને હાર્દિક અભિનંદન.
ખુબ જ સરસ રચના, વીચાર કરતા થઈ જઈએ તેવી.
અભિનન્દન પલ્લવીબેન અને હર્ષદ ભાઈ.
thought provoking for sure…
સરસ!
ઠિસ ઓર્લ્દ ઇસ મલે દોમિનન્ત્ ફેમલ સુફ્ફેર્સ ગોદ ક્ર્રેઅતેદ મલે અન્દ ફેમલે તો સુસ્તૈન થિસ વોર્લ્દ્…યુધિસ્તેર અન્દ દ્રૌપદિ
ક્રિશ્ન સવેસ હેર બુત વ્હ્ય ક્રિશ્ન વસ મલે હે બ્રોઘ્ત વ્યથા તો હે બ્રોઉઘ્ત
હલબલાવી નાખે એવી કૃતિ છે.
વિચારવા મજબૂર કરે.
અનુવાદ સાદ્યંત સુંદર.
* [ એક મરાઠી કવિ ‘ગ્રેસ’ [માણિકરાવ……..] જેના સુરેશ દલાલ અને વિપિન પરીખ ખાસ વિશેશ પ્રેમી હતા ….. એક કાવ્યને ટાંકતા ,અમુક પંક્તિઓ કાહેતા,જેનો ભાવાર્થ ‘કૈંક’ આવો હતો :- (એક “સ્ત્રી”ને ઉદેશીને કહેવાયું હશે (? !):-
” જેણે આપ્યું છે, આ ચંદ્રનું મુખ તને,અને સૌંદર્ય ઉમદા ,
એણેજ આપ્યા છે આ જાંઘ,વાળ અને અન્ય મને, સર્વદા.. ! ” અને એમા હું ઉમેરીશ :-
આનું તાત્પર્ય એટલું કે,સ્ત્રી( નારી-માદા)ની નાભિ નીચેના પ્રદેશ…અંગને જે કોઇ રીતે પણ ઓળખાવાય …નામ અપાય ! ( અહીં “લાજ/શરમ/ઇજ્જત”), એ અને એક “નર” ને ઉપલબ્ધ છે…તે {અલબત્ત , બેઉ એંગલ થી ] કુદરતી ઇશ્વરીય ભેટ/દેન જ છે એના ઉપયોગ પર ક્યાં કોઇનો કંટ્રોલ છે ? ઈવન અમુક નારીઓ પણ વામણી/ નબળી છે જ એ રીતે ….
નર વગર આવા કોઇ વિચારનું અસ્તિત્વ જ ન હોય ! નર અને માદાના સ્વભાવ,ગુણ-લક્શણ, “સહજતયા છે તે છે!” આજે સ્ત્રી દેહને જે ઓપ અપાય છે અને એ અંચળા હેઠળ અશ્લીલ-બિભ્ત્સ જે કહીએ ક્રુતિ કરનાર નર તો નથી જ, નારી દ્વારા કરાય છે ,આને આ કલિયુગના અસર-પરિણામ છે … સમયના ફલક પર આ સહજ બદલાવ છે ! ]*
[ * વાંચનાર સમજ્નાર ભાવક [ જે આને માટે ‘સુપાત્ર” છે તેને માટે જ, કારણકે, ઓપન માઇન્ડથી બધા આયમો,દિશાથી જોઇ તપાસી સમાગ્રતયા ન્યાયપૂર્ણ રીતે સમતોલ વિચારે અને નિર્ણય કરે તેને માટે જ….આનો અર્થ એમ હરગિજ ન કરી શકાય કે, જે ઉદેશ્ય -કારણને લીધે આ ક્રુતિ-રચના સર્જાઇ, જે કોઇને આ સામાજિક રીતે અઠીક લાગે છે, તે સહી નથી , એવો હેતુ અને ” નર અને માદા” નો ઝઘડો પણ, નથી જ આ કોમેંટ પાછળ… *]
-લા’ કાંત / ૨૪.૭.૧૪
સરસ અનુવાદ અને સુપેર્બ સર્જન …અભિનન્દન પલ્લવિ બેન અને હર્શદભાઇ