મને તેથીજ મારી ઘેલછા પર વહાલ આવે છે,
હતાશામાંય હરગીઝ એ હાથ ધસતી નથી હોતી
********
એ ધડી પણ એક વખત આવી લતી
સુખની મારા હાથમાં ચાવી હતી
કોઇની સમજાવી એ સમજી નહીં,
આંખને એણે પણ સમજાવી હતી
**********
તુટી પડે છે શ્વાસના તાલે જ માનવી
આ દીલની ધડકનો છે સતત તૂટવાનું નામ,
તેથીજ કીધો પ્રેમ અમે સાંભળ્યુ હતુ
આ જીન્દગી છે કૈક કરી છૂટવાનું નામ
**** અને અંતે મારી ફેવરીટ… ****
પછી મોકો નહીં મળે આવૉ જીવન મહીં “ધાયલ”
કરીલે તું પણ વાર, ઉભો છું અદબ વાળી
આંખ ને સજાવો છો અને સમજાવો પણ છો,
કંઈ યાદ માં આટલું તમે એને રડાવો પણ છો….મ
નમીશ તારી સામે જરૂર પણ કોઈ શરત હોવી જોઈએ
પ્રાર્થના કરું પ્રભુ વારંવાર પણ અસર તરત હોવી જોઈએ,
ghayal saheb is supurb