મરીઝની રચનાઓ 12


અબ્બાસ વાસી એટલૅ કૅ “મરીઝ” સાહેબના કેટલાક શે’ર અત્રે પ્રસ્તુત છે.

*

એક પળ એના વિના ચાલતુ નહોતુ “મરીઝ”
કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઇ…

*

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે

*

દાવો છે અલગ દુનિયાની રીત થી
એ અહીં ચુપ રહે છે જેનો અધિકાર હોય છે…

*

હું તને જોત તો દુનિયાને પછી જોતો નહીં,
તું મને જોત તો જોતી થઇ જાત દુનિયા મને…

*

મિત્રો બધા ખુદા પરસ્ત મળ્યા છે “મરીઝ”
સોંપે છે દુઃખ ના કાળ માં પરવરદીગારને

*

બહુ સુંદર નક્શીકામ છે જખ્મોનું હ્રદય ઉપર
ઓ સંગાથી કલાકારૉ તમારુ કામ લાગે છે..

*


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “મરીઝની રચનાઓ