શેખાદમ આબુવાલા ની રચનાઓ 3


જાણું છું એમ તો તમે કિસ્મતની ચાલ છો,
તો પણ કહું છુ આજે તમે મારી કાલ છો,

એવો જવાબ છો કદી આપી શકાય ના,
પૂછી શકાય ના કદી એવો સવાલ છો,

આ રૂપ, આ ગતિ, કવિ બીજુ તો શું કહે,
હરણાની ચાલ છો, ગુલાબોના ગાલ છો,

હું તો કરી રહ્યૉ છું સમય આપવાની વાત,
છો સંકુચિત મિલન માં, વિરહમાં વિશાલ છો,

સપનામાં એમ તો તમે વાસ્તવથી કમ નથી,
જાગું છું ત્યારે તમે કેમ ઇન્દ્રજાલ છો,

જીવન આપણું જોડાઇ શકે તો માનીશ,
તમે કમાલ હતા ને હજીય કમાલ છો

↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

તમારી મૂંગી આંખો માં સવાલોના સવાલો છે,
છતાંય બેચૈન થ ઇ ને હું કેટલા પ્ર્શ્નો પૂછું છું,
મને પણ થાય છે કે પ્રેમ માં હું આ શું કરું છું,
તમે રડતા નથી તોય તમારી આંખ લૂછૂ છું.

↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

આંસુ નું આંખ માં ઝૂલી જવુ,
કેટલું વસમું છે તને ભૂલી જવું

↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔

હસું છું એટલે માની ના લેશો કે સુખી છું હું
રડી નથી શક્તો એનું દુઃખ છે મને, દુઃખી છું હું,
દબાવીને બેઠો છું જીવન ના કારમા જખ્મૉ,
ગમે ત્યારે ફાટે એવો જ્વાળામુખી છું હું.


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “શેખાદમ આબુવાલા ની રચનાઓ

 • harin

  એવો જવાબ છો કદી આપી શકાય ના,
  પૂછી શકાય ના કદી એવો સવાલ છો,
  જીવન આપણું જોડાઇ શકે તો માનીશ,
  તમે કમાલ હતા ને હજીય કમાલ છો…આબુવાલા..!!

 • Jayanti

  મરણ ની રાહ મા રોજ જીવવુ અઘરુ છે
  જીવી જીવી ને રોજ મરવુ અઘરુ છે
  સુકાઈ ગયા છે સાતે સમન્દર આસુઓના
  કૉરી આખે રોજ રડવુ અઘરુ છે
  ભિન્જાઈ ગયો છું હુ વિરહની વાદળી થી
  ધિરે ધિરે રોજ વરસવુ અઘરુ છે
  ઝલી ગયુ છે હ્ર્દય મારુ ઇન્ત્જાર ની આગ મા
  શમા બની રોજ પિગળવુ અઘરુ છે
  પ્રેમ ની છે આ મજા કે સજા “ઘાયલ”
  દુર બેસી સમજવુ અઘરુ છે

  પ્ર્ર્થમ પ્રયાસ છે, જિગનેશ ભાઈ, તમને વિન્ન્તી છે, યોગ્ય લાગે તો પ્રોસ્તાહન આપજો, આભાર