મરીઝની રચનાઓ 12
અબ્બાસ વાસી એટલૅ કૅ “મરીઝ” સાહેબના કેટલાક શે’ર અત્રે પ્રસ્તુત છે. * એક પળ એના વિના ચાલતુ નહોતુ “મરીઝ” કોણ જાણે કેમ આખી જીંદગી ચાલી ગઇ… * મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’ હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે * દાવો છે અલગ દુનિયાની રીત થી એ અહીં ચુપ રહે છે જેનો અધિકાર હોય છે… * હું તને જોત તો દુનિયાને પછી જોતો નહીં, તું મને જોત તો જોતી થઇ જાત દુનિયા મને… * મિત્રો બધા ખુદા પરસ્ત મળ્યા છે “મરીઝ” સોંપે છે દુઃખ ના કાળ માં પરવરદીગારને * બહુ સુંદર નક્શીકામ છે જખ્મોનું હ્રદય ઉપર ઓ સંગાથી કલાકારૉ તમારુ કામ લાગે છે.. *