વૈષ્ણવજન – નરસિંહ મહેતા


gandhi_studio_1931.jpg

ગઈકાલે  , 30 January ગાંધીજીના નિર્વાણ દિને તેમના પ્રિય ભજન વૈષ્ણવજનને માણીએ….

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દરશન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

( મોહનદાસ કરમચંદ ગાંધી , મહાત્મા ગાંધી ના નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારત દેશના આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા ને આજે આપણે આ ભજન ના માધ્યમ થી શ્રધ્ધાંજલી આપીએ )

આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.