એક અધૂરી પ્રેમ કથા… 13


એક આંધળી છોકરી હતી. તેને પોતાના આંધળા હોવાના લીધે પોતાનાથી નફરત હતી. બધાથી નફરત હતી, પણ એક છોકરો તેને પ્રેમ કરતો હતો, તે એ છોકરાને પ્રેમ કરતી હતી. તે ધણી વાર પેલા છોકરા ને પૂછતી કે જો હું જોતી હોત તો પણ તું મને આટલો જ પ્રેમ કરત?

અને એ છોકરો તેનો હાથ પકડી લેતો, કાંઇ ના કહેતો… તે એ છોકરા ને કહેતી કે જો મારે આંખો હોત તો હું તારી સાથે લગ્ન કરત… અને પછી અચાનક કોઇએ તેને આંખો દાન કરી, હવે તે બધુ જોઇ શક્તી હતી…

તેણે પોતાના પ્રેમીને જોયો, તે પણ આંધળો હતો. તેણે પૂછ્યું, “હવે તો તું જોઇ શકે છે….હવે તું મારી સાથે લગ્ન કરીશ? ”

પેલીએ ના પાડી અને કહ્યું, “આંધળા સાથે લગ્ન કરી ને મારે જીંદગી બગાડવી નથી…”

હતાશ થઇ ને પેલો જતો રહ્યો અને જતા જતા કહેતો ગયો, “પ્રિયે, મારી આંખો નું ધ્યાન રાખજે…..”

jayan172 ના નેટલૉગ બ્લૉગ નો ગુજરાતી અનુવાદ)


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “એક અધૂરી પ્રેમ કથા…