મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ 1


મલકાઇને તમે જ્યારે પણ હસો છે,
મારા અંતર મનમાં તમે જ વસો છે,
તમને શું ખબર વગર પીધે
ચઢી જાય એવો તમે નશો છો…

* * * *

લજામણી નું ફૂલ છું, અડો ને સંકોચાઉં છું,
બસ તમે જ મારી સામે જુઓ તો શરમાઉં છું,
તમે મને જોઇ હસો છો કે, એ મારા હૈયાનો ભ્રમ છે??
હાસ્યને તમારા પ્રેમ સમજીને ભરમાઉ છું.

* * * * *

મને થાય છે કે હવે તો તને કહીજ દઉં
કે મારી ઉદાસ રાતોનું કારણ
મારા સઘળા પ્રેમનું તારણ
અને મારા હૈયાનું બંધારણ તું જ છે..

જે સપનાઓમાં પોતાને એકલો જ જોતો હતો
તેમાં તારો સાથ પૂરવા વાળી
હાથોમાં મારા હાથ આપવા વાળી
અને જીવનપથ પર સાથ આપવા વાળી તું જ છે…

શું મળશે મંઝીલ માં જો સફર માં તું નથી
જ્યાં સુધી તું છે, જીવવાની ચાહ છે,
મિલનની મંઝીલ ને ભરોસાની રાહ છે,
નહીં તો બધે સ્વાર્થનો દાહ છે.

જ્યાં જુઓ ત્યાં બધે મતલબનો માર છે,
જાણીતાઓના અજાણ્યા કાવતરાનો ભાર છે,
સાથની છે ચાહ જીવનના અંતિમ શ્વાસ સુધી
ચાહતની આશાજ જીવનનો આધાર છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “મારી રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ

  • chand

    AAJE PAHELI J VAKHAT AKSHARNAAD.COM PAGE OPEN KARYU CHHE. MANE KHUB J GAMYU CHHE,MANE AAJE J JANAVA MALYU K GUJARATI MA PAN AATLI BADHI MAHITI AATLI SARALTATHI MALI SHAKE CHHE. KHAREKHAR I AM VERY HAPPY.
    KHAREKHAR VANCHVANI KHUB J MAJA AAVI
    SHRI.KIRIT DUDHAT NI MA ANE PREMIKA KHUB J SARAS LAGI, REARY VERY GOOD………..VERY FINE…………..