સાહિત્યકાર મુજબ સંગ્રહ... : શેખાદમ આબુવાલા


હાય શરમ ! – શેખાદમ આબુવાલા 5

શરમના અંચળા નીચે છુપાયેલી રસિકતાએ પ્રગટ થતી નાયિકાની પ્રણય માધુરીનો સૂક્ષ્મ અને પ્રગાઢ અનુભવ નાયકમુખે વ્યક્ત કરતી આ નમૂનેદાર ગઝલ છે. હાય શરમ ! જેવા સુંદર રદીફ અને ધર્યો, મર્યો, સર્યો, વર્યો જેવા યથાર્થ કાફિયાના ઉપયોગથી આ ગઝલ સાંગોપાંગ બળુકી થઈ છે. આ સફળ પ્રણયની ગઝલ છે. નાયકને પ્રિયતમા તેની સન્મુખ જે લજ્જા પ્રગટ કરે છે તે મૂંઝવે છે. પ્રણયની અભિવ્યક્તિમાં નાયકને નાયિકાની શરમ નડે છે છતાંય એ મીઠી મૂંઝવણને સ-રસ શબ્દો દ્વારા શેખાદમ આબુવાલાની જેમ બીજુ કોણ આમ અભિવ્યક્ત કરી શકે ?


શેખાદમ આબુવાલા ની રચનાઓ 3

જાણું છું એમ તો તમે કિસ્મતની ચાલ છો, તો પણ કહું છુ આજે તમે મારી કાલ છો, એવો જવાબ છો કદી આપી શકાય ના, પૂછી શકાય ના કદી એવો સવાલ છો, આ રૂપ, આ ગતિ, કવિ બીજુ તો શું કહે, હરણાની ચાલ છો, ગુલાબોના ગાલ છો, હું તો કરી રહ્યૉ છું સમય આપવાની વાત, છો સંકુચિત મિલન માં, વિરહમાં વિશાલ છો, સપનામાં એમ તો તમે વાસ્તવથી કમ નથી, જાગું છું ત્યારે તમે કેમ ઇન્દ્રજાલ છો, જીવન આપણું જોડાઇ શકે તો માનીશ, તમે કમાલ હતા ને હજીય કમાલ છો ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ તમારી મૂંગી આંખો માં સવાલોના સવાલો છે, છતાંય બેચૈન થ ઇ ને હું કેટલા પ્ર્શ્નો પૂછું છું, મને પણ થાય છે કે પ્રેમ માં હું આ શું કરું છું, તમે રડતા નથી તોય તમારી આંખ લૂછૂ છું. ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ આંસુ નું આંખ માં ઝૂલી જવુ, કેટલું વસમું છે તને ભૂલી જવું ↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔↔ હસું છું એટલે માની ના લેશો કે સુખી છું હું રડી નથી શક્તો એનું દુઃખ છે મને, દુઃખી છું હું, દબાવીને બેઠો છું જીવન ના કારમા જખ્મૉ, ગમે ત્યારે ફાટે એવો જ્વાળામુખી છું હું.