રૂપાળો એક રિશ્તો લાગણીનો 5


 કરી તૉ જૉ…

રુપાળૉ એક રીશ્તૉ લાગણીનૉ તું ય કરીતૉ જૉ,
મારી સાથૅ બૅ ડગલા પ્રણય ના તું ય ભરી તો જો,
સતત તું રહૅ છે માર શમણામાં – સ્મરણ માં,
કદી એકાંતમાંય મારુ નામ સ્મરી તૉ જૉ,

પ્રતિક્ષા કરીછે કૅટલીય મેં પામવા તુજને,
કસૉટી આજ મારા પ્રૅમની તું ય કરી તૉ જૉ,
થશે તનૅ અનુભવ એક મીઠા દર્દનૉ ત્યારૅ,
મારી યાદનૅ તારા હ્રદયમાં સંઘરીતૉ જૉ,

બિછાવ્યુ છે મૅં હ્દય તારી યાદમાં સદાય,
અમારા માર્ગ માં તુંય નયન ઢાળી તૉ જૉ,
છે ક્યાં જીવવા જૅવું જીવનમાં જૉ પ્રૅમ ના હૉય,
બસ વાત મારી આટલી કાનૅ ધરી તૉ જૉ,

સિતારા તૉડવાનૉ વાયદૉ કરવૉનથી મારૅ,
પડીનૅ પ્રૅમમાં મારા ગગનનૅ સર કરી તૉ જૉ,
મુંગૉ પણ ભરપૂર પ્રેમ મૅં તનૅ કર્યૉ,
પ્રયત્ન ઍનૅ કરવાનૉ સરભર તુંય કરી તૉ જૉ…

(  B V M Kelidoscope ’99  માં થી સાભાર….)


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 thoughts on “રૂપાળો એક રિશ્તો લાગણીનો

  • Devendra Gohil

    This is the greatest Gujarati Site i have ever seen.All others are proffessional that wants some revards to make “gujarati Sahitya” more popular & serve gujarati.
    Finally
    ” Kadach Gujarati ne seva nu aa nanakadu paglu, aavti kale moto itihas bani raheshe”

    Thanks To Serve it

  • Jignesh

    Hellow,

    જરાય નહીં, અલબત જૉડણી સુધરવી મને તૉ ગમશે…

    ઉંઝા જૉડણી વિશે મનૅ માહીતી નથી તૉ E mail થી જણાવશૉ…

  • સુરેશ જાની

    માફ કરજો ; નીચેના શબ્દો ની જોડણી ખોટી છે –

    રુપાળા નહીં – રૂપાળા
    સિતારા નહીં – સીતારા
    પ્રતિક્ષા નહીં – પ્રતીક્ષા
    મુંગો નહીં – મૂંગો
    જૉ નહીં – જો

    ‘એ’ અને ‘ઓ’ નો દીર્ઘ ઉચ્ચાર લખવાનો રીવાજ લગભગ નહીંવત્ છે. માટે બધા હ્રસ્વ ‘એ’ કે ‘ઓ’ લખવા સારા.

    મારી પણ આવી ઘણી ભુલો થતી હતી, માટે મેં ‘ઉઝા’ જોડણીમાં લખવાનું રાખ્યું છે.
    જો બધા આમ કરે તો લખાણમાં એકવાક્યતા આવે. માઠું નહીં લગાડોને?