બ્રહ્મ, બ્રહ્મતેજ અને યજ્ઞોપવિત – હર્ષદ દવે 11


બ્રહ્મ

બીજ પહેલા કે વૃક્ષ ? આ સરળ જણાતા પ્રશ્નમાં ‘બ્રહ્મ’ શબ્દનું અનસંધાન છે. આ શબ્દ સમજવામાં થોડો અઘરો લાગે પરંતુ તે એટલી હદે મુશ્કેલ પણ નથી. ચાલો આપણે એ દિશામાં નાનો એવો પ્રયત્ન કરી જોઈએ :

આપણે ‘બ્રહ્મ’ વિશે સમજણ મેળવવી જ જોઈએ. સહુથી પહેલી વાત એ છે કે ‘બ્રહ્મ’ ફક્ત એક શબ્દ નથી! તે સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ જગતનું મૂળ તત્વ છે. ભગવદગોમંડળમાં બ્રહ્મ શબ્દના ૪૫ અર્થ દર્શાવ્યા છે. બ્રહ્મ ઉપરથી બ્રહ્મા. બ્રહ્મ વેદમાં છે અને વેદમા બ્રહ્મજ્ઞાન છે! બ્રહ્મનો પર્યાયવાચી શબ્દ ‘પરમાત્મા’ છે.

પ્રત્યેક જીવિત મનુષ્યમાં જીવ છે તેનો કોઈ અસ્વીકાર કરી જ ન શકે. શાસ્ત્રમાં અને ધર્મમાં જીવને ‘આત્મા’ તરીકે દર્શાવવામાં આવે છે. એક એવો આત્મા છે જે આદિ, અનાદિ, અજન્મા, અજર, અમર, સ્વયંભૂ છે. એ આત્મા જ પરમ આત્મા છે – પરમાત્મા છે.

બ્રહ્મ એટલે બ્રાહ્મણ. વર્ણાશ્રમમાં ચાર વર્ણો છે તેમાનો એક ‘બ્રાહ્મણ’ છે. બ્રહ્મ એટલે બ્રાહ્મણ એવો પણ અર્થ થાય છે.

સ્વામી શિવાનંદ કહે છે : બ્રહ્મ દેશ, કાળ અને કારણથી પર એવો પરમાત્મા છે. તે અસીમ છે. તે શાંત છે. તે પરમ ચૈતન્ય છે. તે નિધિ છે, તે રત્ન છે, તે મણિ છે.

માંડુક્ય ઉપનિષદ જણાવે છે : ‘અયમાત્મ બ્રહ્મ’. આ આત્મા બ્રહ્મ જ છે. તત્વજ્ઞાનનો સાર જે ચાર વાક્યોમાં સમજાવવામા આવ્યો છે તેમાનું એક વાક્ય આ છે.

બ્રહ્મ ઈશ્વરનું વિરાટ સ્વરૂપ છે. બ્રહ્મ એટલે ઈશ્વર, વિષ્ણુ ભગવાન. હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં બ્રહ્માજીના સ્વરૂપોનું વર્ણન છે. તેમને ચાર મુખ છે, બ્રહ્મ પરમ તત્વ છે, બ્રહ્મ અવાચ્ય છે. તેમની સ્તુતિ જુઓ –

ૐ શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં.
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્ ।
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં.
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્ ॥

શંકરાચાર્ય દર્શાવે છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. માટે જ કહ્યું છે, બ્રહ્મથી નાતો જોડ, ભ્રમથી નાતો તોડ. બ્રહ્મા સૃષ્ટિના સરજનહાર છે. નરસિંહ મહેતા ગાય છે, ‘ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ જેને જ્ઞાનીઓ પણ પૂર્ણપણે જાણી શક્તા નથી તે સનાતન ‘નેતિ નેતિ’ બ્રહ્મ છે. બ્રહ્મ યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે.

કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષરસમુદ્ભવમ |
તસ્માત્સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ ||

વાસ્તુશાસ્ત્રમાં એમ જણાવ્યું છે કે મકાન અથવા જમીનની વચ્ચે આવેલા ૧/૩ ભાગને બ્રહ્મ(સ્થાન) કહેવાય છે.

આપણા ધર્મમાં, શાસ્ત્રોમાં, સંસ્કૃતિમાં અને જીવનમાં બ્રહ્મનું મહત્વ સવિશેષ છે. તે ઓમકાર છે. સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મથી જ છે. ‘વેદ’ આર્યોનો સહુથી પ્રાચીન ધર્મગ્રંથ છે અને તેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. વેદની રહસ્યમય અને ગૂઢ વાતો સમજાવવા માટે ઉપનિષદોની રચના થઈ છે. ઉપનિષદ વેદની અંતર્ગત ગણાતો અને વેદના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો ધાર્મિક ગ્રંથ છે. તે બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો તાત્વિક ગ્રંથ છે. તેમાં વેદ રહસ્યની અને બ્રહ્મજ્ઞાનની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. ૧૦૮ ઉપનિષદોમાં ‘કૃષ્ણ’ યજુર્વેદનું ઉપનિષદ બ્રહ્મ છે. છેવટે તો જીવ જ શિવ છે કેમ કે ‘અહં બ્રહ્માસ્મિ’

બ્રહ્મતેજ

‘બ્રહ્મતેજ’ શબ્દ સ્વયં સ્પષ્ટ છે.

બ્રહ્મતેજમાં બ્રહ્મજ્ઞાનની તેજસ્વિતા છે. બ્રહ્મજ્ઞાનની ઉજ્જ્વલતા છે. તે આત્માના સ્વરૂપ જ્ઞાનની જ્યોતિ કે પ્રકાશ છે. પ્રાચીન ભાષામાં તે બ્રહ્મત્વનો લખલખાટ છે. એ તેજમાં આત્મબળની અપૂર્વ શક્તિ છે. તેમાં બ્રહ્મચર્યનું તેજ પણ છે. બ્રહ્મતેજને ‘બ્રાહ્મણોની આત્મિક શક્તિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેજ એટલે પ્રકાશ. આ પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ છે અને એ જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન. જેનામાં બ્રહ્મતેજ હોય તેની બુદ્ધિ બ્રહ્મા સાથે જોડાઈ જાય છે. જે તેજસ્વી છે તે, જેની પ્રજ્ઞા-મેઘા તીવ્ર છે તે વ્યક્તિ. જે વ્યક્તિમાં પ્રખર સ્મૃતિ અને બુદ્ધિ હોય તેનામાં ‘બ્રહ્મતેજ’ છે તે કહેવાની જરૂર ન રહે. ઈશ્વરે મનુષ્ય ઉપર કૃપા કરીને તેમને પોતાનાં તેજનો અંશ આપ્યો છે.

ગાયત્રી મંત્રના જાપ કરવાથી બ્રહ્મતેજ પ્રાપ્ત થાય છે. સાધકો સહુથી વધારે સાધના અને ઉપાસના ગાયત્રી મંત્રની કરે છે. જેનામાં બ્રહ્મતેજ હોય તેનામાં બ્રહ્મનો અંશ છે તેમ ગણાય અને તેથી એવા ઋષિઓ ભગવાનના અવતાર ગણાય. ભગવાન શંકરના અવતાર સમા દધીચિઋષિના બ્રહ્મતેજની વાત આપણે જાણીએ છીએ. યજુર્વેદના ઋષિની પ્રાર્થના કેવી અર્થસભર છે !

“આ રાષ્ટ્રમાં બ્રહ્મતેજ ધરાવતા બ્રાહ્મણો પેદા થાઓ.”

અથર્વવેદમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે.

“તમે અમને દીર્ઘ જીવન, પ્રાણશક્તિ, સુસંતતિ, શ્રેષ્ઠ પશુધન, કીર્તિ, ધનવૈભવ તથા બ્રહ્મતેજ પ્રદાન કરી બ્રહ્મલોકમાં લઈ જાઓ.” – અથર્વવેદ (૧૯/૭૧/૧)

જેનામાં બ્રહ્મતેજ હોય તેની સમજણશક્તિ પરમ ઉચ્ચ કક્ષાની હોય છે. બ્રહ્મતેજ ધરાવનારનું સ્વાસ્થ્ય હંમેશા સારૂ રહે છે. તેની સ્મૃતિ આજીવન તીવ્ર રહે છે. તેના કાર્યો શુભ, મંગલમય અને કલ્યાણકારી હોય છે. આપણે સહુએ આપણી અંદર બ્રહ્મતેજની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. બ્રહ્મ તેજ ધરાવનાર વ્યક્તિ ઋષિ કોટિની બની જાય છે. તેમનું આયુષ્ય પણ સામાન્ય મનુષ્ય કરતાં વધારે હોય છે. તેવી વ્યક્તિઓ સમાજમાં લોકોને જીવન જીવવાની દ્રષ્ટિ આપે છે.

બ્રાહ્મણોમાં અફેલા ત્રિકાળ સંધ્યા-પૂજા કરવામાં આવતી હતી. હજી પણ અમુક બ્રાહ્મણો એ પરંપરા જાળવી રહ્યા હોય તે શક્ય છે. સંધ્યા ઉપાસના કરવાથી માનવીમાં બ્રહ્મતેજ પ્રગટે છે. આપણે શરૂઆતમાં જોયું હતું તેમ બ્રહ્મતેજ બ્રાહ્મણોની આત્મિક શક્તિ છે. તેમ છતાં એ માન્યતા ભૂલભરેલી છે કે બ્રહ્મતેજ માત્ર બ્રાહ્મણોમાં જ હોઈ શકે. જે વ્યક્તિનું આચરણ, આહાર, વિહાર, વિચાર શુદ્ધ હોય, જે સત્યભાષી હોય, જે વ્યક્તિ સંયમપૂર્વક જીવન જીવતી હોય, જેના બધાં કાર્યો ઉમદા હોય અને જે નિયમિતપણે ઈશ્વરની આરાધના કરતી હોય તેવી કોઈપણ વ્યક્તિ બ્રહ્મતેજ ધરાવવાને અધિકારી છે.

જેનામાં ઈશ્વરનો અંશ પ્રગટ થાય તે ક્યારેય કોઈનું અનિષ્ટ ન કરે. તે એવો વિચાર સુદ્ધાં ન કરે. તેવી વ્યક્તિ કરુણાસભર હોય, સહ્રદયી હોય, તે સહુ પ્રત્યે પ્રેમભાવ રાખતી હોય છે. સામાન્ય માણસો અને સિદ્ધ અથવા પ્રબુદ્ધ માણસોમાં આ જ ફરક હોય છે. તેઓ રાગ-દ્વેષથી અને સંસારિક મોહમાયાથી મુક્ત હોય છે. વેરઝેર તેમને સ્પર્શતા નથી.

બ્રહ્મતેજ ધરાવતી વ્યક્તિના વદન આસપાસ એક ‘આભા’ વર્તુળ રચાઈ જાય છે. એ દિવ્ય વલય સહુમાં જોવા ન મળે. આવું પ્રભામંડળ વાતાવરણમાં એવા તરંગો ફેલાવે છે કે જેથી સર્વત્ર એક શુદ્ધિ અને પવિત્રતાની અનુભૂતિ થાય છે. એક પરમ શાંતિનો અનુભવ થાય છે. એટલે જ સિદ્ધ, સંત કે સાધુના સાન્નિધ્યમાં આપણને આનંદ મળે છે. ત્યારે આપણને એવી ર્પતીતિ થાય છે કે આપણે બ્રહ્મની નિકટ છીએ, બીજી રીતે એમ પણ કહી શકાય કે બ્રહ્મ આપણી નિકટ છે.

યજ્ઞોપવિત

આપણે બ્રહ્મ અને બ્રહ્મતેજ વિશે થોડી વાત કરી, હવે આપણે બ્રહ્મસૂત્ર વિષે સમજીએ. બ્રહ્મસૂત્ર એટલે જનોઈ. જનોઈને ઉપવીત અથવા ઉપનયન શબ્દથી પણ ઓળખવામાં આવે છે. એક બીજો શબ્દ પણ છે, યજ્ઞસૂત્ર. બટુક એટલે કે પુત્રને યજ્ઞ કરીને આપવામાં આવેલું ઉપવીત.

આપણાં ચાર વર્ણો પૈકી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને આપવામાં આવેલા સંસ્કારની નિશાની તરીકે બટુકને જનોઈ આપવામાં આવે છે. જનોઈ આપવાની વિધિને યજ્ઞોપવિત કે ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. તે ધર્મપુરુષાર્થમાં કહેલી બત્રીસ કળાઓમાંની એક કળા છે. તે માન આપવાની અથવા પૂજા કરવાની અઢાર રીતોમાંની એક રીત છે. જનોઈ એટલે રૂના તારના ૨૭ તાંતણાવાળું સૂત્ર. ઉપવીતમાં એક ગાંઠ હોય છે એ ગાંઠને બ્રહ્મગાંઠ કહેવામાં આવે છે.

બ્રાહ્મણના દીકરાને આઠથી સોળ વર્ષ દરમ્યાન, ક્ષત્રિયના દીકરાને અગિયારથી બાવીશ વર્ષની ઉંમર દરમિયાન અને વૈશ્યના દીકરાને બારથી ચોવીશ વર્ષની ઉંમર દરમિયાન ઉપનયન સંસ્કાર કરીને ઉપવિત ધારણ કરાવવું જોઈએ. જનોઈ ધારણ કરવી એટલે બીજો જન્મ લેવો, તેથી જનોઈ પહેરાવ્યા બાદ બટુકને ‘દ્વિજ’ કહે છે. જનોઈ પહેરવી એટલે શુદ્ધ થવું, ઉર્ધ્વગામી થવું. બ્રાહ્મણો દર વર્ષે શ્રાવણ-ભાદરવા માસમાં જનોઈ બદલે છે. પરણેલા પુરુષો જનોઈનો જોટો (બે જનોઈ) પહેરે છે.

બટુકને ગાયત્રી મંત્રનિ દીક્ષા આપીને જ્ઞાન અને અભ્યાસ અર્થે આચાર્ય અથવા ગુરુ પાસે લઈ જવામાં આવે છે, આ વિધિને જ ઉપનયન કરે છે. ઉપનયનથી જનોઈ પહેરેલાં છોકરાના બ્રહ્મચર્યાશ્રમની શરૂઆત થાય છે.

જનોઈ આપવી એટલે કળા શીખવવી અથવા જ્ઞાન આપવું એવો પણ અર્થ છે. બટુકને અભ્યાસ કરવા ગુરુને ઘેર મોકલતા પહેલાં તે વેદનો અધિકારી થાય એ હેતુથી આ સંસ્કાર આપવામાં આવે છે.

જનોઈ ધારણ કરેલ બાળક કે કિશોર સંધ્યા પૂજા કરવાનો અધિકાર મેળવે છે તેથી તેણે ધાર્મિક વિધિ અનુસાર ત્રિકાળ સંધ્યા-પૂજા કરવી જોઈએ એવો આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ બાબત તો ખરેખર વિદ્યા સંપાદન કરવાનો પ્રારંભ દર્શાવે છે.

આઠથી હોવીસ વર્ષની વય સુધીમાં જનોઈ ધારણ કરવાનો રિવાજ છે. પરંતુ બ્રાહ્મણોમાં આ સંસ્કાર એક બે વર્ષ પહેલા પણ આપવામાં આવતા હોય છે. બાળક હવે સમજદાર થાય છે અને તેના વિચારો હવે પરિપક્વ થવાની દિશામાં પગલાં ભરે છે.

બાળક થોડો ગંભીર બને, જવાબદાર બને, ભણે-ગણે એવી અપેક્ષા તેના માતા-પિતા અને વડીલો તેની પાસેથી રાખે છે. આ શીખવા માટેની શ્રેષ્ઠ અવસ્થા છે. બાળક કિશોર બને અને ત્યાર બાદ યુવાન બને ત્યાં સુધીમાં તે જ્ઞાન સંપાદન કરી લે છે. વિદ્યા સંપાદનને કારણે તે પારંગત બને છે.

વર્તમાન સમયમાં આ સંસ્કાર આપવાની ક્રિયા કે વિધિ એક ઔપચારિકતા માત્ર બની ગઈ છે. તેને માટે જવાબદાર આધુનિક જમાનાના માતા-પિતા અને વડીલો છે. પહેલાની દરેક ક્રિયાઓ અને સંસ્કારો પાછળ વિજ્ઞાન અને ધર્મની દ્રષ્ટિનો સમન્વય હતો. સમયાંતરે તેમાંથી ધાર્મિક ભાવના ઓસરતી ગઈ અને સંસ્કાર આપવાની બાબત સ્થૂળ અર્થમાં બિલકુલ અંગત બાબત બની ગઈ. આ માટે આપણે સૌએ જાગૃત થવાની આવશ્યકતા છે. બાળકોને ધાર્મિક, નૈતિક અને સામાજિક સમજણ સાથે જ્ઞાન અને યોગ્ય માર્ગદર્શન આપવાની પૂરી જવાબદારી તેમના માતા-પિતાને અને ગુરુજનોને શિરે છે તે નિર્વિવાદ સત્ય છે. આધુનિક વિકાસ અને પ્રગતિના નામે આપણે અધોગતિ ન કરીએ એ જોવાનું દરેક સદગૃહસ્થનું પ્રથમ કર્તવ્ય છે.

– હર્ષદ દવે.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બ્રહ્મ, બ્રહ્મતેજ અને યજ્ઞોપવિત – હર્ષદ દવે

 • નૈષધભાઇ જે.શુકલ ,ગાંધીનગર

  જનોઇ ધારણ કરવા માટે સમય અને તેનુઁ સુઁદર મહત્વ સમજાવ્યુ જે ઉપયોગેી જણાય છે.

 • perpoto

  જનોઇ માત્ર બટુકને શા માટે?
  સ્ત્રી નો વિચાર કેમ નહી કર્યો હોય?

  • pulkit shastri

   वेदाध्ययन करने के लिए उपनयन अनिवार्य है । उपनयन किसका वेदसम्मत है? –यह निर्णीत होते ही वेदाध्ययन के अधिकारी का भी निर्णय हो जायेगा ।

   वेदाध्ययनविधायक वाक्य है –” स्वाध्यायोऽध्येतव्यः “–तैत्तिरीय आरण्यक –2/15,

   स्वाध्याय –स्वश्चासौ अध्यायः ,स्वस्य अध्यायः–इस प्रकार कर्मधारय या षष्ठीतत्पुरुष करके स्वाध्याय का अर्थ हुआ –वेद,अध्येतव्यः –पढ़ना चाहिए ।लिड़्,लेट् ,लोट्, तव्यत् आदि विधान के लिए हैं । प्रकृत वाक्य से वेदाध्ययन का विधान किया गया है ।ध्यातव्य है कि स्वशाखा वेद ही है ।

   यह अध्ययन किस किस को कैसी योग्यता उपलब्ध होने पर करना चाहिए?

   इस शंका को निर्मूल करने के लिए शतपथ ब्राह्मण का वचन है–

   ” अष्टवर्षं ब्राह्मणमुपनयीत “, ” तमध्यापयेत् “,एकादशवर्षं राजन्यं , द्वादशवर्षं वैश्यम् ,—

   आठ वर्ष के ब्राह्मण का उपनयन करे ,और उसे पढ़ाये । इसी प्रकार 11वर्ष के क्षत्रियऔर 12वर्ष के वैश्य का उपनयन करके उन्हें पढ़ाये ।
   किसका उपनयन कब हो ? –इसे भी बताया गया है –मीमांसा के प्रौढविद्वान् शास्त्रदीपिकाकार ” पार्थसारथि मिश्र ” सप्रमाण लिखते हैं–” वसन्ते ब्राह्मणमुपनयीत,ग्रीष्मे राजन्यं शरदि वैश्यम् ” इति द्वितीयानिर्देशादुपनयनसंस्कृतास्त्रैवर्णिकाः –अध्याय1,पाद1,अधिकरण1,सूत्र1,

   वसन्त काल में ब्राह्मण का उपनयन करे ,ग्रीष्म में क्षत्रिय और शरद् ऋतु में वैश्य का ।भगवान् वेद के इन वचनों में सर्वत्र “ब्राह्मणम्,राजन्यं , वैश्यम् ” इस प्रकार द्वितीयान्त पुल्लिंग का ही प्रयोग हुआ है ,स्त्रीलिंग का नही । अतः उपनयन पुरुषों का ही होगा ,स्त्रियों का नहीं –यही भगवती श्रुति का डिमडिम घोष है ।

   यह बात सामान्य व्याकरण– अध्येता को भी ज्ञात है कि पुंस्त्व की विवक्षा मेंपुल्लिंग और स्त्रीत्व की विवक्षा होने पर टाप् ,ड़ीप् आदि प्रत्यय होकर टाबन्त ड़ीबन्त अजा,ब्राह्मणी,क्षत्रिया,वैश्या आदि शब्दों का प्रयोग होता है ।जब घोड़ा मगाना होगा तब ” अश्वमानय ” ही बोला जायेगा । और घोड़ी मगाना होगा तो ” अश्वामानय ” ही बोलेंगे ।
   इन तथ्यों को ध्यान में रखकर देखें कि उपनयन श्रौतवचनों से किसका कहा जा रहा है ? पुरुष का या स्त्री का ? ” पशुना यजेत ” इत्यादि स्थलों में पुंस्त्वआदि की विवक्षा है ;क्योंकि महर्षि पाणिनि जैसे सूत्रकार ने ” तस्माच्छसो नः पुंसि , स्त्रियाम् , अजाद्यतस्टाप्, स्वमोर्नपुंसकात् ,–जैसे सूत्रों द्वारा पुल्लिंग में अकारान्त शब्दों से परे शस् के स् को न् ,स्त्रीत्व की विवक्षा में टाप् आदि तथा नपुंसक लिंग में अदन्तभिन्न शब्दों से परे सु और अम् विभक्ति का लोपकहा है ।

   अतः इन तथ्यों को मानकर ही अर्थ करना चाहिए ।” तथा लिंगम् ” –पूर्वमीमांसा–4/1/8/16,सूत्र से महर्षि जैमिनिने 5000वर्ष पूर्व ही इस तथ्य की पुष्टि कर दी थी । महर्षि पाणिनि के पहले भी शाकटायन, आदि अनेक वैयाकरण हो चुके हैं ।

   वेदों की आनुपूर्वी में प्रवाहनित्यता मानें या और कुछ, उसमें परिवर्तन ईश्वर भीनही करता ।

   तात्पर्य यह कि समयानुसार वेद नही बदलते हैं ढुलमिल नेताओं की तरह । वेद से भिन्न जो स्मृतियां हैं उनका प्रामाण्य वेदमलकत्वेन ही है ,वेदविरुद्धहोने पर वे अप्रमाण की कोटि में चली जाती हैं –ये दोनो सिद्धान्त क्रमशः” स्मृत्यधिकरण “– 1/3/1/2, ” विरोधाधिकरण “–1/3/1/3-4, पूर्वमीमांसासे सर्वमान्य हैं ।” विरोधे त्वनपेक्ष्यं स्यादसति ह्यनुमानम् ” –1/3/1/3 सूत्र तो इस विषय में अति प्रसिद्ध है ।अतः अपौरुषेय वेद–वसन्ते ब्राह्मणमपनयीत,ग्रीष्मे राजन्यं , शरदि वैश्यम् ” से विरुद्ध ” पुराकल्पे तु नारीणां मौञ्जीबन्धनमिष्यते ” स्मृति सर्वथाअप्रामाणिक है ।

   इससे वेदप्रतिपादित सिद्धान्त को सञ्कुचित नही किया जा सकता । अतः स्त्रियों का उपनयन किसी भी कल्प में नही होता है । और सभी कल्पों में पुंस्त्वविशिष्टों का ही उपनयन वैदिक सिद्धात है ।

   इससे यह भी सिद्ध होता है कि जब उनका उपनयन ही नही तब वेदाधिकार न होने से वेदमन्त्रसाध्य यज्ञादि कर्मों के आचार्यत्व का वे निर्वहन भी नही कर सकतीं ।

   हां पति के साथ वे प्रत्येक कार्य का सम्पादन करेंगी । पत्नी के विना पति किसी यज्ञादि कर्म का अनुष्ठान नही कर सकता ;क्योंकि आज्यावेक्षणजैसे कर्म यदि नही हुए तो अंगवैकल्य से कर्म फलप्रद नही हो सकता ।–यह तथ्य पूर्वमीमांसा में –6/1/4/8से 20वें सूत्र तक विस्तार से वर्णित है ।

   ऋषिकाएं –अपाला आदि अनेक ऋषिकाएं हैं जिन्हे वेदमन्त्रों का साक्षात्कारहुआ है –यह वेद से ही सिद्ध है । अतः इनका वेदाध्ययन में अधिकार था या नही ?

   समाधान –अपाला आदि ऋषिकाओं का वेदमन्त्रद्रष्टृत्व जैसे वेदबोध्य हैवैसे ही स्त्रियों के लिए वेदाध्ययन के अंग उपनयन का अभाव भी वेदबोध्यही है । यह तथ्य पूर्व में निर्णीत हो चुका है ।अतः अपाला जैसी महनीय नारियों के

 • કેશવ

  વિદ્વાન મિત્રઃ
  યુગ ઘણો આગળ નીકળી ગયો છે. આપ ભૂતકાળમાં રાચતા રહો તે આપ્ ની પસંદ છે. માનવ જાત એકજ છે. હજુ પણ તમારા લીસ્ટ માં શુદ્રોને સ્થાન નથી.
  મિત્ર, મહાત્મા ગાંધી અને અનેક વિદ્વાનોએ ભારત ના લોકોને ભૂતકાળ ના શાસ્ત્રીઓ ની છુગલ માં થી છોડાવ્યા છે. આમછતાં આપ જેવા એકલ દોકલ શાસ્ત્રીઓ ભૂતકાળ ની મહાનતા (?) પોકારી રહ્યા છો . આપને સફળતા મળો .

 • bharat kapadia

  જનોઇ પાછળ આટલી ઉદાત્ત ભાવના રહેલી છે, તે તો ખબર જ નહિ. આભાર, હર્ષદભાઇ.

  ભરત કાપડીઆ

 • Rajesh Vyas "JAM"

  ઘણાં સમય બાદ એક સરસ વિશ્લેષણ વાંચવા મળ્યું. પૂ. પાંડુરંગ શાસ્ત્રિજી (દાદા) ના મુખેથી જનોઈ અને બ્રહ્મગાંઠ નુ મહત્વ સાંભળેલું તેની યાદ તાજી થઈ ગઈ. અમારા ઘરમાં નિત્ય ત્રિકાળ સંધ્યા થાય છે.

  • Harshad Dave

   શ્રી રાજેશભાઈ,

   આપને ત્યાં નિત્ય ત્રિકાળ સંધ્યા થાય છે તે જાણીને અત્યંત હર્ષ થયો. એ પવિત્ર નિત્યકર્મ ઋષિ કર્મ છે તેથી પ્રણામ સ્વીકારશો. અભિનંદન. – હર્ષદ દવે.

 • ashvin desai

  માનનિય હર્શદભાઈ સાહેબ આપના મુર્ધન્ય – જાગ્રત વદિલ .
  એમના પ્રાતહસ્મરનિય ‘ થોત ઓફ તુદે ‘ આપનને દરરોજ
  જવાબદારિ પુર્વક ઉથાદિને , આખો દિવસ સાત્વિક વિચારો કરવાનિ ઉચિત ઉમદા શિખામન આપવાનિ સાથે આપના કર્તવ્ય જવાબદારિઓનુ ભાન કરાવે ચ્હે , તેમા પ્રસ્તુત યગ્નોપવિતનો લેખ એક અગત્યનો મનકો ચ્હે . ધન્યવાદ .
  – અશ્વિન દેસાઈ , મેલબર્ન , ઓસ્ત્રેલિયા