Daily Archives: August 27, 2013


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


ગઝલત્રયી – મહેન્દ્ર જોશી 5

કવિ શ્રી મહેન્દ્ર જોશીની ગઝલરચનાઓ, ગીતો અને અછાંદસ ધરાવતો સંગ્રહ ‘ઈથરના સમુદ્ર’ જુલાઈ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયો. એક જ શબ્દો કેટલા વિવિધ અર્થો ધરાવતો હોઈ શકે? એક રસાયણશાસ્ત્રી માટે ઈથર કાર્બનયુક્ત અણુઓના વિષમ બંધારણ ધરાવતા રસાયણનો શબ્દ છે જ્યારે એ જ શબ્દનો તાત્વિક અર્થ થાય છે એક અતિ સૂક્ષ્મ તત્વ જ્યાંથી પ્રકાશના – જ્ઞાન અને સંવેદનાંના મોજાંઓનો સંચાર થાય છે. શ્રી મહેન્દ્રભાઈ જોશી સર્જિત ‘ઈથરના સમુદ્ર’ દરેક રીતે સાદ્યાંત માણવાલાયક અને આસ્વાદ્ય કાવ્યગ્રંથ છે. આ સંગ્રહમાંથી આજે ત્રણ ગઝલ પ્રસ્તુત કરી છે. ‘છાપી શકે તો છાપ’, ‘બને તો આવજે’ અને ‘..ક્યાં છે આમ તો..’ એ ત્રણ ગઝલો અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.