વરસ્યો વરસાદ
વરસ્યો વરસાદ સખી, ધોધમાર ધારે….!
ધરતીનું અંગ-અંગ થાય જળાબોળ, પછી વૃક્ષોને ફૂટે છે વાણી,
વર્ષાના મોતીડે શણગારી દેહ કરે ભીતરમાં રંગતની લહાણી.
ગમતી ગોરીને ઓલ્યો મેઘો પસવારે . . . . !
વરસ્યો વરસાદ સખી ધોધમાર ધારે . . . . !
નવલી વિજોગણની છાતીમાં થાય કશું મીઠું દરદ એકધારું,
મુગ્ધાઓ નાખે છે મણ-મણ નિસાસા કોઈ આવી મળે ઈ ઝીલનારું .
દલડાના દખ કેમ ગાવા આ ઊભી બજારે . . . . ?
વરસ્યો વરસાદ સખી ધોધમાર ધારે . . . . !
વાદળીઓ ઝળહળતા સૂરજને રોકીને સંતાડે પાલવની કોરે ,
સંધ્યા ઈ જાણીને રિસાણી હોય પછી આવે ના ક્ષિતિજની છોરે .
ઈર્ષાની આગમાં આ હૈયું બળે તો કોણ ઠારે ?
વરસ્યો વરસાદ સખી ધોધમાર ધારે . . . . !
– મહેન્દ્રસિંહ પઢિયાર “મરમી”
“જાનકી નિવાસ”, મયારામ આશ્રમ સામે, ગિરનાર રોડ, જૂનાગઢ 362 001. મો. 942 718 3305
૨.
છંદ ના બેઠા તો ચાલો કાંઈ નહીં,
ભાવ નીતરતા રહ્યા એનું કાંઈ નહીં?
ના ગઝલ, ના હઝલ, ચાલો કાંઈ નહીં,
આ મજલ, આંખો સજલ એનું કાંઈ નહીં?
યાદ તો કરતા નથી, ચાલો કાંઈ નહીં,
કરતાં રહ્યાં ફરીયાદ, એનું કાંઈ નહીં?
મને ગણો ‘અધ્યાહાર’ ચાલો કાંઈ નહીં,
મારો આધાર નિરાકાર, એનું કાંઈ નહીં?
નોંધીને ના રાખશો, ચાલો કાંઈ નહીં,
ક્યાંક ગણગણશો તમે, એનું કાંઈ નહીં?
વાત પણ કરશો નહીં, ચાલો કાંઈ નહીં,
મૌન પણ ના રહી શકો, એનું કાંઈ નહીં?
છે આંખમાં મૃગજળ? ચાલો કાંઈ નહીં,
શબ્દો ગળગળાં થયાં, એનું કાંઈ નહીં?
કાલની કોને ખબર? ચાલો કાંઈ નહીં,
આજ બાકી છે હજુ, એનું કાંઈ નહીં?
– ડૉ. મુકેશ જોષી
બે કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. ધોધમાર ધારે વરસતા વરસાદમાં સખીને પોતાના મનની વાત વર્ણવતી નાયિકાની મનોદશાનું સ-રસ આલેખન કવિ શ્રી મહેન્દ્રસિંહ પઢીયાર કરી રહ્યા છે. તો બીજી રચનામાં કવિ શ્રી ડૉ. મુકેશ જોષી તેમની આ પહેલા પ્રસ્તુત થયેલી ગઝલોના પ્રતિભાવનો પ્રતિભાવ આપી રહ્યાં છે. કૃતિઓમાં છંદ-બંધારણ વગેરેની શાસ્ત્રીય ભૂલ વિશે ધ્યાન દોરતા મિત્રોને તેઓ એ રચનાના ભાવ વિશે પણ પોતાનો મત આપવા કહે છે. બંને રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ કવિમિત્રોનો આભાર અને શુભકામનાઓ.
ખૂબ જ મજાની રચનાઓ. વરસાદમાં કલ્પનાનાં સરસ ઝરમરિયાં.
રમેશ પટેલ(આકાશદીપ)
મિત્ર્ભાવે ભાઈ ‘ મરમિ ‘ અને ભાઈ મુકેશ્નિ કવિતા / ગઝલ વિશે એક ભાવક્નો પ્રતિભાવ ;
મરમિનુ ગિત સુન્દર લયમા અદભુત કલ્પનો સાથે જામિ ગયુ
મુકેશ્નિ ગઝલ પહેલિ લાઈનમા સરસ વજન બાન્ધે ચ્હે , પચ્હિ મનસ્વિ રિતે વિહાર કરવામા દરેક કદિમા વજન તોદે ચ્હે ,
ચ્હતા ગઝલનો મિજાજ જદવાય ચ્હે તે આનન્દનિ વાત ચ્હે . – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
Loved both the Kavita …Well done Sir ..
પહેલેી રચના સામાન્ય્….ભાસેી.
બેીજેીમાઁ……કવિના મનના અભરખાઁ ઓરતા…લાગણેી -ભાવો… જેનુઁ કૈન્ક તો વજુદ હોય…….સાવ એમજ્ નગણ્ય કેમ થાય્/કરાય ?…..તેનો રન્જ… છતો
થતો દેખાય છે.
”આજ બાકી છે”નો સધિયારો….
-લા’કાંત/ 1-8-13
બંને રચના વાંચી ને વખાણી નહીં તો ચાલો કંઈ નહીં,
પણ અન્યો સામે એનું પઠન કરી વાહ-વાહ મેળવી એનું કંઈ નહીં ?
Chaalo, kruti vakhaani nahin, kaain nahin,
Kruti kaapi ne saachvi raakhi, enun kaain nahin?
Joshiji says,he does not know about next day,but sure about today,that is the illusion,death is not that exact…..