Daily Archives: August 26, 2013


કોઈ રમે ચોપાટ જી.. – નીનુ મઝુમદાર 8

જન્માષ્ટમી આવી અને ફરીથી કૄષ્ણ જન્મની ઉજવણી સાથે સાથે અનેકવિધ પ્રકારની જુગારની રમતો પણ શરૂ થઈ ગઈ. કોને ખબર કેમ આવા પવિત્ર અને સુંદર ઉત્સવને એક બદી સાથે જોડવામાં આવ્યો હશે? નિર્દોષ રમતનું સ્થાન જ્યારે લત લે છે ત્યારે તનતોડ મહેનત કરીને કમાયેલ ગરીબ અને મધ્યમવર્ગની કમાણી આવા બિનજરૂરી માર્ગે વેડફાઈ જતી જોવામાં આવે છે. પરંતુ શ્રી નિનુ મઝુમદાર આનો એક અનોખો અર્થ પ્રસ્તુત કરે છે. મોરારીબાપુની કથામાં વર્ષો પહેલા સોગઠાંબાજીની બોલબાલા રહેતી, જીવનને સોગઠાંબાજી સાથે સરખાવીને તેઓ લાલ, કાળા, પીળા અને લીલાં સોગઠાંઓ અને તેમના તાત્વિક અર્થો સમજાવતાં. નિનુ મઝુમદાર સોગઠાંબાજીનો તેમણે કાવ્યબદ્ધ કરેલ અર્થ અહીં વાચક સમક્ષ મૂકે છે. સોગઠાંબાજીને ઈશ્વરની રમત તરીકે સમજાવીને તેઓ કેટલી ગહન વાત સહજમાં કહી જાય છે? આશા રાખીએ કે આપણા તહેવારો અને ઉત્સવો, તેમની ઉજવણી તથા વિવિધ રૂઢિગત ક્રિયાઓના મૂળભૂત અર્થ સુધી આપણે પહોંચી શકીએ.