{ આજે પ્રસ્તુત છે મારી એક અછાંદસ રચના ‘પારદર્શી ક્ષણો’, ક્યારેક ક્ષણો ખૂબ અગત્યની હોય છે, ક્યારેક વર્ષો નકામાં, એ અગત્યની ક્ષણો વેડફાઈ જાય અને એની પારદર્શકતાને જો પીછાણવામાં થાપ ખાઈ જવાય તો પછી વર્ષો પણ અપારદર્શક થઈ જાય છે, પણ શું એ લાગણીઓ આટલી ક્ષણિક હોઈ શકે? એ ક્ષણિક અનુભવ જીવનભર પીડા આપી શકે? }
એ ક્ષણો પારદર્શી હતી,
સામસામે
હું ને તું
ને વચ્ચે
ક્ષણોની ઈંટોનો
નાનકડો અબાર….
મારી લાગણીઓ
ઈચ્છાઓ
અને યાચનાઓ
બધુંય
તારી સામે હતું
મૂંગુમંતર
આશાભર્યું
ક્ષણો વહી ગઈ
અને રહી ગઈ
વર્ષોની દિવાલ
અપારદર્શક
જો કે
વર્ષો પણ
ક્ષણોના જ
બને છે ને !
તો ય…
– જીજ્ઞેશ અધ્યારૂ (અછાંદસ)
બિલિપત્ર –
दरिया की ज़िन्दगी पर, सदक़े हज़ार जानें।
मुझको नहीं गवारा, साहिल की मौत मरना।।
– જીગર મુરાદાબાદી
થોડી લાઉડ છે પણ સરસ રચના. ભાવ સ્પર્શે છે.
સરસ અછાંદાસ.
બહુ જ સરસ રચના.