વરસાદની શરૂઆત થઈ રહી ગઈ છે, અને ધરતીપુત્રો ખેતરને ખેડીને વાવણી માટે તૈયાર થઈ ગયાં છે. બાકી રહી ગયેલા ખેડુતો પણ અત્યારે હળ કે ટ્રેક્ટર સાથે ખેતરોને ખેડી રહ્યાં છે, પહેલા વરસાદમાં ખેડાતા કે વાવણી પામતા ખેતરોમાં ખેડુતોના આખાંય પરિવાર મહેનત કરવા મંડી પડે, વાવણીના ગીતો ગૂંજે અને માટીની સુગંધ ચોમેર ફેલાય એથી આહલાદક દ્રશ્ય શું હોઈ શકે? કપાસ તો ઘણા મિત્રોએ વરસાદના આગમનની છડી પોકારાઈ કે તરત જ વાવી દીધો…. બીજા પાક લેવા વાળા એકાદ બે વરસાદની રાહ જોશે અને પડચ પલળે (જમીનમાં બે થી ત્રણ ઈંચ પાણી ઉતરે) એટલે ઉપાડશે વાવણીયું. અમારા એક મિત્રએ પણ મને તેમનું ખેતર ખેડવાથી લઈને પાક લેવા સુધીની પ્રક્રિયાઓ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે !
વખત ખરેખર મારા માટે પણ વાવણીનો જ છે. મહુવામાં સાવ સાધારણ બીમારીમાં એક ખૂબ પ્રતિષ્ટિત ડોક્ટર દ્વારા થયેલ ખોટા ઈલાજ અને ત્રણ દિવસના અસહ્ય હોસ્પિટલાઈઝેશન પછી ૧૦૩ તાવમાં વડોદરા ભાગવું પડેલું, મહુવાની હોસ્પીટલમાં વીતાવેલો એ સમય સમજાવી ગયો કે ખરેખર આપણે કોઈક પર સંપૂર્ણપણે આધારિત થઈને જીવવાનું આવે તો કેવો અનુભવ થાય… પંગુતા કોને કહેવાય !
વિચારોની વાવણી અને મનની ખેડનો સારો એવો સમય મળ્યો, પંદર દિવસ સુધી ટાઈફોઈડને પ્રતાપે મનને ખૂબ એકાંત અને સ્વ સાથે વાતનો સમય મળો એટલે એક રીતે બીમારી પણ આશિર્વાદ લઈને જ આવી. વિચારોની વાવણી માટેનો પણ આ સમય શ્રેષ્ઠ સમય છે એમ મારું માનવું છે, વર્ષાઋતુના આ ચાર મહીના ઘણો એવો ફાજલ સમય કાઢી આપે છે જે અહીં ઉપયોગમાં લઈ શકાય. સર્જકો માટે વરસાદ સર્જનનું આગવું પ્રેરકબળ છે તો ભાવકો માટે તે મનની ખેડ કરીને સદવિચારોની વાવણી કરવાનું શુભ ચોઘડીયું છે. જો કે વિચારો માટે કોઈ સમય નિશ્ચિત હોતો નથી, પણ મારા માટે, એક સિવિલ એન્જીનીયર માટે આ ફુરસદનો સમય થઈ પડે છે, આહલાદક વાતાવરણ અને તહેવારો સિવાય હું વરસાદની આવા સમય માટે પણ રાહ જોઊં છું, જ્યારે ચિંતન મનન કરી શકાય, સ્વ સુધીની યાત્રાનો પહેલો પાઠ શરૂ કરી શકાય.
વખત વાવણીનો છે, સર્વે કૃષિકારોને, ખેડૂતમિત્રો અને તેમના પરિવારોને જેઓ આજકાલ વાવણી અને ખેડમાં લાગેલા છે, તે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પ્રભુ આપને આપની મહેનતનું પૂરેપૂરું વળતર આપે…..
– જીજ્ઞેશ અધ્યારૂ
બિલિપત્ર
અમેરિકનો કહે છે, ભારત બહુ ગરીબ દેશ છે.
ભારતીયનો જવાબ – તમારો દેશ જેટલું તેલ પીવે છે એટલું તો અમે શનિવારે હનુમાનજીને ચઢાવી દઈએ છીએ.
– ભેજા ફ્રાય કોલમ, કૌશિક મહેતા, મધુવન પૂર્તિ, ફૂલછાબ ૧૩ જૂન ૨૦૧૦, રવિવાર
very nice. BIlipatra – superb…
wish u now fastest recovery and good health and wealth.
બંધુશ્રી જીજ્ઞેશભાઈ,
આપનું ફરી સુસ્વાગતમ હો. આપની તંદુરસ્તી નિરામય બની રહો એવી અંતરથી પ્રભુ પ્રાર્થના.
હેલ્લો જિગ્નેશભાઈ તમારી તબિયત હવે સારી થઈ ગઈ આનન્દ થયો .ટેક કેર….. બિલિપત્ર વાચી ને મજ પડી ગઈ …..આભાર ……………………..
બિમારેી મા પણ “કૈન્ક્” કરવા થેી મન તંદુરસ્ત રહે છે.
વરસાદી મોસમમાં આપની તબિયત સાચવશો .
જયારે અમદાવાદથી ગાંધીનગર તરફ જવું છુ ત્યારે જેમ જેમ કોક્રીટના જંગલોથી દુર જવું તેમ હરિયાળા ખેતરો , બોરના પાણીમાં મસ્તી કરતાં બાળકો , વાવણી કરતાં ખેડૂતો , ટ્રેક્ટરનો અવાજ , માટીની સુગંધથી મન આનંદિત થઇ જાય છે.
નિયમિત અને યોગ્ય વરસાદ થાય અને ખેડૂત મિત્રોને તેમના પાકનું યોગ્ય અને પોષણક્ષમ વળતર મળી રહે તેવી ભગવાનને પાર્થના અને શુભેચ્છાઓ.
http://rupen007.feedcluster.com/
બિમારી ને બાય બાય કરી આવ્યા,સુસ્વાગતમ્
જિગનેશ ભૈ,
આજ્ના બિલિપ્ત્ર વાન્ચહ્તા ખડ્ખડાત હસવા મલિયુ.
વિચારોનેી વાવનેી અને મનનેી ખેડ વિશે મનન કરવાનુ ભાથુ પન મલિયુ. આભાર તમારો ને”ભેજા ફ્રાય “નો પન.
પ્રિય જીગ્નેશભાઈ,
તમારા વગર ગમતું નહોતું. તમારી નાદુરસ્ત તબીયતના સમાચાર મળ્યા હતા. તમારું સ્વાસ્થ્ય હંમેશા નિરામય રહે તેવી પ્રભુને પ્રાર્થના કરુ છું.
વખતસરનો આ લેખ ગમ્યો જો કે આમ તો તમારા બધાજ લેખ વખતસરના જ હોય છે. અને તમારી જેવા મિત્રોને લીધે જ ઘણી વાર ખોટી દીશાએ જઈને પણ સફળ થઈએ છીએ અને ઘણી વાર સાચી ભુલાયેલી દિશા પાછી મળે છે.