{ જાપાનમાં હાઈકુ એક જ લીટીમાં લખાય છે (જેમ કે 古池や 蛙飛込む 水の音 ), અંગ્રેજીમાં તેને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત થયેલી. હાઈકુ એવું નામકરણ ૧૯મી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવેલું. પાંચ, સાત અને પાંચ એમ સત્તર અક્ષરની સીમામાં રહીને અભિવ્યક્તિને પાંખો આપતો આ પદ્યપ્રકાર પોતાનામાં એક વિશેષ લય લઈને આવે છે. નાનકડી પણ ચોટદાર રચના એ એક સુંદર હાઈકુના લક્ષણ છે. મૂળે જાપાની કાવ્યપ્રકાર એવા અહીં પ્રસ્તુત ૧૪ હાઈકુઓ આદરણીય શ્રી સ્નેહરશ્મિની કલમની હથોટી ખૂબ સુંદર રીતે દર્શાવી જાય છે. દરેકે દરેક હાઈકુ પોતાનું અર્થગાંભીર્ય લઈને આવે છે અને કવિ જે વાત ભાવક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે મૂકી જાય છે. પ્રસ્તુત હાઈકુઓ ઈમેજ દ્વારા પ્રકાશિત “૬૦૦ વર્ષની ગુજરાતી કવિતાની ઝલક ઝાંખી, બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ” ની વિમોચન પ્રસંગની નિમંત્રણપત્રિકામાંથી સાભાર લેવામાં આવ્યા છે. આ ૨૦૦૫ ની નિમંત્રણપત્રિકા છે. આ પત્રિકા અક્ષરનાદ સુધી પહોંચાડવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખ (વાપી) નો ખૂબ ખૂબ આભાર. }
હિમશિખરે
ફૂટે પરોઢ; અહો !
સૂર્ય હાઈકુ !
ઝાપટું વર્ષી
શમ્યું, વેરાયો ચંદ્ર
ભીના ઘાસમાં
કેડે દિકરો
ભારો માથે અમીની
ચોગમ ધારા
ફરતી પીંછી
અંધકારની; દીપ
નહીં રંગાય.
નવવધૂએ
દીપ હોલવ્યો, રાત
રૂપની વેલ
રાજારાણીની
છબી ઓથે ગરોળી
કરે શિકાર
રાત અંધારી
તેજ-તરાપે તરે
નગરી નાની
વ્હેરાય થડ
ડાળે માળા બાંધતાં
પંખી કૂજતાં
હિમશિખરે
ગયો હંસલો વેરી
પીછાં રંગીન
ઘા કુહાડીના
વને પડ્યા; આંધી
પંખીની આંખે.
સૂકેલી ડાળે
પોપટ બેઠો પાન
ચોગમ લીલાં.
બગાસાં ખાતો
રસ્તો ચાલે નગર
જાગતું ઊંઘે.
પતંગીયું ત્યાં
થયું અલોપ; શૂન્ય
ગયું રંગાઈ
ગીત આકાશે
પંખીની પાંખમાંથી
ફૂટે પરોઢ.
બિલિપત્ર
old pond . . .
a frog leaps in
water’s sound
– Bashō’s “old pond” (ઉપર પરિચય અંતર્ગત લખેલ જાપાની હાઈકુનું અંગ્રેજી સ્વરૂપ) (આભાર વીકીપીડીયા)
ભર બપોરે
તાડ ના ઝાડ નીચે
ઉભેલા નું શું?
If I have written incorrectly, pl give me some guidance.
હાઈકુ નું બંધારણ 5-7-5 નું છે.
એટલે કે
પાંચ અક્ષર પ્રથમ ચરણમાં
સાત અક્ષર બીજા ચરણમાં
પાંચ અક્ષર ત્રીજા ચરણમાં
જેમ કે,
મતલબ શું
મને વિતેલા પળ
ભૂતકાળથી
કાકવંધ્યાના
વૃક્ષની ટોચે બેઠા
શિશુ બટેર
ભર શિયાળે
ગરમી વરતાય,
ક્રાંતિ સળગે
“આંખો લૈ ગઈ
તું !!” ,બબડે અંધ માં,
મૃત સુતા ને.
વિલાપનુ તાદૃશ શબ્દ ચિત્ર.
વાહ અદ્ભૂત રજૂઆત
good
very nice bju haiku ati sundar. loved it sooooooooooooooo much
આમાંનાં નં. ૨, ૭ અને ૧૩નાં હાઈકુઓ ગુજરાતીમાં સૌ પ્રથમ વાર સંસ્કૃતિ સામયિકમાં ઉ.જોશીએ પ્રગટ કરેલાં ૯ હાઈકુઓમાં હતાં એવું યાદ છે !
આ નીચેના હાઈકુ માટે તો તમનેય ધન્યવાદ, જીગ્નેશભાઈ –
પતંગીયું ત્યાં
થયું અલોપ; શૂન્ય
ગયું રંગાઈ
હાઈકુ બહુ અઘરો કાવ્યપ્રકાર છે. બધાંને તે હસ્તગત નથી. કદાચ તેથી જ તે બહુ ચાલ્યો નહીં ! સ્નેહરશ્મિનાં હાઈકુ ગુજરાતી કાવ્યકલાપમાં ગૂંથાયેલાં રંગીન અને મઘમઘતાં પુષ્પો છે.
ખૂબ આભાર સાથે…
અંગ્રેજીમાં એક ખૂબ જ બોધક કહેવત છે. બ્યુટી ઈઝ ટુ સી એન્ડ નોટ ટુ ટચ. સોંદયૅ નિહાળવાની વસ્તુ છે, સ્પશૅવાની નહિ.
આપણા મહાન કવિ કલાપીએ આ જ ભાવને કેવી સુંદર રીતે કાવ્યમાં ગૂંથ્યો છે ; ‘સોંદયૅ પામવા માટે સોંદયૅ બનવું પડે.’
આજ ભાવનાને મૂતૅસ્વરુપ આપતો એક સરસ પ્રસંગ મથુરાના આપણા એક વિદ્વાન ડો.વેદપ્રકાશ વમૅાના જીવનમાં બન્યો છે.
મન મળે ત્યાં
કરવો કલશોર
છાતી કાઢીને
સહુને માન
ગાવા પોતાના ગાન
સાંભળો સહુ
આ હાયકુ બચપનમા સાંભળેલા!આને નસિબદાર છું કે શ્રી સ્નેહરશ્મીને પરસનલી મળેલી છું.
સપના
અમુક હાઇકુઓ ખૂબ સુંદર છે, અર્થપૂર્ણ અને કલાત્મક.
અમુક તદન સામાન્ય. કાવ્યના સ્પર્શ વગરની.
પણ ચાલે, મોટા નામે બધું ચાલે !!
સ્ર ર સ very good