સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. હાર્દિક યાજ્ઞિક

A multidimensional personality with hands on expertise in various creative domains such as Announcer on radio, anchor at various literary programs, A notable story writer, poet, Play Script writer and Voice Over for many characters in play. Hardikbhai’s Multidimensional creativity is unmatched with anyone in Gujarati Creative World.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૪…. જેસલ તોરલ (Audiocast) 12

જેસલ તોરલની વાત કચ્છની અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની અનોખી તાસીરને – એ મહામાનવોની વાતને વિશાળ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. બે બે ડાકુઓના – લૂંટારાઓના હ્રદય પરિવર્તન કરાવનાર અને જીવતે જીવત જેમની માનતાઓ મનાતી, શ્રાપિત અપ્સરા માનવામાં આવતાં એવા સતી તોરલની વાતે તો આજેય માથું નમી પડે છે. એ વાતને ખૂબ હ્રદયંગમ રીતે આ નાટકમાં વણી લેવાયેલી, અને એ જ આ નાટકનો સૌથી મોટો ભાગ પણ હતો – અને સૌથી વધુ મનોહર તથા મહેનત માંગી લેતો ભાગ પણ. આ રેકોર્ડીંગમાં મેં સાંસતીયાજીનો અવાજ આપ્યો છે, જેસલનો અવાજ આપ્યો છે મુકેશભાઈ મેકવાને. આશા છે આપને આ નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ચોથો અને અંતિમ ભાગ સાંભળવાનું ગમશે. આ વિશે આપના વિચારો અને પ્રતિભાવ જાણવા રસપ્રદ થઈ રહેશે. તો સાંભળીએ આ ચોથો અને અંતિમ ભાગ


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૩….. ચારણકન્યા / દીકરો (Audiocast) 9

વચ્ચે એક દિવસના વિરામ બાદ આજે પ્રસ્તુત છે નાટક ‘સૌરાષ્ટ્રની રસધાર’ નો ત્રીજો ભાગ, જે સમાવે છે શ્રી મેઘાણીની અમર રચના એવી ચારણકન્યા વિશેની વાતને અને રસધારમાંથી વાર્તા ‘દીકરો’. આ ભાગ આમ જોવા જાઓ તો સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની – ગુજરાતની દીકરીઓના ખમીર અને સક્ષમ મનોબળનો પરચો કરાવતો વિશેષ ભાગ બની રહ્યો છે. સંજોગોવશાત ઉપરોક્ત બંને પ્રસંગો – વાતોમાં આવતી કન્યાનું નામ હીરબાઈ છે – હીર એટલે ખમીર, હિંમત, મક્કમ મનોબળ, અને એ સૌરાષ્ટ્રની બહેન દીકરીઓમાં ભારોભાર ભર્યું છે. સાંભળો આજે આ ત્રીજો ભાગ.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૨….. ચાંપરાજ વાળો (Audiocast) 2

જો કે આ નાટકની વાર્તાઓ પસંદ કરતી વખતે મારી સૌપ્રથમ પસંદગી હતી રા’નવઘણ. રા’નવઘણની વાત ભલે લોકોને ‘લાર્જર ધેન લાઈફ’ લાગી હોય પણ મેં એ માયલા (એ ભાતના) લોકો સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘરોબો બાંધ્યો છે – આહીરો સાથે લગભગ અતૂટ કહી શકાય એવો મિત્રતાનો અને ક્યાંય એથીય વધુ સંબંધ બંધાયો છે, અને એ જ અંતર્ગત તેમના ઘરોમાં ગૃહીણીઓના પહેરવેશ – જીમી વિશેનો પહેલો સવાલ મિત્ર માયાભાઈને અને તે પછી રામપરા ગામના સરપંચ લક્ષ્મણભાઈના ઘરે એમના પિતાજીને મેં કર્યો હતો, અને સૌરાષ્ટ્રની રસધાર’માંની જ એ અનોખી વાત તેમના કંઠે એક અલભ્ય અને અનોખા આદર સાથે સાંભળી હતી, આજેય જે પરંપરામાં શોક પાળવા અમુક પ્રકારના જ વસ્ત્રો અને સાદગી જીવનભર પાળતી પેઢીઓ વહી આવે છે એ રા’નવઘણની વાતે મને ખૂબ આકર્ષ્યો હતો. પરંતુ એક અથવા અન્ય પ્રાયોગીક કારણસર એ શક્ય થઈ શક્યું નહીં. ફરી ક્યારેક એ વિશેષ પ્રસ્તુતિ સાથે પ્રગટ થશે એવી અપેક્ષા તો ખરી જ ! તો ચાલો સાંભળીએ વાત ચાંપરાજ વાળાની… ચાંપરાજ વાળાની – અપ્સરાઓ સાથેની તેની મુલાકાત અને સંવાદની – એ પછી મોચીને મળેલા વરદાન અને દિલ્હીની શાહઝાદીને ઉપાડી લાવવાની તેની ધૃષ્ટતા તથા તે પછી થયેલુ યુદ્ધ અને એમાં સૌથી પહેલા મૃત્યુ પામેલ જોગડો ઢોલી અને બીજો ચાંપરાજ વાળો – એમ આખુંય નાટક ખૂબ હ્રદયંગમ રીતે બાળકો દ્વારા ભજવાયું, તેના અમુક ફોટોગ્રાફ્સ પણ અહીં મૂકી રહ્યો છું.


‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્યપ્રસ્તુતિ ભાગ ૧.. દેપાળદે (Audiocast) 16

ત્રણેક મહીના પહેલા એક સાંજે અચાનક જ મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકનો ફોન આવ્યો, કહે, આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ એવી સૌરાષ્ટ્રની રસધારને નાટક સ્વરૂપે રજૂ કરવી છે, તેમાંથી તમારી પસંદગીની વાર્તાઓ કહો. આ વર્ષે સૌરાષ્ટ્રની રસધારમાંથી કેટલીક વાર્તાઓ અને કેટલાક મેઘાણીગીતોને લઈને બનાવવું હતું ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટ્ય સ્વરૂપે. શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક ભલે કેનેડા પહોંચ્યા છે, પરંતુ તેમની સાથે, જયેશભાઈ, શૌનકભાઈ તથા મુકેશભાઈ સાથે ડી સ્કવેર સાઊન્ડ, નડીયાદમાં ‘સૌરાષ્ટ્રની રસધાર’ નાટકના ઑડીયો રેકોર્ડીંગ વખતે વીતાવેલી કેટલીક સરસ અને યાદગાર પળો જીવનભરનું નજરાણું છે. આજથી આ નાટક ચાર ભાગમાં અક્ષરનાદ પર રોજ એક ભાગ રૂપે રજૂ થશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે આ જ નાટકની કૃતિ – પ્રજાવત્સલ દેપાળદે મહારાજની વાત. આમ તો આ સળંગ નાટક છે, પરંતુ એકથી બીજી વાર્તા બદલાય ત્યાંથી તેને અલગ કરી ચાર વાર્તાઓને ચાર ભાગમાં રજૂ કરી છે.


ઈશ્વરનું સરનામું આપું… – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 16

અક્ષરનાદના એક આગવા સહયોગી, લેખક કવિ, મખમલી અવાજના માલિક અને ખરા અર્થમાં કળા અથવા સાહિત્ય કહી શકાય તેવા અનેક ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનું એક ગીત આજે પ્રસ્તુત છે. ગીતને અવાજ આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્રભાઈ જોશીએ. ઈશ્વરને શોધતા માણસને સાચી દિશામાં આંગળી ચીંધવાનું પુણ્ય લેતા આ કાવ્યમાં હાર્દિકભાઈ સરળ રીતે ઈશ્વરના અસ્તિત્વ વિશેની માર્મિક વાત કહે છે. તેમની મોટાભાગની રચનાઓની જેમ સાચી સર્વધર્મસમાનતાની વાત અહીં તેઓ ચર્ચે છે. મંદિરો દુકાનો બની ગયા છે અને માણસ માણસને આભડછેટને લીધે ઉંચ નીચના ભાવોમાં અટવાય છે ત્યારે સાચા ઈશ્વરની શોધ કઈ રીતે કરી શકાય તે હાર્દિકભાઈ બતાવે છે. પ્રભુ તેમને પણ રચનાત્મકતારૂપી સાચા ઈશ્વરની સદાય સમીપ રાખે તેવી ઈચ્છા અને શુભકામનાઓ સાથે આજે તેમના જન્મદિવસે તેમનું જ આ ગીત તેમને સાદર.


ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 11

હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર.


થાય એવું કે અલ્લાહની બાંગ પડે – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 23

હાર્દિકભાઈની એક અનોખી કાવ્ય રચના, ‘ચાલને ગ્રંથોમાં ગરબડ કરી જોઈએ…’ પૂજ્ય શ્રી મોરારીબાપુએ તેમના કથાપાઠ દરમ્યાન થોડાક વખત પહેલા ઉચ્ચારેલી, એ રચનાની અંદર વસતા એકત્વના ભાવો ચોક્કસ તેમને સ્પર્શી ગયા હશે. એવી જ બીજી એક સુંદર રચના જે હાર્દિકભાઈના કસાયેલા, મખમલી અવાજમાં કાવ્યપાઠ સ્વરૂપે બે વખત સાંભળવાનો લહાવો મળ્યો છે, એ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. જો કે આજે એ રચનાને એક સુંદર ગીત સ્વરૂપે અહીં રજૂ થઈ રહી છે. સ્વર આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્ર જોશીએ. વર્તમાન સમયના સૌથી વધુ ચર્ચાતા આ મુદ્દાને તેમણે એક સુંદર કલ્પનાદ્રશ્યમાં મઢી લીધું છે. આશા રાખીએ કે આ સ્વપ્ન જલદીથી સાચું પણ થાય. રચના અને ઑડીયો પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ હાર્દિકભાઈ અને જગદીશભાઈનો આ બદલ ખૂબ આભાર.


થઈ જાય તો! – હાર્દિક યાજ્ઞિક 6

હાર્દિકભાઈ યાજ્ઞિક અક્ષરનાદ પર તેમની કૃતિઓ સાથે સમયાંતરે પ્રસ્તુત થાય છે. આજે તેમની એક સરસ પદ્ય રચના ‘થઈ જાય તો…’ પ્રસ્તુત છે. ક્યારેક કોઈક અણધારી, અસહજ ઘટના થઈ જાય તો, એવી શંકા વ્યક્ત કરતા હાર્દિકભાઈ પદ્યની શરૂઆતની શંકાઓથી તેના અંત તરફ પહોંચતા અનોખી આશાનો તાંતણો દેખાડી જાય છે. આવી સુંદર રચના અક્ષરનાદ ને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


ઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક 20

કહાની આમ તો સાવ સરળ અને સીધી સાદી છે. હજારો લોકોની જિંદગીમાં આ રોજની વાત છે, પણ એનાથી કોને ફરક પડે છે? બીજાઓની પીડાને સમજવાની ચિંતા કરવા જેટલો સમય સંકુચિત અર્થમાં આપણી પાસે અને બૃહદ અર્થમાં સમાજ પાસે વધ્યો છે ખરો? સમાજને આવી કહાનીઓથી કોઈ ફરક પડતો નથી. આવો જ એક રોજીંદો પ્રસંગ થોડીક અનોખી પશ્ચાદભૂમીમાં હાર્દિકભાઈ યાજ્ઞિકે અહીં આલેખ્યો છે. હાર્દિકભાઈની કલમ એક પછી એક કૃતિઓ સાથે નિખરતી જાય છે અને અક્ષરનાદને આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ હવે તેમનો આભાર માનવા જેટલી ઔપચારિકતા હવે રહી નથી.


દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક 21

અમેરીકાની સફરે પોતાના સ્વર અને કૌશલનો પરિચય આપી રહેલા હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમનો ચમત્કાર અક્ષરનાદના વાંચકો માટે પરિચિત જ છે. આજે તેમની એક વધુ રચના અહીં પ્રસ્તુત છે. દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે એ પ્રશ્ન સાથે ઉપસ્થિત થયેલ હાર્દિકભાઈની આ પદ્ય રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે. દીકરીની વિવિધ વાતોને, તેના દ્વારા લેવાતી કાળજીને, તેના નિઃસ્વાર્થ પ્રેમને અને અંતે પારકા ઘરે તેની વિદાયને – આ બધી વાતોને અહીં તેઓ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આમાં કોઈ ઉપદેશની વાત નથી, સહજ ઘટનાઓની, જીવનની અને સંબંધોની જરૂરતોની વાત છે. રચના ખૂબ જ સરસ અને સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨ 4

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો ગઈકાલથી અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે પ્રતિભા અધ્યારૂ અને શ્રી ગોપાલભાઈ પારેખની કેફિયત તથા બીજા ભાગમાં શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકના સુંદર અને મંત્રમુગ્ધ કરી દે તેવા સંચાલન સાથે સંગીત સંધ્યાના પ્રથમ બે ગીતો, જેમને સ્વર શ્રી રાહુલભાઈ રાનડેનો છે. વાંસળી પર શ્રી પ્રસાદભાઈ સાઠેનો જાદૂ પણ આપ જોઈ શક્શો.


વરઘોડો – હાર્દિક યાજ્ઞિક 13

આજે પ્રસ્તુત એવી ટૂંકી વાર્તામાં હાર્દિકભાઈની નિરૂપણની, એક પ્રસંગને કેન્દ્રમાં રાખીને આખી વાત વર્ણવી શકવાની ક્ષમતા દેખાઈ આવે છે. નંદુનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેના ભૂતકાળને વાર્તાનું આગવું તત્વ બનાવીને વર્તમાનમાં તેના મનોજગતને પ્રસ્તુત કરે છે. વાર્તાનો અંત તેની સતત રહેતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


રમ્મફાસ્ટ કાકા – હાર્દિક યાજ્ઞિક 14

હાર્દિકભાઈનું નામ અક્ષરનાદના વાંચકો માટે નવું નથી. તેમની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર આવી ચૂકી છે. આજે પ્રસ્તુત વાતમાં હાર્દિકભાઈ એક પાત્રની, નામે ‘રમ્મફાસ્ટ કાકા’ની વાત કરવા તેમનું એક આબેહૂબ પાત્રચિત્ર ઉપસાવે છે. તેમના ગુણોને અને પોતાના પર કરેલા ઉપકારને વર્ણવે છે. વાર્તાનો અંત તેની સતત જકડી રાખતી પ્રવાહિતા જેટલો જ સુંદર આપ્યો છે. આવી સુંદર કૃતિઓ તેમની કલમ થકી અક્ષરનાદને મળતી રહે તેવી અપેક્ષા સાથે હાર્દિકભાઈનો આ રચના અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.


અક્ષરનાદ ‘સિગ્નેચર ટ્યૂન’ – જયેશભાઈ પરમાર 21

અક્ષરનાદના ‘નાદ’ એટલે કે ઑડીયોકાસ્ટ વિભાગની શરૂઆત કરી ત્યારથી એક ઈચ્છા હતી કે અક્ષરનાદની પોતાની એક ઓળખ આપતી સૂરાવલી / ધૂન બને, ‘સિગ્નેચર ટ્યૂન’ હોય. આ જ આશા સાથે ધૂળેટીના દિવસે શ્રી જયેશભાઈ પરમારના સહયોગથી નડીયાદના ડી-સ્ક્વેર સાઊન્ડ રેકોર્ડિંગ સ્ટૂડીઓ ખાતે એક ધૂન સ્વરબદ્ધ, સૂરબદ્ધ – રેકોર્ડ કરવામાં આવી, સ્વર આપ્યો છે નડીયાદના શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકે.


જય સોમનાથ – હાર્દિક યાજ્ઞિક (First audiocast) 28

અક્ષરનાદના ઑડીયો વિભાગની શરૂઆત માટે ‘જય સોમનાથ… !’ થી વિશેષ શું હોય ? સોમનાથ દાદાની આ કૃપા જ છે કે વિશેષ રૂપે મેં હાર્દિકભાઈને આ નાટકની એક નાનકડી પરિચય કડી આપવા વિનંતિ કરી અને તેમણે હોંશે હોંશે એ મોકલી આપી છે, અને બીજી કોઈ પણ રીતે આ સાંભળવાનો અવસર કદાચ ન મળે પણ અહીં તેનો પરિચય, ક. મા. મુનશીનું વર્ણન, કેટલાક સંવાદો અને એ રીતે આ નાટકની ઝાંખી આપવાનો આ પ્રયત્ન આપ સૌને પસંદ આવશે એવી આશા છે.


જીંદગી : વ્યાખ્યા કે અનુભવ – હાર્દિક યાજ્ઞિક 11

જીંદગી વિશે અનેક વિચારો, અનેક ચિંતનો અને વિવેચનો આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, પણ જીવનના સમગ્ર દ્રશ્યને શબ્દોની પીંછી વડે વ્યાખ્યાથી લઈને અનુભવ સુધીના કેનવાસ પર એબસ્ટ્રેક્ટ સ્વરૂપે ચીતરવાનો સુંદર પ્રયત્ન શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકનો છે. વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈની આ ત્રીજી કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક 22

૨૫ ડિસેમ્બરે અવસર પરિવાર, વડોદરાની બીજી બેઠકમાં જેમની એકથી એક જોરદાર એવી રચનાઓએ ખૂબ દાદ મેળવી એ મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની એમાંની એક રચના અત્રે પ્રસ્તુત છે. અને આ ત્રણ રચના સિવાય હાર્દિકભાઈની એક અન્ય રચના મિત્ર શ્રી મહેશભાઈએ ગાઈ પણ હતી. અલ્લાહ અને ઈશ્વરની અદલાબદલીનો ખ્યાલ અને ચાલને… આમ કરી જોઈએ ની વિભાવના કેટલી સુંદર રીતે વ્યક્ત થઈ છે !


રાજના વેર – હાર્દિક યાજ્ઞિક 11

એક વાર્તાની સાથે સાથે તેની પૂરક અથવા સમાંતર ચાલતી બીજી વાત મૂળ વાર્તાના પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે તો વાર્તાની અસરકારકતામાં અનેરો બદલાવ આવે છે. રા’ નવઘણની વાતના તાર સાથે ચાલતી વાર્તાની મુખ્ય ધારા એવી સરસ રીતે ભળી જાય છે કે વાર્તાનો એક અભિન્ન અંગ બની જાય છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક દૂરદર્શન અમદાવાદમાં ન્યૂઝરીડર તરીકે ફરજ બજાવે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને મોકલવા તથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ કૃતિઓ મળતી રહે તેવી અનેક શુભકામનાઓ.