ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2


ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિનો ઉપયોગ આજે ખૂબ વધ્યો છે, કેટલાક દેશોમાં તેની મદદથી ચાલતા સેટટોપબોક્સ વગેરે પણ ઉપલબ્ધ થવા લાગ્યા છે એ જોતાં ફાઇલ શેરીંગની આ મૂળભૂત પદ્ધતિની સમજ અહીં ઉપલબ્ધ કરાવી છે. મોટી સાઈઝ ધરાવતી ફાઈલ્સને એક કરતાં વધુ લોકો સાથે વહેંચવાની આ સરળ પદ્ધતિના જેટલા ફાયદા છે એટલા જ તેના ગેરફાયદા પણ છે. પણ એ બાબતો સિવાય આ પદ્ધતિ અનેકોને માટે આશિર્વાદરૂપ છે અને ફાઇલ શેરીંગની સૌથી સગવડભરી પદ્ધતિ છે. તો ચાલો ટૉરન્ટ વિશે વધુ જાણીએ અને સમજીએ.

સરળતા ખાતર આખી પુસ્તિકાને નીચે મુજબ કેટલાક ભાગમાં વહેંચવામાં આવી છે…

ટૉરન્ટ પદ્ધતિ – એક સરળ ઉદાહરણ દ્વારા સમજણ
ટૉરન્ટ વિશે મૂળભૂત શબ્દો અને તેની સમજણ
ટૉરન્ટ ક્લાયન્ટ
ટૉરન્ટ મેળવવા અને ફાઇલ ડાઊનલોડ
ટૉરન્ટ બનાવવા અને ફાઇલશેરીંગ
ટૉરન્ટ વહેંચતી વેબસાઈટ્સ અને ટૉરન્ટ સર્ચએન્જીન
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
કૉપીરાઈટ કાયદાઓ અને ટૉરન્ટ પદ્ધતિ
ટૉરન્ટ પ્રોટકૉલના અન્ય ઉપયોગો

ટૉરન્ટ વપરાશકર્તાઓને એક માહિતી પુસ્તિકા આપવાની અને તેના વિશે ન જાણતા લોકોને મૂળભૂત જાણકારી આપવાનો પ્રયત્ન આ ઈ-પુસ્તક પ્રસિદ્ધ કરવાના મૂળમાં છે. ટૉરન્ટ પદ્ધતિ વડે ફાઇલ શેરીંગનું આખુંય વિશ્વ હવે તમારી સમક્ષ ઉપલબ્ધ છે અને આ ઈ-પુસ્તિકા તેના માટે પાશેરામાં પહેલી પૂણી પૂરી પાડશે એવી આશા છે.

અક્ષરનાદના માધ્યમથી આવી અનેક ઈ-પુસ્તિકાઓ આપવાનો યત્ન રહ્યો છે પરંતુ સમયના અભાવે એ સહજ ઝડપથી બનાવી શકાતી નથી. આ પહેલા પણ મૂકેલી વર્ડપ્રેસ (સેલ્ફહોસ્ટેડ) વડે તમારી વેબસાઈટ બનાવો’ ઈ-પુસ્તિકાને પણ વાચકોનો અપાર પ્રેમ મળ્યો હતો. આ ઈ-પુસ્તક પણ સફળ થશે એવી અપેક્ષા છે. આ પુસ્તક અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં આજથી નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “ટૉરન્ટ ફાઇલશેરીંગ પદ્ધતિ : ૧ થી ૧૦ – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

  • Dharmesh

    જીગ્નેશભાઈ, ખુબ સરસ. આ ઈ-બુક્સ અમારે ધૂમખરીદી.કોમ પર પણ ફ્રી ડાઉનલોડ માટે મુકવી હોય તો શું પ્રોસેસ કરવી પડે એ જણાવશો તો આભારી થઈશ