માર્સ મિસ્ટરી (સાયન્સ ફિક્શન વાર્તા) – આનંદ ઠાકર 5
ગુજરાતીમાં સાયન્સ ફિક્શન વાર્તાઓ લખાય છે? વર્ષો પહેલા ‘નો અને યસ’ નામની એક વાર્તા વાંચી હતી. પણ એ સિવાય આંગળીને વેઢે ગણાય એટલી ગુજરાતી સાયન્સ ફિક્શન હોય તો પણ ઘણું. ઘણી વાર્તાઓ એ પ્રકારમાં લખવાનો પ્રયત્ન થાય છે પણ લાગે કે જાણે કોઈએ બળજબરીથી સાયન્સ ફિક્શન લખવાનું કહ્યું હોય. એવામાં અક્ષરનાદને મળતા વૈવિધ્યપૂર્ણ સાહિત્યમાં આનંદભાઈ ઠાકરની ‘માર્સ મિસ્ટરી’ એક સુખદ આશ્ચર્ય આપી ગઈ. નવા લેખકોની નવા ક્ષેત્રમાં હાથ અજમાવવાની ઇચ્છાને અક્ષરનાદ ટેકો આપી શકે એ પણ ખૂબ સંતોષની વાત છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર વાર્તા પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આનંદભાઈનો ખૂબ આભાર.