માણ્ડૂક્ય ઉપનિષદનો સૂર મુખ્યત્વે ગૂઢ અને પવિત્ર એવા ૐ કાર અંગેની પૂર્ણ જાણકારી આપવાનો જ રહ્યો છે, જેથી એ જાણકારી મેળવીને સાધક પોતાના મનને યોગ્ય રીતે કેળવે અને તદ્ઉપરાંત ધ્યાન ધરીને, પોતાના આત્માને પરમ વાસ્તવિક્તા સાથે એકરૂપ કરી શકે.
ધ્યાન અંગેની આવી વિદ્યાનું વિસ્તૃત વર્ણન અહીં વૈશ્વાનર વિદ્યા તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા દર્શાવાયું છે. એ ‘વિશ્વાત્મા કે પરમાત્મા’ વિશેના જ્ઞાનનું જ રહસ્ય છે, જેને વૈશ્વાનર તરીકે ઓળખાવાય છે.
આ એક એવી સરળ અને સહજ ક્રિયા છે જે દ્વારા સાધકના અંગો તેમ જ દિવ્ય અસ્તિત્વના ગુણો તથા અંગોને એકબીજા જોડે સરખાવવામાં આવ્યા છે. આવા ધ્યાન દરમ્યાન સાધક સંપૂર્ણ બ્રહ્માંડને પોતાના જ શરીર સાથે સરખાવે છે અને એવી જ ધારણા પણ કરે છે. જેમ કે કોઈ જ્યારે પોતાના શરીરના અંગો વિશે ધારણા કરે છે ત્યારે એ પોતાની જમણી આંખ, ડાબી આંખ, જમણો હાથ, ડાબો હાથ, જમણો પગ, ડાબો પગ, શિષ, હૃદય, પેટ ઈ. શરીરના બધા જ અંગો વિશે એક સાથે સભાન બને છે, પરંતુ એ તેમને સ્વયંથી જરાએ અલગ હોય એવું નથી ગણતો. તેને માટે એ બધા નામો જુદા જરૂર છે પરંતુ તે બધા જ એના પોતાના વ્યક્તિગત અભિન્ન અંગો છે. એ જ રીતે આવા ધ્યાનમાં ચેતનાને સાધકે પરમાત્મામાં એના આનુસાંગીક અંગો વડે આરોપવાની છે.
સાધકે પોતાના વ્યક્તિગત અંગો પર ધ્યાને ધરવાને બદલે, એણે હવે વૈશ્વાનરના અંગોનું ધ્યાન ધરવાનું છે. જમણી આંખને બદલે સૂર્ય, ડાબી આંખને બદલે ચંદ્ર, પગને બદલે પૃથ્વી, શિષને બદલે સ્વર્ગ ઈ. વૈશ્વાનરના અંગોની ઓળખ વિવિધ બ્રહ્મના તત્ત્વો તેમજ આનુસાંગીક માનવ અંગો સાથે કરવાની છે, જેથી બ્રહ્માંડનું એવું કોઈ પણ તત્ત્વ બાકી ન રહે જે વૈશ્વાનર કે વિરાટનું અંગ ન હોય. સાધક આ રીતે જ્યારે આ બધા અંગોનું ધ્યાન ધરે છે, ત્યારે તેમની સાથે જ પોતાના બધા અંગોને પણ જે તે સ્થાને ગોઠવતો જાય છે. જ્યારે સૂર્યની ધારણા કરે ત્યારે પોતાની જમણી આંખને ત્યાં મૂકે, જ્યારે આકાશની ધારણા કરે ત્યારે ત્યાં પોતાના શિષને મૂકે, જ્યારે એ વિવિધ જીવોને ફરતા દેખે છે ત્યાં એને પોતાના જ વિવિધ કોષો દેખાવા લાગે છે. ચારે તરફ ફૂંકાતો પવન એનો પોતાનો શ્વાસ બની જાય છે. તેની બધી જ ક્રિયાઓ બ્રહ્મની ક્રિયાઓ બની જાય છે. આસપાસ થતી બધી ગતિવિધિ પોતાને કારણે જ થઈ રહી છે એવું એને લાગે છે. એનો શ્વાસ એ બ્રહ્મની શક્તિ જ બની જાય છે, એની બુદ્ધિ એ બ્રહ્મ બુદ્ધિ બને છે, એનું અસ્તિત્વ એ બ્રહ્મનું અસ્તિત્વ બને છે અને એનું સુખ એ બ્રહ્મનો આનંદ બની જાય છે.
આમ તો માણ્ડૂક્ય ઉપનિષદમાં વૈશ્વાનરના અંગોની માટે કેટલાક ચિહ્ન સૂચવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં સાધક વૈશ્વાનરની એવી ઓળખ માટે પોતાના કોઈ પણ ચિહ્ન અપનાવી શકે છે. આ સૃષ્ટિ કાંઈ કેવળ ઉપનિષદે સૂચવેલ ચિહ્ન પર આધારિત કે મર્યાદિત નથી. સાધક જ્યારે ધ્યાન ધરે ત્યારે અન્ય ઘણાં સૃષ્ટિ તત્ત્વો એની ધારણામાં આવે એવી શક્યતા છે જ. માટે સાધક જ્યારે પણ ધ્યાન ધરવા લાગે ત્યારે એને જે પણ અંગો સૂઝતા હોય તેમને એ અવશ્ય વાપરી શકે છે. એ સ્વાભાવિક જ છે કે સાધક જ્યારે ધ્યાન માટે બેઠો હોય ત્યારે એનું લક્ષ્ય સૌ પ્રથમ એની આસપાસની વસ્તુઓ પર જ જાય અને તે તેમને પોતાના અંગો સાથે જોડવા લાગે. ધીરેધીરે એ આગળ વધીને દૂરના પદાર્થને પણ સાંકળવા લાગે. અને એ રીતે સાધક પોતાની ચેતનાને વિસ્તૃત કરતાં કરતાં અને એથી પણ આગળ વધી સમગ્ર પૃથ્વી પરના, પૃથ્વી બહારના, સૂર્ય મંડળ સુધીના અને તેથી પણ દૂરદૂર સુધીનાપદાર્થ– જ્યાં પણ એનું મન એને દોરી જાય તે પ્રદેશના પદાર્થને પોતાના ધ્યાનમાં આવરી લે છે. તે અંગો સાધકના શરીરના અંગો તેમજ સમષ્ટિના તત્ત્વોને પણ દર્શાવનારા બને છે. જે ક્ષણ થીસાધકનું મન એ પદાર્થને સમષ્ટિના તત્ત્વો સાથે ઓળખવા લાગે ત્યારથી તે સાધકને વિચલિત કરવાનું છોડી દે છે, કારણ એ પદાર્થ હવે એને માટે પરાયો રહ્યો જ નથી, એ પોતાના જ શરીરનું અંગ બની ગયો છે, અને એને એ ફરી કદી કનડતો નથી. એ હવે કોઈ વિષય-વસ્તુ ન રહેતાં સ્વયં જ વિષય બની જાય છે. આ રીતે વૈશ્વાનર ધ્યાન ક્રિયામાં કોઈ પણ પદાર્થ (વિષય-વસ્તુ) બ્રહ્મ ચેતનામાં જ રૂપાંતરિત થઈ જાય છે.
આ વિદ્યાનું મૂળ તો ઋગવેદની એક ખૂબ જ જાણીતી એવી સૂક્તિ માં રહેલું છે જે ‘પુરુષ સૂક્ત’ ને નામે ઓળખાય છે. ઋગવેદના આ ‘પુરુષ સૂક્ત’ ની શરૂઆતમાં જ કહેવામાં આવે છે કે, આ જગતના બધા જ શિષ, બધી જ આંખો, બધા જ પગ, જેમને આપણે જોઈએ છીએ તે સઘળાં વિરાટ પુરુષ કે બ્રહ્મ-જીવાત્મા ના જ શિષ, આંખો અને પગ છે, એ વિરાટ પોતાનું એક શિષ મૌન રહીને હલાવે છે; તો એનું અન્ય શિષ હસતું હોય છે; ત્રીજા વડે એ ક્રોધ દર્શાવે છે; એક રૂપમાં એ બેઠેલો હોય છે; તો અન્ય રૂપમાં એ ગતિ કરે છે; એક રૂપમાં એ નજીક હોય છે; તો અન્ય રૂપમાં એ દૂર હોય છે. આ રીતે બધા જ રૂપ, જેવા હોય તેવા, બધી જ ગતિ અને કાર્ય, પ્રક્રિયા ઓ અને સંબંધો, એ બ્રહ્મ-શરીરના જ અંશ હોય છે, જેના વડે ચેતનાની સમગ્ર રીતે ઓળખ કરવી જોઈએ. તમે જ્યારે પણ વિચારો તો બધા જ પદાર્થને સમગ્ર પણે જ વિચારો, બધી જ દિશા ઓ અને બધી જ રીતીઓએના વડે જ વિચારો.
આ વિદ્યાનું સમાપન કરતાં છાંદોગ્ય ઉપનિષદમાં જણાવાયું છે કે જે કોઈ સાધક જ્યારે આ રીતે સ્વયં ને વૈશ્વાનર રૂપે વિશ્વ વ્યક્તિત્વ ધરાવનાર તરીકે ધ્યાન ધરે છે ત્યારે તે પોતે જ બધા જીવોના આધાર નો સ્રોત બને છે. જે રીતે બાળકો ભૂખા થાય ત્યારે પોતાની માં ને વીંટળાઇ વળે છે અને અન્ન ની માંગણી કરે છે, તેવી જ રીતે સૃષ્ટિના બધા જીવ આ વ્યક્તિને ઘેરી વળશે અને તેના આશીષની યાચના કરશે; જે રીતે આરોગેલું અન્ન શરીરના બધા જ અંગોનું તત્કાલ પોષણ કરે છે, તે રીતે જ આ સાધક જે અન્ન આરોગે તેને એ તત્કાલ પોતાની શુભ કામના ઓસ્વરૂપે સમગ્ર સમષ્ટિના પદાર્થને આશિષ રૂપે પહોંચાડે છે, કારણ એનો આત્મા સમગ્ર પણે બધાનો જ આત્મા બની ચૂક્યો હોય છે.
અહીં ચાલો આપણે પેલી જાણીતી કથાને યાદ કરીએ, જેમાં પાંડવો જ્યારે કામાખ્યા વનમાં હતા ત્યારે દુર્વાસાને કારણે મુસીબત માં પડેલી દ્રૌપદી ની પ્રાર્થના સાંભળીને શ્રી કૃષ્ણ ત્યાં દોડી આવ્યા અને દ્રૌપદીની હાંડીમાં રહી ગએલો અન્ન નો એક દાણો આરોગ્યો અને આખા વિશ્વએ તૃપ્તિ અનુભવી, કારણ ત્યારે કૃષ્ણ ત્યાં વિરાટ સ્વરૂપે પ્રગટ્યા હતા. આવું જ પેલા સાધક સાથે થવાનું જ્યારે એ સ્વયંને વિરાટ સ્વરૂપે ધારે છે અને વિરાટનું રૂપ અખત્યાર કરી લે છે, ત્યારે સમગ્ર સમષ્ટિ એની સાથે મિત્ર ભાવ કેળવે છે; સમગ્ર અસ્તિત્વ એના જ આશીર્વાદ અને આધાર ની અપેક્ષા રાખે છે. આવો સાધક સામાન્ય માનવી રહેતો નથી, એ સ્વયં અચૂક ઈશ્વર જ બની જાય છે. આ રીતે વૈશ્વાનર નું ધ્યાન ધરનાર સ્વયં પરમ વિરાટ, વૈશ્વાનર જ બની જાય છે.
– મહેન્દ્ર નાયક
મહેન્દ્રભાઈ નાયકના ‘શિવસૂત્ર પૂર્વભૂમિકા’ ઈ-પુસ્તકના તેરહજારથી વધુ ડાઊનલોડ થયા છે જ્યારે ‘જ્ઞાનનો ઉદય’ પણ તેરહજારથી વધુ ડાઊનલોડ પામ્યું છે. તેમનું પુસ્તક ‘પ્રણવબોધ’ અક્ષરનાદ પર થોડા સમય પહેલા પ્રસ્તુત થયું હતું અને એ પણ વાચકોના અપાર પ્રેમને પામ્યું. આધ્યાત્મિક લેખનશ્રેણી અંતર્ગત આજે પ્રસ્તુત થઈ રહેલ પુસ્તક ‘માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ’ મહેન્દ્રભાઈ નાયકનું અક્ષરનાદ પર અધ્યાત્મ વિષયને સ્પર્શતુ ચોથું પુસ્તક છે. માણ્ડૂક્ય ઉપનિષદનો સૂર મુખ્યત્વે ગૂઢ અને પવિત્ર એવા ૐ કાર અંગેની પૂર્ણ જાણકારી આપવાનો જ રહ્યો છે, જેથી એ જાણકારી મેળવીને સાધક પોતાના મનને યોગ્ય રીતે કેળવે અને તદ્ઉપરાંત ધ્યાન ધરીને, પોતાના આત્માને પરમ વાસ્તવિક્તા સાથે એકરૂપ કરી શકે. આ સુંદર પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ થયું છે એ બદલ મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.
ધ્યાન અને ઉપનિષદમાં ઉંડા ઉતરવા પ્રેરે તેવી સામગ્રી…ભાથું જીવનભરનું છે…આભાર…અભિનંદન…-હદ.
Khub sundar……abhinandaniya samagri.
સૌ પ્રથમ મહેન્દ્રભાઈ નાયકને તથા તમને આવા ઉત્તમ વિષય પર પ્રવચન પિરસ્વા માટે આભાર. જો શ્કય હોય તો મહેન્દ્રભાઈનો સન્મપર્ક સાધવા email address આપશો.
Thanks for taking an interest in the subject. Here is my Email:mnaik42@hotmail.com and you are welcome to any discussion on the subject for mutual enlightenment.
Sir, I have never seen such a simplified explanation of this subject specially in Gujarati language. I was searching for the material like this for the years. Thanks to aksharnaad.com and Mahendra Naik sir, Its a really a wonderful explanation on the subject. Excellent, fantastic, superb all these are just the small words and I dont find a suitable word in the dictionary which can reach the excellence of your hard work and effort. Hats off…..!!!
Pustkyaa gyan karta pratax gyaan l00%mhatvanu che karnke te xanu, tejagyanu, te prvahhnu ane te vyaktinu, aa satyaj jindgina bandhnothi mukt kre che ane ragdwesh dur thay che ane jivan aman bane che.aa sachu sharir ane man prena shabd ane vani che. Pustikiya gyan prenaa aape che pan praytax gyan to jivan aape che. Svane snsaarthi taare che ane vartmaan ma jivine vishnu pan mulyaakan krine sva ane sarvashni kimat jane che.
Suprbhat dosto, tmari e gyanani post vachi cros cheking thay che ane aanandma vadhro thaay che. Thank u sir.
Thanks to Aksharnaad for providing informative material on subjects like this.