(૧) નાગપંચમી
મોટા દીકરાએ બાપીકી મિલકતના ભાગ માટે પોતાને જીવતે જીવ માંડેલા દાવા અંગે કોર્ટમાંથી આવેલા સમન્સનાં કાગળને હરીશભાઈ આઘાત સાથે જોઈ રહ્યા.
નાનપણમાં બીમાર રહેતા આ દીકરાને જીવાડવા માટે તેમણે ન જાણે કેટલાં બાધાઆખડી રાખ્યા હતા. સમન્સ પરની તારીખે આવતો વાર જોવા કેલેન્ડર પર તેમની નજર ગઈ. તારીખ નીચે લખ્યું હતું… “નાગપંચમી”
(૨) આશરો
“ખબર છે દાદાજીએ તો કેટલા નોધારાને આશરો આપ્યો હતો અને તેમના જ ફોટા પાછળ કબૂતરના માળાની ગંદકી?” વીરેન્દ્ર ભાઈએ છોકરાઓ ને ધમકાવી નાખતાં તરત જ ફોટા પાછળ સફાઈ કામ શરુ થયું.
જીવન દરમિયાન અનેકને આશરો આપનારા તસ્વીરમાંના દાદાજીની આંખોમાં નિર્દોષ પક્ષીઓને આશરો ન આપી શકવાની અસહાયતા કોઈની નજરે ચડે તેમ નહતી.
(૩) ભગવાન
“ગીતામાં ભગવાને કહ્યું છે, આ વિશ્વમાં જે કાંઈ થાય છે તે મારી મરજીથી થાય છે.” ટીવી ઉપર દાદીબા સંતનું પ્રવચન સાંભળી રહ્યા હતાં અને ચિન્ટુ બાજુમાં રમી રહ્યો હતો.
“આ ફૂલદાની અહીંથી કોને પૂછીને ઉપાડી? મારી મરજી વિરુધ્ધ આ ઘરમાં કાંઈ નહિ થાય સમજી?” બપોરે દાદીબા ચિન્ટુની મમ્મીને ખખડાવી રહ્યા હતાં.
સાંજે કોલોનીમાં દોસ્તો સાથે રમતાં રમતાં ચિન્ટુએ ગર્વભેર જાહેરાત કરી, “ખબર છે? મારા દાદીબા તો ભગવાન છે.”
(૪) ચોખ્ખા હાથ
શાંતિલાલ શેઠે બંગલે આવેલા અધિકારીને પોતાને જ હાથે પેકેટ સરકાવતાં સાથે ધીરે રહીને કોન્ટ્રાક્ટ પોતાને જ મળશે તેની ખાત્રી કરી લીધી. અધિકારીની વિદાય બાદ તેઓ તરત જ ભગવાનનો આભાર માનવા બંગલા મધ્યે આવેલ મંદિર તરફ વળ્યાં. મંદિરના બારણાં બહારના ખૂણે રજઃસ્વલા પુત્રવધૂને બેઠેલી જોઇને તેઓ તાડૂકી ઉઠ્યા, “ચોખ્ખા હાથ ન હોય ત્યારે મંદિર પાસે તમારે આવવું નહીં, સમજ્યા?”
અને.. શેઠે નતમસ્તકે પોતાના ચોખ્ખા હાથ ભગવાન સમક્ષ જોડ્યા.
(૫) લોહીનો વેપાર
રક્તદાન સમિતિના સંચાલકની નજર ચૂકવીને તેણે આજે દિવસમાં ત્રીજી વાર રક્તદાન કરીને પુરસ્કાર તરીકે મળનારા ત્રીજા સો રૂપિયા પણ ખીસ્સામાં સરકાવ્યા.
મોડી રાત્રે તેણે શહેરનાં રેડલાઈટ એરિયામાં જઈને એ ત્રણસો રૂપિયા ઉડાડીને રાત રંગીન બનાવી દીધી. લોહીના વેપારમાં જમા ઉધારનું સરવૈયું સરભર થઇ ગયું!
– હેમલ વૈષ્ણવ
અક્ષરનાદ વાચકોના પ્રિય અને મનપસંદ વાર્તા સ્વરૂપ માઈક્રોફિક્શનના સર્જનમાં જે લોકો પોતાનો સતત સહયોગ આપી રહ્યા છે એમાં હેમલભાઈનું નામ આગળ અને સક્ષમ લેખક તરીકે શામેલ છે, આજે પ્રસ્તુત છે હેમલભાઈની કલમે વધુ પાંચ સુંદર અને એવી જ ચોટદાર માઈક્રોફિક્શન વાર્તાઓ. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
ચકલી હોય કે કબુતર પણ વાત છે માણસના સ્વભાવ વિશેની. માણસ જીવતા બધાને આશરો આપે પણ પછી એના હાથમાં નથી કે ફોટા પાછળ પક્ષીઓને આશરો આપે. એ માટે એ અસહાયતા જ રહેવાની
ભાઈ હેમલની હાલની ૫ માઈક્રોફીક્ષન વાર્તાઓમાં ‘નાગપંચમી’, ‘ભગવાન’, ‘ચોખ્ખા હાથ’, તથા ‘લોહીનો વેપાર’ સવિશેષપણે ઉલ્લેખનીય છે. બહુ જ ઓછા શબ્દોમાં ઘણું કહેવાયું છે અને એજ માઈક્રોફિક્શન ની મજા છે. લખાણ ધારદાર, અસરદાર અને વાસ્તવલક્ષી છે. ગૌરાંગભાઈ ની વાત સાથે સંમત થાઉ છે કે ફોટાની પાછળ ચકલી માળો બાંધી શકે. કબૂતર માળો ન બાંધી શકે. પણ વાર્તાનો મર્મ સરસ. સુંદર રચનાઓ પીરસવા માટે ભાઈ હેમલને અભિનદન.
હેમલ ભઇ
Really enjoyed reading.
Nana lavingia marcha jevi laagi.
Khub khub Shubhechao.
ફરી ઍક વાર …બધા મીત્રોનો દિલથી આભાર ….
Superb
બધી વાર્તાઓ સુંદર! “લોહીનો વેપાર” શ્રેષ્ઠ. “આશરો” વાર્તામાં કબૂતરની બદલે ચકલીનો માળો વધારે યોગ્ય રહેત. નાનપણમાં ફોટા પાછળ ચકલીના માળા ઘણા જોયા છે, કબૂતરના નહી કારણકે ફોટા અને ભીતની વચ્ચેની સાંકડી જગ્યામાં ચકલી સરળતાથી જઈ શકે કબૂતર નહી.
સરસ વર્તાઓ છે. આપણા સમાજ ના દંભ ને સારી રીતે કહી શકો છો. ગમ્યુ.
બાહ્ય દેખાડા અને દમ્ભ એ આજના અતિ-અવગૂણ….’ચાવવાના અને દેખાડ્વાના જુદા’ જેવેી નેીતિ … સરસ સેટાયર !
-લા’ કાન્ત / ૧૭.૬.૧૪
આ ચોક્ખા હાથનેી વાત બહુ ગમેી. હજુ આજે પણ આપણેી સ્ત્રિ ઓએ તે રજશ્વલા છે તેમ કેહવું પડે તે સ્ત્રિ નુ અપમાન છે. અંગત વાત જાહેર જ નહેીં કરવાનેી.
અરુણ સિધપુરા
પર્થ ઓસ્ટ્રેલિયા
ખુબ ચોટદાર વાર્તાઓ. અભિનંદન.
વાહ ….તમે માર્મિક લખેી રહ્યા છો …
all are fine but 4th are very fine
4થી અને 5મી વાર્તા’ઓ ખરેખર હૃદયસ્પર્શી છે . .
કદાચ જો બંને વાર્તાઓ’ને એક જ શીર્ષક આપવું હોય તો તે છે ” દંભ “
હેમલ વૈશ્નવે વાર્તાના આ પ્રકાર ઉપર સારિ એવિ હથોતિ કેલવિ ચ્હે
કવિતામા જેમ ‘ હઐકુ ‘ પ્રકાર પ્રચલિત થયો તેમ વાર્તામા પન આ પ્રકારનિ વાર્તાઓ સારુ કાથુ કાધિ રહિ ચ્હે તે આનન્દ પમાદે ચ્હે
ધન્યવાદ સાથે . અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા