સર્જન.. – ટેડ હ્યુ, અનુ. ઉમેદભાઈ મણિયાર 4


હું કલ્પું છું, મધ્ય રાત્રીની ક્ષણ છે જંગલ
બીજુ કશુંક પણ જીવે છે.
એકલી ઘડીયાળ
અને જેના પર ચાલે છે મારા આંગળા
એ કોરા પાનાં, ઉપરાંત
બારીમાંથી જોઈ શક્તો નથી હું એકે તારો
વધારે નજીક
વધારે ઉંડુ અંધકારની અંદરથી
પ્રવેશે છે કંઈક એકલતામાં
ઠંડુ હળવેથી કાળા બરફની જેમ,
એક શિયાળનું નાક સ્પર્શે છે, ડાળ, પાંદડાને
બે આંખો ગરજ સારે છે ગતિની, જે હમણાં
પાડે છે સુરેખ પગલીઓ બરફમાં
વૃક્ષોની વચ્ચે અને સાવચેતીથી એક લંગડો
પડછાયો લપાય છે. ઠુંઠા પાસે એને પોલાણમાં
શરીરની
જે સાહસ કરે છે આવવાનું
ખુલ્લા ભાગમાં
આંખ, પહોળી, ઉંડી, લીલીછમ્મ, તેજસ્વી, એકાગ્ર
આવે છે લઈ પોતાનું કામ
અંતે, શિયાળની અચાનક તીક્ષ્ણ બદબો સાથે
એ પ્રવેશે છે મસ્તકના કાળા છિદ્રમાં
બારી હજી તારા વિહોણી છે,
ઘડીયાળ ટિકટિક કરે છે
પાનું લખાઈ જાય છે.
– ટેડ હ્યુ, અનુ. ઉમેદભાઈ મણિયાર

એડવર્ડ જેમ્સ ‘ટૅડ’ હ્યુ (૧૯૩૦-૧૯૯૮) બ્રિટિશ કવિ અને બાળકો માટેના સાહિત્યના લેખક, પોતાની પેઢીના અગ્રગણ્ય કવિ અને રચનાકાર હતાં. અમેરિકન કવયિત્રી સ્લાવિયા પ્લાથ સાથે તેમના લગ્ન થયા હતાં, ખટરાગભર્યા લગ્નજીવન અને પ્લાથની આત્મહત્યાએ તેઓ ચર્ચાના ચકડોળે ચડ્યા હતાં, ૨૦૦૮માં ટાઈમ્સ સામયિકે ‘હ્યુ’ને ૧૯૪૫થી ૫૦ અગ્રગણ્ય કવિઓની યાદીમાં ચોથા ક્રમે મૂક્યા છે. સર્જનપ્રક્રિયાને અનોખી રીતે અછાંદસમાં આવરી લેતા હ્યુના કાવ્યને ઉમેદભાઈ મણિયારે અનુદિત કર્યું છે, એ કાવ્યાનુવાદ આજે પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 thoughts on “સર્જન.. – ટેડ હ્યુ, અનુ. ઉમેદભાઈ મણિયાર